SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંદિર, ઉપાશ્રયના નિર્માણ આદિ કાર્યો પણ તેમના ઉપદેશથી બહુ મોટી સંખ્યામાં થયાં. પચપદરા નૂતન જિનમંદિરના જિનભક્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં એક કરોડ ૩૦ લાખની ઉછામણી થઈ ત્યારે એક આચાર્યશ્રી કરતાં પણ સવિશેષ પ્રભાવ પૂજ્ય શ્રી સુનંદાશ્રીજીનો હતો, એમ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી. સં. ૨૦૪પનું ચાતુર્માસ પોતાની જન્મભૂમિમાં કરી, ૪પ છોડનાં ઉજમણાં સાથે, પોતાના ૫૬ વર્ષના સંયમપર્યાયનો મહોત્સવ ઉજવ્યો. આ પ્રસંગ પણ અવિસ્મરણીય છે. પૂજ્યશ્રીના ૫૮ વર્ષના સંયમપર્યાયમાં એક એકથી ચડિયાતાં ચાતુર્માસ થયાં; મહાન શાસનપ્રભાવના પ્રવર્તી. તેઓશ્રી ૭૪ વર્ષની વયે, તત્ત્વત્રયીની સાધના અને રત્નત્રયીના સંશોધનપૂર્વક જોધપુર મુકામે વિ.સં. ૨૦૪૯માં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યાં. એવાં એ પરમ આદરણીય શ્રમણીરત્નો પૂજ્યશ્રી સુનંદાશ્રીજી મહારાજનાં ચરણોમાં કોટિ કોટિ વંદના! પૂજ્ય શ્રી સુનંદાશ્રીજી મહારાજના સંસારી કુટુંબમાંથી દીક્ષિત આત્માઓની નામાવલિ સંસારી કાકા : સ્વ. પૂજ્ય ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ સંસારી કાકાના સુપુત્રો : સ્વ. પૂજ્ય શ્રી મહોદયસાગરજી મહારાજ : સ્વ. પૂજ્ય પન્યાસ શ્રી અભયસાગરજી મહારાજ પોતાના મામા : પૂજ્ય શ્રી અમૃતવિજયજી મહારાજ સંસારી કાકી : પૂજ્ય શ્રી સદ્ગણાશ્રીજી મહારાજ કાકાની સુપુત્રી : પૂજ્ય શ્રી સુલભાશ્રીજી મહારાજ કાકીના બા : પૂજ્ય શ્રી અજિતાશ્રીજી મહારાજ પોતાની નાની બહેન : પૂજ્ય શ્રી સુમંગલાશ્રીજી મહારાજ (શિષ્યા) બીજી નાની બહેનની સુપુત્રીઓ : પૂજ્ય હિતોદયાશ્રીજી મહારાજ : પૂજ્ય સુરક્ષાશ્રીજી મહારાજ : પૂજ્ય વિશ્વોદયાશ્રીજી મહારાજ નાની બહેન સુભદ્રાબહેન : પૂજ્ય શ્રી સંયમ ગુણાશ્રીજી મહારાજ ભત્રીજી : પૂજ્ય શ્રી કૃતિનંદિતાશ્રીજી મહારાજ ( ૮૦ સંઘસૌરભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy