SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સુનંદાશ્રીજી રાખી પૂજ્ય શ્રી ખાંતિશ્રીજી મહારાજના શિષ્યા તરીકે જાહેર કરવામાં આવ્યાં. વિધિની વિચિત્રતાના યોગે પૂજ્ય શ્રી ખાંતિશ્રીજી મહારાજ આ શુભ પ્રસંગે હાજર ન હતા. તેમને તારથી ખબર આપવામાં આવ્યા. બાળપણમાં બોલેલાં વચનો યથાર્થ કરી, કસોટીમાંથી પસાર થઈ સુવર્ણ રૂપ બનેલાં પૂજ્ય શ્રી સુનંદાશ્રીજી મહારાજ જ્યારે પોતાનાં ગુરૂણીને મહેસાણા મુકામે મળ્યાં ત્યારે કષ્ટપૂર્વક ઈષ્ટને મેળવવાનો અવર્ણનીય આનંદ અનુભવ્યો; અને ગુરૂભાવમાં આરોપિત બની ગયાં. અમદાવાદ-શામળાની પોળે વૈશાખ સુદ ત્રીજના દિવસે બંને નૂતન સાધ્વીજીઓને વડી દીક્ષા આપવામાં આવી. પૂજ્યશ્રીએ પ્રક૨ણજ્ઞાન તો પહેલેથી જ મેળવેલ હતું. અર્થશાન બાકી હતું તે પૂર્ણ કર્યુ. પૂજ્ય ગુરૂણીએ પંડિત રોકીને સંસ્કૃત વ્યાકરણ અને કાવ્યોનો અભ્યાસ કરાવ્યો. આગમ આદિના વિપુલ સાહિત્યવાંચનથી સમ્યજ્ઞાન પુષ્ટ બન્યું. પ્રાકૃતનું જ્ઞાન મેળવી શાસ્રવાંચન સમૃદ્ધ બનાવ્યું. જ્યોતિષશાસ્ત્રના અભ્યાસથી અને તર્કસંગ્રહ આદિ ન્યાયના શાસ્ત્રીય જ્ઞાનથી દ્વાદશાંગીનો સાર જાણ્યો. આ રીત પોતાના ક્ષયોપશમ મુજબ વિદ્વતા અને વાણી એકરૂપ બન્યાં. વિશિષ્ટ પ્રકારની વક્તૃત્વશક્તિ ખીલતી રહી. તેઓશ્રી આ વિદ્વતા અને વાક્ચાતુર્યથી પાટ પર બેસીને કે ઊભા થઈને વ્યાખ્યાન આપતાં ત્યારે ગહન વિષય સાવ સરળ બની જતો. અનુપમ શૈલીના અજબ આકર્ષણથી સર્વ શ્રોતાજનો ડોલી ઊઠતા. ગુરૂનિશ્રામાં રહી જ્યાં પધારતાં ત્યાં ધર્મયુગ મંડાઈ જતો. પછી એ સ્થાન શહેર હોય કે ગામડું; ત્યાંના લોકો ધર્મમય વાતાવરણમાં આનંદી ઊઠતાં. તેઓશ્રીનો શિષ્યા-પરિવાર પણ સુયોગ્ય અને સુવિનીત હતો. પરિણામે, એક એક ચાતુર્માસ, એક એક તહેવાર, એક એક મહોત્સવ સૌના દિલમાં હર્ષની અમીવર્ષા વરસાવી જતો. એક એક ઉજ્જવલ પ્રસંગો આલેખતાં ગ્રંથસ્વરૂપ બની જાય, એવી તેમની નિશ્રાનો પ્રભાવ હતો. વિલક્ષણ છતાં સરળ સ્વભાવી, ઉપરથી કઠોર છતાં અંતરથી કોમળ વ્યક્તિત્વ ધરાવતાં પૂજ્યશ્રી વર્ષો સુધી ગુરૂનિશ્રામાં વિચર્યા. શિષ્યા-પ્રશિષ્યા પરિવાર વધતાં ગુરૂઆશાથી વિ. સં. ૨૦૨૩થી અલગ ચાતુર્માસની આશા થઈ. ગુરૂણીના અંકમાં મસ્તક મૂકી, વિયોગનાં આંસુથી ગુરૂનાં ચરણ પખાળી મુંબઈ તરફ વિહાર કર્યો. અત્યાર સુધી ગુરૂ સાથે જ્યાં જ્યાં કુમકુમ પગલે પધારતાં ત્યાં ત્યાં ધર્મસ્રોતસ્વિની વહી નીકળતી. હવે મુંબઈ પધાર્યા. પ્રથમ ચાતુર્માસ કચ્છી જૈન મહાજન વાડી, પાલા ગલી, ભાત બજારમાં થયું. શ્રોતાજનોથી મહાજન વાડી ઊભરાવા લાગી. આ ચાતુર્માસમાં વીરવાણીનો પ્રકાશ આખા મુંબઈ પર પથરાઈ ગયો. અનેકવિધ તપસ્યાઓ થઈ. તપસ્વીઓએ આકરાં તપ કરીને કર્મો ખપાવ્યાં. તેમના શિષ્યા સાધ્વી શ્રી સ્વયંપ્રાશ્રીજીએ પહેલીવાર ૫૧ ઉપવાસની તપસ્યા ભારે સમતાભાવથી કરી તેમનો પારણાં-મહોત્સવ ઠાઠમાઠથી ઉજવાયો. મુંબઈમાં આઠ વરસની સ્થિરતા દરમિયાન પોતાનાં અને પરિવારનાં અલગ અલગ ૧૭ ચાતુર્માસોનો લાભ મુંબઈ શહેરને મળ્યો. એક ચોમાસું પૂના ઉનાવાસીઓની તેમજ બચુભાઈ વિક્રમ પરિવારની વિનંતીથી જાહોજલાલીપૂર્વક થયું. ત્યાં પણ તપની હેલી જામી. ૧૭ મહાપૂજનો સાથે ૧૧ ભાગવતી દીક્ષાઓ મુંબઈના આંગણે થઈ. છ વ્યક્તિના એક કુટુંબને પ્રતિબોધી આપેલ દીક્ષા પ્રસંગે હિન્દમાતા, દાદર, ચર્ચમાં ૨૫ હજાર ઉપર જનસંખ્યા હાજર હતી. એ ચાતુર્માસિક ઠાઠ, એ દીક્ષાપ્રસંગો, એ પૂજનો, એ મહોત્સવો કદી ભૂલ્યા ન ભૂલાય એવી છાપ ઉપસાવી ગયા. હજારોની સભામાં સાધ્વીજી તરીકે વ્યાખ્યાનો આપવાં, પાટ ઉપર બિરાજમાન થયેલ પૂજ્ય શ્રી સુનંદાશ્રીજી મહારાજને નીરખવા એ એક આનંદનો પ્રસંગ બની જતો. પૂજ્યશ્રી કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, રાજસ્થાન –નાગોર, બિકાનેર, જોધપુર, જેસલમેર, મહારાષ્ટ્ર-પૂના, જુનર, મંચ૨, આંબેગામ સુધી વિચરી સાચા ધર્મપ્રભાવિકા બન્યાં. જિનમંદિરોના જીર્ણોદ્વા૨, નૂતન જિનમંદિર, સંઘસૌરભ Jain Education International For Private & Personal Use Only ૭૯ www.jainelibrary.org
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy