SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયચંદ્રસૂરિવિરચિત “શ્રીરૈવતાચલ ચિત્યપરિપાટી સ્તવન” સં. પં. બાબુભાઈ સવચંદ શાહ શ્રી વિજયચન્દ્રસૂરિ વિરચિત પ્રસ્તુત રેવતાચલત્યપરિપાટી સંસ્કૃત ભાષામાં અને રોચક શૈલીમાં રચાયેલ છે. તેમાં ઉજજ્યન્તગિરિ, જિન નેમિનાથનાં ત્યાં થયેલાં કલ્યાણકે, તેમ જ અંબિકાદેવી અને શાંબ-પ્રદ્યુમ્નશિખર આદિ ગિરિસ્થ તીર્થો ૨૧ પદ્યોમાં વર્ણિત છે. ૨૦ પદ્યો વસંતતિલકામાં નિબધ્ધ છે જ્યારે આખરી પદ્યમાં છન્દભેદ બતાવવા અધૂરાને પ્રયોગ કર્યો છે. સાંપ્રત કૃતિનું સંપાદન લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદ)ના જ્ઞાનભંડારમાં રહેલ પ્રતિ નંબર ૨૮૪૧/૭ ઉપરથી કરવામાં આવેલ છે. પ્રતિનું પરિમાણ ૨૬.૫ ૪ ૧૧.૫ સેન્ટીમીટર છે. પ્રતિને લેખન સમય વિક્રમ સંવત ૧૪૭૩/ઈ. સ. ૧૪૧૭ છે. સુવાચ્ય અક્ષરે લખાયેલી આ પ્રતિ પ્રાયઃ શુદ્ધ છે. પાઠતુલના અથે આ જ ભંડારની બીજી ૮૬ ૦૧ નંબરની પ્રતિને ઉપયોગ કર્યો છે, જેનું પરિમાણ ૨૪ x ૯.૯ સેન્ટીમીટર છે અને લીપી–સમય વિક્રમને સોળમો રોકે છે. પ્રથમ પ્રતિ વિ. સં. ૧૪૭૩ (ઈ. સ. ૧૪૧૭)માં લખાયેલી હેઈ આ રચના તે વર્ષ પૂર્વની નિશ્ચિત થાય છે. આ સિવાય આ રચનામાં તેજપાળ મંત્રીએ વસાવેલ તેજલપુર (જીર્ણદુગ કિવા ઉપરકેટ નીચેના શહેર) તથા તેમાં રહેલ મંત્રી કારિત પાર્શ્વનાથ મંદિરને, તેમ જ ગિરનાર પર મંત્રીશ્વર વસ્તુપાળે કરાવેલ શત્રુજયાવતાર એવં અષ્ટાપદાદિ મંદિરને ઉલેખ હેઈ સાંપ્રત કૃતિ ઈ. સ. ૧૨૩૨ બાદ જ બની હેવી ધટે. આથી પણ સૂક્ષ્મતર કાળનિર્ણય માટે એક બીજો મુદ્દો પણ છે. “શ્રી શત્રુંજય મહાતીર્થત્યપરિપાટિકા” અપનામ “શ્રી પુંડરિક શિખરી તૈત્ર”; જો કે તેમાં કર્તાનું નામ નથી આપ્યું છતાં વનિ, સંધટન તથા આકાર-પ્રકારમાં આને ખૂબ જ મળતી આવતી રચના છે. પ્રસ્તુત કૃતિને રચનાકાળ પ્રા. મધુસૂદન ઢાંકીએ ઈ. સ. ૧૩૦૫ અને ૧૩૨૦ વચ્ચે હોવાને નિર્ણય કર્યો છે. પ્રસ્તુત બને કૃતિઓ એકકક હેવાને પૂરે સંભવ હેઈ, તેમ જ બન્ને એક જ પ્રતિમાં ઉપલબ્ધ થઈ હેઈ, સાંપ્રત રચનાને ઈસ્વીસનના ચોદમા શતકના પ્રથમ ચરણમાં મૂકવામાં કોઈ આપત્તિ નથી. રચયિતાએ પિતાના ગ૭ કે ગુર્વાદિક વિશે કશું કહ્યું નથી, પરિપાટીને અંતે ૨૧મા શ્લોકમાં “સેચઃ સૌ તમોષિત વનો ?િ આ પ્રમાણે કર્તાએ પોતાના નામનો ઉલલેખ શ્લેષપૂર્વક કરેલ હેવાથી કર્તાનું નામ “વિજયચન્દ્રસૂરિ” હેવાનું નિશ્ચિત થાય છે. વિજયચન્દ્ર” નામવાળા ચારેક સૂરિઓ મયકાળમાં થઈ ગયા છે. સમયની દષ્ટિએ એ સૌ સાંપ્રત કૃતિના સંભાવ્ય કાળથી ઠીક ઠીક પૂર્વે થઈ ગયા હોઈ આ સ્તોત્રના કર્તા કઈ અઘાવધિ અજ્ઞાત વિજયચન્દ્ર જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy