SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પણ સત્ય ઠરાવવામાં આવતી હતી. નાગોરી તપાગચ્છમાં પણ આવી જ શિથિલતા વ્યાપી ગઈ હતી. મંથન અને ચર્ચા : ઉત્કૃષ્ટ વૈરાગ્ય, શુદ્ધ ધર્મનિષ્ઠા અને જિનાજ્ઞાનો અવિહડ રાગ જેમના અંતરમાં પાંગર્યા હતા તેવા ઉપાધ્યાય શ્રી પાર્શ્વચંદ્રજીને આ શિથિલાચાર અને અવિધિ કેમ સ્વીકાર્ય બને ? તેઓના અંતરમાં મંથન જાગ્યું. તેમણે ગુર મહારાજ સાથે ચર્ચા કરી : ‘ગુરુદેવ! આજકાલ આગમમાં કહેલ મુનિ આચારોનું પાલન કેમ થતું નથી? સંયમમાં આટલી બધી શિથિલતા શા માટે? ગુરુ મહારાજ શ્રી સાધુરત્નસૂરિએ કહ્યું : ‘પ્રિય શિષ્ય! તારી વાત સાચી છે. મુનિઓ વ્રત પાલનમાં ઘણા શિથિલ થઈ ગયા છે. આજકાલ વાસ્તવિક મુનિઘર્મથી વિપરીત રીતે આપણે વર્તીએ છીએ, એ ખેદની વાત છે. આ શિથિલાચારનું મુખ્ય કારણ છે – પ્રમાદ. રાજ્યવર્ગના અતિ પરિચયથી ધીમે ધીમે સુખ-સગવડોનો મોહ થવા માંડયો. માન-સન્માન, પરિગ્રહની લાલચ જતી ન કરી શક્યા અને સંયમમાં શિથિલ બનતા ગયા.' ઉપાધ્યાયજીએ કહ્યું : “શું ફરી શુદ્ધ ક્રિયા ન આદરી શકાય? આ કાળમાં સંયમધર્મ ન પાળી શકાય એવું તો નથી. મારી ઈચ્છા પાંચ મહાવ્રતના પૂર્ણ પાલન સાથે શુદ્ધ ક્રિયા આરાધવાની છે; આપ આજ્ઞા આપો તો શિથિલાચારનો ત્યાગ કરી ક્રિયોદ્ધાર કરું.” શ્રી સાધુરત્નસૂરિ, ઉપાધ્યાયજીની આવી ભાવના જોઈ પ્રસન્ન થયા. જો કે, સાધુરત્નસૂરિ પોતે પણ યતિ હતા પણ શિથિલાચારનો પક્ષપાત તેઓ નહોતા રાખતા. શુદ્ધ આચારના તેઓ પક્ષપાતી હતા. આથી જ, પોતાના શિષ્યની ક્રિયોદ્ધારની ભાવનાને તેમણે અવરોધી નહીં પણ અનુમોદન કર્યું. શાસનની ઉન્નતિ અને આત્મહિતને લક્ષ્યમાં રાખી તેમજ ઉપાધ્યાયજીને ક્રિયોદ્ધાર કરવા માટે સમર્થ જાણી, તેમણે ક્રિયોદ્ધાર કરવા સહર્ષ અનુજ્ઞા આપી. ક્રિયોદ્ધાર એટલે? જીર્ણ થયેલા મંદિરનો ઉદ્ધાર થાય – મરામત થાય એ કહેવાય જીર્ણોદ્ધાર; એમ અશુદ્ધ બની ગયેલી ક્રિયાને અથવા બંધ થઈ ગયેલી ક્રિયાને પુનઃ શુદ્ધરૂપે આચરવી, ફરી જીવંત કરવી એ ક્રિયોદ્ધાર. આવા ક્રિયોદ્ધાર અનેક થયા છે. કારણ કે કાળનો પ્રભાવ કહો, કે માનવ મનની નિર્બળતા કહો, મુનિઓમાં ચારિત્ર ધર્મનું પાલન શિથિલ થઈ જતું અને દરેક વખતે કોઈ ને કોઈ મહાપુરુષ પેદા થતા અને ફરી શુદ્ધ ક્રિયાને આગળ લાવી, માર્ગ ચૂકી ગયેલ મુનિ પરંપરાને મૂળ માર્ગે લાવતા. આવા ક્રિયોદ્ધારક મહાપુરુષોએ જૈન શાસનની સાચી સેવા કરી છે. જૈન સંઘ એ સર્વ મહાત્માઓનો ઋણી રહેશે. નાગોરી તપાગચ્છમાં પણ તેરમા સૈકામાં આવી શિથિલતા થઈ હતી. ચૌદમા સૈકામાં શ્રી જયશેખરસૂરિએ ક્રિયોદ્ધાર કરી શિથિલતાનો અંત આણ્યો હતો. ફરી પંદરમા સૈકામાં શ્રી હેમહંતસૂરિના સમયથી શિથિલાચારે પગપેસારો કરેલ, તે શ્રી સાધુરત્નસૂરિના સમયમાં પૂરેપૂરો વ્યાપી ચૂક્યો હતો. અન્ય ગચ્છોમાં પણ આ જ પરિસ્થિતિ હતી. શુદ્ધિના માર્ગે પુનઃ પ્રસ્થાન : ક્રિયોદ્ધારનો કાળ પાકી ગયો હતો. યુગની માંગ હતી કે શિથિલાચારનો અંત લાવનાર કોઈક જાગે. ઉપાધ્યાયજી શ્રી પાર્શ્વચંદ્રજીએ યુગને ઓળખ્યો. ક્રાંતિના મંડાણ એમણે કર્યા. સંઘસૌરભ For Private & Personal Use Only Jain bucation Inmatura www.jainelibrary.org
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy