SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ જોવરાવતાં પેલું મુહૂર્ત જ આવ્યું. ચાતુર્માસના નિયમ મુજબ કારતક વદ ૧ના ગુરૂજી બાજુના ગામે વિહાર કરી પધાર્યા. કુટુંબીઓએ સહમતિપૂર્વક આપેલ મુહૂર્ત પ્રમાણે દીક્ષા આપવી એમ નક્કી થયું. પિતાજીએ સંઘને સઘળી વાતથી વાકેફ કર્યો. બે બે ચાતુર્માસને લીધે પૂજ્ય ગુરૂજી પ્રત્યે સર્વના પ્રીતિ-ભક્તિ અજબ જામી હતી. એમાં દીક્ષા નક્કી થતાં સર્વનાં મનના મોરલા નાચી ઊઠ્યા! આટલી નાની વયની બાળાને દીક્ષા આપવાની વાતનો કેટલોકોએ વિરોધ કર્યો. એક ભાઈ તો પૂજ્ય ગુરૂજીને ત્યાં સુધી કહી આવ્યા કે, આટલી કુમળી વયની બાલિકાને દીક્ષા આપશો તો ત્રીજા વિહારમાં જ મરી જશે. પૂજ્ય ગુરૂજીએ તેમને યોગ્ય ઉપદેશ આપી શાંત પાડ્યા. ગામના આગેવાન ધર્મરાગી શ્રાવક ધનજીભાઈ હીરજીએ પોતાની દીકરી તરીકે મહોત્સવપૂર્વક દીક્ષા આપવાનો નિર્ધાર કર્યો. એ દિવસે હર્ષોલ્લાસપૂર્વક દીક્ષા પ્રસંગ ઊજવાયો. નૂતન વેશમાં નૂતન સાધ્વીજી અત્યંત દીપી ઉઠ્યા. પરમ વિદુષી પૂજ્ય શ્રી સુનંદાશ્રીજી મહારાજનાં પટ્ટશિષ્યા તરીકે શ્રી વસંતપ્રભાશ્રીજી નામથી ઉઘોષિત કરવામાં આવ્યાં. તે જ દિવસથી નવદીક્ષિત સાધ્વીજીએ “ગુરૂણાં આજ્ઞા સદા વિચારણીયા' એ સુભાષિતને આત્મસાત્ કરી લીધું. સમસ્ત જીવન ગુરૂચરણે જ સમર્પિત કરી દીધું. - પૂજ્ય ગુરૂનિશ્રામાં અર્થસહિત પ્રકરણ જ્ઞાન, સંસ્કૃત, પ્રાકૃત, તર્કસંગ્રહ તથા કાવ્યાદિના જ્ઞાન સાથે પ્રખર વિદુષી બન્યાં. શારીરિક સ્થિતિ નાજુક હોવાથી તપમાં બહુ આગળ વધી ન શક્યાં પણ જ્ઞાનમાર્ગમાં ખૂબ પ્રગતિ કરી, પૂર્વ ક્ષયોપશમથી કવયિત્રી અને સારાં લેખિકા બન્યાં. બાળપણથી જ જાગ્રત વાંચનશોખમાં તદ્રુપભાવ કેળવી લીધો હતો. સંસ્કૃત-પ્રાકૃત વાંચન ખૂબ જ સારું કર્યું. સંયમી જીવનમાં વાંચનની સુવિધા સાંપડતાં જૈન ધર્મગ્રંથો સાથે અન્ય ધર્મગ્રંથોનો અભ્યાસ કરી વિશેષ સમૃદ્ધ બન્યાં. વળી, ગુરૂકૃપાથી ગુરૂગુણગીતો અને પ્રભુભક્તિગીતો રચવાની પ્રેરણા જાગી. લેખનકાર્યમાં પણ અવિહડ પ્રીતિ જાગી. સંયમી જીવનના સાતમાં વર્ષથી ગીતો રચવાં લાગ્યાં, પ્રસંગગીતો બનાવવા લાગ્યાં. લેખોનું પ્રથમ પુસ્તક “ધર્મસૌરભ' અને ગીતોનું પ્રથમ પુસ્તક ‘વસંતગીતગુંજન' બહાર પડ્યાં. ત્યાર બાદ દીક્ષા જીવનસંવાદની બે પુસ્તિકાઓ પ્રકાશિત કરી સંસારીજીવન અને સંયમી જીવન વિશે પ્રકાશ પાડવો. આવા ગ્રંથોથી, ગીતોથી દીક્ષા પ્રસંગોએ ધર્મનો પ્રભાવ વ્યાપી વળતો. ત્યારબાદ, “સુતેજપ્રસંગગીતો” અને “સુતેજભક્તિકુંજ” એ બે પુસ્તકો પ્રસિદ્ધ થયાં. દરમિયાન, ગુરૂભક્તિનાં પણ ઘણાં ગીતો રચ્યાં. ગહુલીઓ પણ બનાવી. “બ્લેક બોર્ડ પર લખવા સુવાક્યોનાં ત્રણ પુસ્તકો – “ધર્મઝરણાં', પુણ્યઝરણાં' અને “સદ્ધોધઝરણાં” નામે પ્રસિદ્ધ થયાં. પૂજ્યશ્રીના સંયમી જીવનનાં ૨૫ વર્ષ પૂરાં થતાં તેનો રોપ્ય મહોત્સવ મુંબઈ-મુલુંડ મુકામે સંસારી કુટુંબીઓ તરફથી ઊજવાયો. તે પ્રસંગે પ્રવચનમાં મુલુંડ શ્રી પાર્શ્વચંદ્રગચ્છના આગેવાનો, તેમજ ચીમનલાલ પાલીતાણાકર, ઉમરશીભાઈ પોલડિયા, વસનજી ખીમજી વગેરે કચ્છી આગેવાનોની આગ્રહભરી વિનંતીથી પૂજ્ય ગુરૂજીએ પૂજ્ય શ્રી વસંતપ્રભાશ્રીજીને ‘સાહિત્યરત્ના” બિરુદથી વિભૂષિત કર્યા! તે પહેલાં પૂજ્ય ગુરૂજી તરફથી જ “સુતેજ' એ ઉપનામ મળ્યું હતું. અંતરના તાર, રણઝણી ઊઠે એવી પ્રભુ-પ્રાર્થનાઓવાળું અને આત્મનિંદામય ૧૦૮ માળાના મણકા જેમ, મનમાળાના મણકા' નામે પુસ્તક પ્રસિદ્ધ થયું. પચ્ચીશમી વીર નિર્વાણ શતાબ્દી પ્રસંગે “મંગલમ્ ભગવાન વીરો' યાને મહાવીર જીવન જ્યોત' નામે વીરજીવન આલેખીને પ્રસિદ્ધ કર્યું, જેની શ્રી પાર્શ્વચંદ્રગચ્છ સ્થવર પૂજ્ય રામચંદ્રજી મહારાજ, પૂજ્ય શ્રી વિદ્યાચંદ્રજી મહારાજ તેમજ મનસુખલાલ તારાચંદ મહેતાએ પ્રસ્તાવના, આશીર્વચન વગેરે લખીને-સૌએ ભૂરિ ભૂરિ પ્રશંસા કરી! શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ પણ પૂજ્યશ્રીના સારા પ્રશંસક હતા. વખતોવખત { ૮૨ સંઘસૌરભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy