SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાનના મહાસાગરને ગટગટાવી જઈને ઊંડી જિજ્ઞાસાથી જૈનાગમોના રહસ્યને શોધવા મંડી પડે છે. એમ કહેવાય છે કે કેટલાક આત્માઓ જન્મીને મહાપુરુષ થાય છે; જ્યારે કેટલાક મહાપુરુષ થઈને જન્મ છે. આપણા પૂજ્ય દાદાસાહેબ એવા જન્મજાત મહાપુરુષ હતા. કોઈક ઉચ્ચ હેતુ Mission લઈને જ આવ્યા હોય એવું તેઓના જીવન પ્રસંગો આપણને કહી જાય છે. આથી જ, એક ચોક્કસ દિશામાં તેઓ વણથંભી કૂચ કરતા રહે છે. ૯ વર્ષની ઉંમરે આટલી પ્રતિભા અને કર્તવ્યનિષ્ઠા, સાધ્યનો ખ્યાલ અને ઉચ્ચ વૈરાગ્ય – આ બધું એમના ગત જન્મની આરાધનાની સાક્ષી પૂરે છે. ઉપાધ્યાય પદ : તીવ્ર મેધાવી અને અદ્ભુત પ્રતિભાશાળી મુનિ પાર્શ્વચંદ્રજીએ ટૂંક સમયમાં સ્વ-પર શાસ્ત્રોનો અભ્યાસ પૂર્ણ કરી લીધો. જૈન-અજૈન શાસ્ત્રોમાં પારંગત બની ગયા. વિનય, વિદ્વત્તા અને વૈરાગ્ય દ્વારા પાર્થચંદ્રજીએ ગુરુદેવની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરી. ઉપાધ્યાય પદ માટેની યોગ્યતા મેળવી લીધી હોવાથી નાગોરી તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રી સોમરત્નસૂરિજીએ મુનિ પાર્થચંદ્રજીને ઉપાધ્યાય પદથી વિભૂષિત કરવાનો નિર્ણય કર્યો. નાગોરના સંઘે ઉપાધ્યાય પદાર્પણના ભવ્ય મહોત્સવનો લાભ લીધો. વિ. સં. ૧૫૫૪ માં નાગોર નગરમાં મુનિ પાર્જચંદ્રજીને ઉપાધ્યાય પદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા ત્યારે તેઓની વય ફક્ત ૧૭ વર્ષની હતી! સત્તર વર્ષની ઉંમર અને ૯ વર્ષનો દીક્ષાપર્યાય! આટલા ટૂંક સમયમાં ઉપાધ્યાય પદે પહોંચનાર દાદાસાહેબ કેવી અસામાન્ય પ્રતિભા અને પ્રજ્ઞાના સ્વામી હશે, તે તો આ ઘટના જ કહી જાય છે. ઉપાધ્યાય બન્યા પછી તેઓ ગુરુનિશ્રામાં રહી, આત્મસાધન કરવા સાથે ઉપદેશધારા વહાવતા દસેક વર્ષ સુધી જુદા જુદા સ્થળોએ વિચર્યા. આ સમય દરમ્યાન આગમો અને શાસ્ત્રોના અધ્યયન-પરિશીલનથી તેઓ જોઈ શક્યા કે આગમવિહિત આચરણ અને વર્તમાન આચરણ વચ્ચે ઘણું અંતર છે. જિનાજ્ઞાના પાલનમાં તથા સંયમ ધર્મના પાલનમાં સાધુ સંસ્થા ઊણી ઉતરી છે એ વાત દીવા જેવી ચોખ્ખી સમજાઈ ગઈ. જૈન સંઘની શોચનીય દશા : ખરેખર, તે સમયે જૈન સંઘની અવસ્થા બહુ શોચનીય હતી. “છિન્ન ભિન્ન' અને અસ્તવ્યસ્ત કહી શકાય એવી સ્થિતિમાં જૈન સંઘ મૂકાઈ ગયો હતો. એક બાજુ લોંકાશાહે મૂર્તિની માન્યતાનું ખંડન કર્યું અને એટલા જ માટે આગમોને પણ કલ્પિત ઠરાવ્યા; એક નવો પંથ સ્થાપી દીધો હતો. બીજી બાજુ કડવાશાહ નામના એક વિદ્વાને તો એમ જ કહેવા માંડયું કે આ કાળે કોઈ સાધુ જ નથી. ચારિત્રધર્મ આ કાળમાં સંભવે જ નહિ. અને પ્રાચીન ગચ્છોમાં પણ ખૂબ વિખવાદો તથા વિરોધાભાસી વ્યાપી ગયા હતા. સૂત્રોક્ત ક્રિયા તથા વિધિ મૂકાઈ ગયા હતા. મુનિઓ શિથિલતાની સાંકળોથી બંધાઈ ગયા હતા. પાંચ મહાવ્રતના પાલનની દરકાર ન હતી. પરિગ્રહ રાખવો, એક જ સ્થળે વસવું, દહેરાસર, ઉપાશ્રય ઉપર માલિકી ધરાવતી, આવો વ્યવહાર સામાન્ય થઈ પડ્યો હતો. શ્રીપૂજ્યો તો રાજા જેવો ઠાઠમાઠ રાખતા. મુનિઓ માટે નિષિદ્ધ આરંભ-સમારંભ અને મિથ્યાત્વપોષક વિધિ-વિધાનો તે સમયે છડેચોક થતા. યતિવર્ગનું પ્રાબલ્ય વધી ગયેલું. આવા યતિઓએ કેટલીયે સૂત્રવિરુદ્ધ પરંપરાઓ પોતાના લાભાર્થે પ્રવર્તાવી દીધી હતી. ગચ્છના ભેદોનો પાર ન હતો, દરેક ગચ્છમાં જુદી જુદી ક્રિયા, જુદો ઉપદેશ, જુદી પરંપરા ચાલતા હતા. સૌ કોઈ પોતાની પરંપરાને સાચી અને બીજાની ખોટી કહી રહ્યા હતા. પરંપરાના નામે પ્રત્યક્ષ સૂત્રવિરુદ્ધ બાબતને સંઘસૌરભ Jain Education International For Private & Personal use only = ૧૫ કે ww b ery.org
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy