SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ અવતારી પુરુષોના જન્મ માટે જ નિમાયો છે! આ બાળક પણ એ જ હકીકતનું સમર્થન કરે છે. ચંદ્ર જેવું ચમકતું એનું મુખડું જોઈ માતા-પિતાના હૈયામાં હર્ષ હિલોળા લે છે. “આપણો લાલ જરૂર જગતમાં વિખ્યાત થશે, આપણા કુળને અજવાળશે– બાળકને જોઈ માતા-પિતા મનોમન બોલી રહ્યાં છે. વેલગશાહે પુત્રજન્મના વધામણાં કર્યા. વાજાં વગડાવ્યાં અને દાન દીધાં. દેવકુમાર જેવા દીકરાને પામી એ ધર્મિષ્ઠ દંપતી ધન્ય બની ગયા અને એ આનંદને છૂટે હાથે ધન ખર્ચા એમણે વ્યક્ત કર્યો. માતાએ સપનામાં પડખામાં ચંદ્ર જોયેલો તેથી માતા-પિતાએ પનોતા પુત્રનું નામ પાડવું – પાચંદ (પાર્થચંદ્ર). ખરેખર, એ પાર્થચંદ્રકુમારે ચંદ્રની જેમ જગતમાં પ્રકાશ પાથર્યો. યુગપ્રધાન મહાપુરુષ બની વંશને અને માતા-પિતાને જગતમાં અમર બનાવ્યાં. ધન્ય વેલગશાહ પિતા ! ઘન્ય વિમલાદ માતા ! હોનહાર મહાપુરુષ : મધુર વાણી, દિવ્ય રૂપ અને સુશીલ વર્તનથી માતા-પિતાને આનંદ પમાડતો બાળ પાર્થચંદ્ર જોત જોતામાં પાંચ વર્ષનો થયો. માતા-પિતા તો પુત્રને જોતાં જાણે ધરાતા નથી. જે કોઈ એને જુવે છે તે એના તેજ વડે અંજાઈ જાય છે. પાંચ વર્ષના પાર્થચંદ્રને પાઠશાળામાં પ્રવેશ કરાવ્યો. એની બુદ્ધિ અને પ્રતિભા અધ્યાપકને પણ આશ્ચર્ય પમાડી રહ્યાં છે. થોડા જ સમયમાં પાર્થચંદ્રકુમારે વ્યાવહારિક અભ્યાસ પૂર્ણ કરી લીધો. એની તીવ્ર જ્ઞાનપિપાસાને સંતોષવી અધ્યાપકના માટે અશક્ય બની ગઈ. પાઠ્યચંદ્રકુમારનું રૂપ, ઉત્તમ લક્ષણો, અસાધારણ પ્રતિભા વગેરે જોઈ લોકો ચકિત થઈ જતા. તેની વૈરાગી મનોદશા અને ગંભીર મુખમુદ્રા જોઈ લોકો કહેતા કે આ તો કોઈ મહાત્મા થશે, યોગી બનશે અને થયું પણ એમ જ. પ્રવ્રજ્યાને પંથે : નાગપુરીય તપાગચ્છના પ્રખર પંડિત આચાર્ય શ્રી સાધુરત્નસૂરિ હમીરપુરમાં પધારે છે. વેલગશાહની સાથે પાર્જચંદ્રકુમાર પણ પ્રવચન સાંભળવા જાય છે અને જાણે પાર્જચંદ્રકુમારને જોઈતું હતું તે જ મળી ગયું. એનો આત્મા તો એક યોગીનો, મહામુનિનો હતો. એને જાગૃતિનો સ્પર્શ આપનાર ગુરુ મળી ગયા. ગુરુ મહારાજ શ્રી સાધુરત્નસૂરીશ્વર પણ બાળક પાર્થચંદ્રમાં છૂપાઈ રહેલા મહાન જ્યોતિર્ધરને પારખી લે છે. પાર્થચંદ્રકુમાર માતા-પિતા પાસે સંયમ ગ્રહણ કરવાની અનુમતિ માગે છે. ધર્મનિષ્ઠ, વિવેકી એવા વેલગશાહ અને વિમલાદે પોતાના એકના એક પુત્રને કલ્યાણના માર્ગે જવા હોંશે હોંશે અનુમતિ આપે છે. અને ફક્ત ૯ વર્ષની ઉંમરે સં. ૧૫૪૬ ના વૈશાખ સુદ ત્રીજ – અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે, શ્રી સાધુરત્નસૂરિજી પાસે પાર્ધચંદ્રકુમાર દીક્ષા અંગીકાર કરી, મુનિ પાઠ્યચંદ્ર બન્યા. માતા-પિતા તથા સંઘે આ અણમોલ અવસરને મહોત્સવ વગેરેથી યોગ્ય રીતે વધાવ્યો. જ્ઞાનોપાસના : સાધુઓમાં રત્નસમા ગુરુરાજ શ્રી સાધુરત્નસૂરિ આવા શિષ્યરત્નને પામીને પરમ હર્ષ અનુભવી રહ્યાં. આ મુનિરત્નને જોઈ સંઘ પણ આનંદ પામી રહ્યો. મુનિ પાઠ્યચંદ્ર હવે જ્ઞાનોપાસનામાં ડૂબી જાય છે. વ્યાકરણ, કાવ્ય, અલંકાર, ન્યાય, પદર્શન, જ્યોતિષ જેવી જ્ઞાનની વિવિધ શાખાઓમાં પ્રવીણતા મેળવી લે છે. જૈન દર્શનનો ઊંડો અભ્યાસ કરે છે. જોતજોતામાં જ્ઞાન- ૧૪ - સંઘસૌરભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy