SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ કવયિત્રી' પૂજ્ય સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજ - “સુતેજ' સંકલન : સાધ્વીશ્રી પાર્શ્વચંદ્રાશ્રીજી મહારાજ કચ્છની પાવન ધર પર રળિયામણું મોટી ખાખર ગામ છે. એ ધરા પર વર્તમાનમાં સર્વ ગચ્છોમાં તેમજ સ્થાનકવાસીઓમાં પણ ૭૦ આસપાસ દીક્ષાઓ થઈ છે. એમાં મોટી ખાખરની પણ ખરી અને આસપાસનાં ગામોની પણ ખરી. એ પવિત્ર ઘરતી પર પિતા રવજીભાઈ અને માતા વેલબાઈને ત્યાં એક પુત્રીરત્નાનો જન્મ થયો. જન્મસ્થાન મુંબઈ હતું. બાળાનું નામ કચ્છી ભાષાના સંસ્કારે ઉમરબાઈ ઊર્ફે ઉર્મિલા રાખવામાં આવ્યું. શાંત અને સરળ સ્વભાવી ઉર્મિલા મિતભાષી હતી. પ્રાથમિક શિક્ષણમાં બે ધોરણનો અભ્યાસ કરીને લખતાં-વાંચતાં શીખી. વાંચતાં આવડ્યું તે સાથે જ તેનો વાંચનશોખ કેળવાયો. ધાર્મિક વાંચન અને અધ્યયનમાં ખૂબ રસ પડવા લાગ્યો અને પરિણામે આત્માને પુષ્ટિ મળવા લાગી; જીવનને દિશા મળવા લાગી અને વૈરાગ્યભાવના અંકુર ફૂટ્યા. વિ. સં. ૨૦૦૦માં પૂજ્ય શ્રી ખાંતિશ્રીજી મહારાજ અને પૂજ્ય શ્રી સુનંદાશ્રીજી મહારાજ ઠાણાં બે મોટી ખાખર ગામે ચોમાસું પધાર્યા ત્યારે બાર વર્ષની ઉર્મિલાનાં હૃદયમાં ગુરૂજ્ઞાનનો પડઘો પડ્યો. સં. ૨૦૦૪માં ફરી તેઓશ્રીનું ચોમાસું થતાં, અને બાળ ઉર્મિલાની વય વધુ પરિપકવ થતાં, સંસારની નિઃસારતાનું ભાન થતાં; ગુરૂ-સહવાસનું ઘેલું લાગ્યું. અગાઉ વેવાયેલાં ધર્મબીજને અંકુર ફૂટ્યાં. એ ચાતુર્માસની શરૂઆતમાં જ ગામમાં એક વૃદ્ધ ગંગામાને સ્વપ આવ્યું કે આપણા ગામની એક દીકરીની દીક્ષા વિ. સં. ૨૦૦૫ના માગસર સુદ ૬ ને દિવસે ચડતા પહોરે આ જ ગુરૂજી પાસે થશે. ત્યારે હજી ભીંતિયા પંચાંગ આવ્યાં ન હતાં. પરંતુ દિવાળી ઉપર આવ્યાં ને જોયું તો માગસર સુદ ૬ ને સોમવાર જ હતો! આટલી વાત પરથી સોને સમજાયું હતું કે આ વર્ષે નક્કી કંઈક થશે જ. ત્યારે ઉર્મિલાને પણ પોતાનાં સ્વપ્રો સાકાર થવાના સંકલ્પો થવા માંડ્યા હતા. મહાપુરુષો અને મહાસતીઓનાં ચારિત્રવાંચનથી તેને સંયમનો સુંવાળો પંથ અને સંસારનો કાંટાળો રસ્તો સાફ દેખાવા લાગ્યાં હતાં. પત્ર લખીને મુંબઈ પિતાજીને જાણ કરી. દિવાળી પછી પિતાજીએ દેશમાં આવીને દીકરીની દીક્ષા લેવાની ભાવનાને જાણી, પૂર્ણતાને પિછાણી રજા આપી. જોશી પાસે મુહૂર્ત સંઘસૌરભ = ૮૧ - For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy