SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ અસારે ખલુ સંસારે | ડૉ. બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયા આચાર્ય ભગવંતે સ્તંભન પાર્શ્વનાથની એકાગ્રચિત્તે સ્તુતિ કરનારને જોઈને એકવાર વ્યાખ્યાન દરમ્યાન ઉચ્ચાર્યું ‘મારે ઘનુ સંસારે સારું સારંગ નો વન” તેથી નારાજ થયેલા બે ભાઈઓમાંથી વસ્તુપાલ વ્યાખ્યાન છોડી ચાલ્યા ગયા. મહારાજ સાહેબનો સ્થિરતાનો સમય પૂરો થવાના દિવસે વ્યાખ્યાનમાં તેમણે વાક્યના અનુસંધાનમાં કહ્યું કે “રહ્યા: કુક્ષિ સમુત્પના: વસ્તુપાત્ર ભવાદશ: ”- આથી સંતુષ્ટ થયેલા વસ્તુપાલે આનંદ વ્યક્ત કર્યો. કહેવાનું તાત્પર્ય આ હતું કે અસાર એવા સંસારમાં તીર્થકરાદિ મહાન વિભૂતિઓ તથા હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય જેવાં આચાર્યો તથા જગડુશાહ, વસ્તુપાલ, જંબુસ્વામી જેવા મહાનુભાવોને જન્મ આપનારી સ્ત્રીઓ જ છે, જેથી સંસાર સારભૂત લાગે. આ લેખમાં વિવિધ પ્રકારની સ્ત્રીઓ જેવી કે મા, પુત્રી, પત્ની, જેઠાણી, દેરાણી, વગેરે જેવાં કેવાં ભાવો ભજવે છે તે જોઈએ. આર્યરક્ષિત પેટને ઉપયોગી વિદ્યા ભાણીને આવે છે ત્યારે તેનો લોકો દ્વારા ખૂબ સત્કાર થાય છે, પરંતુ માનું મુખ ઉદ્વિગ્ન હોય છે. આત્મવિષયક-આધ્યાત્મિક વિદ્યાનું જ્ઞાન સંપાદન ન કર્યાથી તે અસંતુષ્ટ છે. માની ખાતર મામા મહારાજ પાસે જૈન સાધુની દીક્ષા લઈ સાડા નવ પૂર્વોને અભ્યાસ કરે છે તથા આખા કુટુંબને પછીથી દીક્ષિત કરે છે. કેવી સુંદર માતૃભકિત ! તેવી જ હતી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની માતા માટેની ભકિત. જ્ઞાનામૃત ભોજન કહેવાયું હોવા છતાં પણ સંસારિક જ્ઞાન ગમે તેટલું હોય તો પણ અધ્યાત્મ ક્ષેત્ર માટે તે અજ્ઞાન છે, વિભંગ જ્ઞાન ગણાય છે, કેમકે તે સમ્યગ દર્શન કે સમકિત વગરનું છે. નવગ્રેવકે પહોંચેલા તથા ચૌદ પૂર્વધારીઓ તે સ્થાનેથી પડતાં ઠેઠ નિગોદ કે પહેલા ગુણ સ્થાનકે પહોંચી જાય છે. ચારિત્રના બળે નવગ્રેવક સુધી પહોંચી શકાય તથા ૧૪ પૂર્વોનો અભ્યાસ પણ હોય પરંતુ જો તેની સાથે મિથ્યાત્વ નષ્ટ ન થયું હોય તો તે બધું જારમાં લીપણ સમાન છે. આરક્ષિતની મા આ સમજતી હતી. તેથી પુત્રના શાસ્ત્રીય અભ્યાસ પ્રત્યે અણગમો અને તેને પોતાના મુખ પર વિષાદ દ્વારા કર્તવ્ય બતાવ્યું કે તું આત્માની વિદ્યા ભાણ અને તે માટે તેને મામા મહારાજ પાસે જવાનું થયું. ત્યાં તેણે સાડા નવ પૂર્વ સુધીનો અભ્યાસ કર્યો તથા માતૃભકિત સફળ કરી. યથાર્થ કહેવાયું છે કે - ચરણકરણ વિખૂહીણો બુડઈ સુબહુવિ જાણતો અને પઢમં નાણું તઓ દયા. ભગવાન ઋષભદેવ જે આ અવસર્પિણીમાં પ્રથમ તીર્થકર થયા તેમની બે પત્નીઓનાં ભરત સ્વરૂ૫ મંત્ર ૧૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy