SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ આગમોના આધારે વિધિનું સંશોધન કર્યું. સૂત્રવિરુદ્ધ આચરણોનો ત્યાગ કરી, શુદ્ધ આગમવિહિત ક્રિયા શરૂ કરી. વિ.સં. ૧૫૬૪માં નાગોર નગરમાં સંવેગમાર્ગ-નિર્ઝન્થ જીવનમાં વિધિપૂર્વક પ્રવેશ કર્યો. પંચ મહાવ્રતનું કઠોરપણે પાલન શરૂ કર્યું. ક્રિયોદ્ધારના એ પવિત્ર અવસરને નાગોરના સંઘે અષ્ટાહ્નિકા મહોત્સવ વગેરેથી વધાવ્યો. પૂજ્ય દાદાસાહેબના જીવનનું મોટામાં મોટું કાર્ય હોય તો તે આ ક્રિયોદ્ધાર છે. સ્થાપિત થઈ ગયેલી સૂત્રવિરુદ્ધ પરંપરાઓનો આગમાનુસારે વિરોધ કરી ભારે હિંમતથી શિથિલાચારને નિર્મૂળ કરવા તેઓ મધ્યા. શુદ્ધ જિનાજ્ઞાને પુનઃ પ્રકાશમાં લાવી જિન શાસન ઉપર છવાઈ ગયેલ શિથિલતાના વાદળને વિખેરી નાખ્યું. પ્રત્યાઘાત : પૂજ્ય દાદાસાહેબે શિથિલાચારનો ઉગ્ર અને કડક શબ્દોમાં વિરોધ કર્યો. એથી યતિઓ તેમજ રૂઢિવાદીઓ છંછેડાય એ સ્વાભાવિક હતું. પરિણામે યતિઓ તેમજ અન્ય ગચ્છો તરફથી શ્રી પાર્શ્વચંદ્રસૂરીશ્વર ઉપર વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા. તેમણે નવો પંથ કાઢ્યો છે; સૂત્રને માનતા નથી; પંચાગીને માનતા નથી; લોંકાશાહના સમર્થક છે - એવા વિચિત્ર આક્ષેપો થયા. પૂજ્ય દાદાસાહેબે તો સૂત્ર પંચાગીને સંપૂર્ણપણે વફાદાર રહીને ફક્ત સૂત્ર વિરુદ્ધ હોય તેવી પરંપરાઓનો વિરોધ કર્યો છે. તેમણે કોઈ નવો પંથ ચલાવ્યો નથી. ઉલટાનું, મૂળમાર્ગને પુનઃ પ્રસ્થાપિત કર્યો છે. એમણે મુનિધર્મને ખરા સ્વરૂપમાં આરાધવા માટે આંદોલન ચલાવ્યું. ક્રિયોદ્ધાર કરવો એ કોઈ “અપરાધ' નથી. : “શ્રી પાર્શ્વચંદ્રસૂરિએ નવો મત ચલાવ્યો' એમ તપાગચ્છના ઘણા ખરા લેખકો લખતા આવ્યા છે. લોંકાશાહ કે કડવાશાહની જેમ પૂજ્ય દાદાસાહેબને “શાસનના પ્રત્યેનીક –શત્રુ તરીકે ગણતાં તેઓ અચકાયા નથી. પૂજ્ય દાદાસાહેબના વિચારોને સમજ્યા વિના જ આવાં વિધાનો કરાતા રહ્યાં છે. પરંતુ દાદાસાહેબે ક્રિયોદ્ધાર કર્યો તેના શુભ પ્રત્યાઘાત પણ પડયા જ. શિથિલાચારનો પ્રચંડ વિરોધ બધા ગચ્છોમાં શરૂ થયો. પરિણામે તપાગચ્છમાં વિ.સં. ૧૬૮૨માં શ્રી આનંદવિમલસૂરિએ ક્રિયોદ્ધાર કર્યો. ખરતરગચ્છમાં શ્રી જિનચંદ્રસૂરિએ સં. ૧૬૧૪માં સંવેગમાર્ગ સ્વીકાર્યો. અચલગચ્છમાં શ્રી ધર્મમૂર્તિસૂરિએ સંભવતઃ ૧૬૧૪માં એ જ પ્રમાણે ક્રિયોદ્ધાર કર્યો. આમ, એ યુગમાં ધર્મજાગૃતિ અને સંવેગમાર્ગનું મંડાણ કરવામાં પૂજ્ય દાદાસાહેબ સર્વ પ્રથમ હતા. ગુણ સિદ્ધાંતો : પૂજ્ય દાદાસાહેબે સૂત્રાનુસારે નિશ્ચિત કરેલા બધા સિદ્ધાંતોની ચર્ચા અહીં શક્ય નથી. એમના કેટલાક મુખ્ય સિદ્ધાંતોનો ઉલ્લેખ કરી સંતોષ માનીશું : જિનપ્રતિમા આગમસિદ્ધ છે. પૂજાવિધિ પણ કર્તવ્ય છે પણ આ બધો વિષય શ્રાવકોનો છે. મુનિઓ એમાં પ્રત્યક્ષપણે ભાગ લઈ શકે નહિ. આ કાળમાં પણ ચારિત્રધર્મ છે. જે પરંપરા સૂત્ર સાથે મળતી આવતી હોય તે સાચી અને આદરવા જેવી ગણાય પરંતુ સૂત્રથી વિરૂદ્ધ જતી જણાય ત્યારે પરંપરાને ન વળગતાં સૂત્રને અનુસરવું જોઈએ. પાખી ચૌદશની તથા ચોમાસી પૂનમની હોવી જોઈએ. સંવત્સરી પર્વ કારણવશ ચોથના થયું; કારણ ન હોય ત્યારે પણ ચોથના જ કરવાની જરૂર નથી. મૂળ પાંચમ હતી, તે જ દિવસે પર્યુષણ પર્વ થવું જોઈએ. સંઘસૌરભ ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy