SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શ્રીવિજયચંદ્રરિવિરચિત ભાષાતર ૧. રામતીના મનરૂપી સરેવરમાં રાજહંસ સમાન, યાદવકુળના શણગાર નેમિ જિનેશ્વરે પિતાના ચરણકમળથી જે ગિરિરાજને અલંકૃત કર્યો છે, તે રૈવતગિરિની હું સ્તુતિ કરું છું. ૨. તેજલપુર (હાલનું જૂનાગઢ) મુકુટસમાન શ્રી પાર્શ્વનાથ તથા ખેંગારદુર્ગ (ઉપરકોટ, અસલી જૂનાગઢ)ના તિલકસમાન વૃષભ આદિ જિનેશ્વરે જેની તળેટીમાં નિર્મળ પુણ્યને પુષ્ટ કરે છે તે ઉજજયન્તગિરિ વિજય પામો. ૩. બે જન ઊંચા જેના શિખર ઉપર આકાશને સ્પર્શ કરતી, ચન્દ્ર સમાન ઉજજવળ જિન મંદિરની શ્રેણિ એકઠા કરેલા પુણ્યરાશિની જેમ શોભે છે. ૪. જ્યાં સુવર્ણના દડકલશ અને આમલસાર વડે શ્રેષ્ઠ ઉ¢ગ નેમિનાથનું મંદિર દેવાંગનાઓ અને વિદ્યાધરીઓને હર્ષ પ્રમાડે છે. ૫. જ્યાં પ્રાણુઓ વડે નમસ્કાર કરાયેલી પ્રભુની પાદુકા નખના અગ્ર ભાગ વડે પાપના સમૂહને દૂર કરીને કપાળરૂપી ફલકમાં પુણ્યને અંકિત કરે છે. ૬. ત્રણે લેકના લોચનને લોભાવનાર નેમિજિનેશ્વરનું જ્યાં દર્શન થવાથી ચિત્ત પ્રસન્ન થાય છે અને દુઃખને સમૂહ દૂર થાય છે. ૭. વિશાળ રાજ્યને જીણું તૃણની જેમ તજીને પિતાના વિરહના દુઃખથી વ્યાકુળ એવા પણ બંધુજનેને ત્યાગ કરીને ત્રણ ભુવનને અભયદાન આપનારી દીક્ષા નેમિ પ્રભુએ જ્યાં સ્વીકારી છે. ૮. લોક અને અલોકને પ્રકાશિત કરવાના સ્વભાવવાળું તથા જગતના જીવને આનંદિત કરવામાં નવા મેઘ (પહેલી વર્ષા) સમાન કેવળજ્ઞાન નેમિનાથ ભગવાને જ્યાં પ્રાપ્ત કર્યું. ૯. જ્યાં પાંચસો છત્રીસ મુનિવરો સાથે એક માસનું અનશન કરી નેમિનાથ પ્રભુ મોક્ષરૂપી અદ્દભુત સ્થાનને પામ્યા. ૧૦, જિનેશ્વરનાં બિબોથી ભરેલા વાસવશંડપ (ઇન્દ્રમંડ૫)માં રહેલા નેમિનાથના સ્નાત્રમeત્સવમાં તત્પર બનેલા ભવ્ય પ્રાણીઓ જ્યાં હજાર નેત્રવાળા હોય તેમ આનંદિત બને છે. ૧૧. સઘળી નદીઓનું જ્યાં આગમન થયું હોય તે, હંમેશાં અમૃત સમાન પાણી વડે રમ્ય, ગજેન્દ્ર પદ નામને કંડ શોભે છે. ૧૨. અષ્ટાપદાવતાર વિગેરે શ્રીવાસ્તુપાલકારિત પ્રશંસનીય મંદિર (સમૂહ)માં જ્યાં પ્રથમ જિનેશ્વર બિરાજમાન છે. ૧૩. સિંહના આસન પર બેઠેલી, ઉત્તમ સુવર્ણ સમાન કાન્તિયુક્ત શરીરવાળી નેમિનાથના ચરણ કમલમાં ભમરી સમાન આચરણ કરનારી અંબિકાદેવી જ્યાં સંઘની રક્ષા કરે છે, ૧૪. નેમિજિનેશ્વરના ચરણકમળથી પવિત્ર બનેલ અવલેકન શિખરને જ્યાં જઈને ભવ્ય છે પિતાનાં નેત્રોને કૃતકૃત્ય બનાવે છે. ૧૫. જાંબુવતીના ઉદરરૂપી કંદરામાં સિંહના બાળક સમાન શાંબે જ્યાં તારૂપી તીક્ષણ નો વડે સંસારરૂપી હસ્તીના કુંભાસ્થળને ભેદીને મુક્તિસુખ (મેતી સમાન નિર્મળ સુખ) પ્રાપ્ત કર્યું. ૧૬. સિદ્ધિરૂપી સ્ત્રીમાં આસક્ત હૃદયવાળા રુકિમણીના પુત્ર (પઘુને) (મુનિ પદ પામ્યા પછી જેના શિખર ઉપર આત્માને નિર્મળ કરનાર તપશ્ચર્યા કરી મુક્તિસુખ પ્રાપ્ત કર્યું. ૧૭. તેજસ્વી દીપકની જયોત સરખી અનેક ઔષધીઓના સમુદાય જ્યાં શોભે છે તથા “ધંટાક્ષરા' નામની તાપને દૂર કરનારી શિલાથી જે પર્વત શોભી રહ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy