SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન પુષ્પાંજલિ માર્ગદર્શન પ્રમાણે “ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજય સ્મૃતિગ્રંથ'માં પ્રગટ કરવામાં આવેલ છે. ૧૫૨ ઉપાધ્યાયજી મ. સાહેબને વિદ્યાના અવતાર કહીએ તો પણ ચાલે, કા૨ણ કે તેમના કાળમાં તેમણે વિદ્યાનો એટલો બધો ફેલાવો કર્યો કે સામાન્ય જનતા પણ વિદ્યાવ્યાસંગી બની હતી કે જે સંસ્કૃત તેમ જ ન્યાયપદ્ધતિથી વાત કરી શકતી હતી. ન્યાય-વ્યાકરણ, કાવ્ય, કોશ, ધર્મશાસ્ત્ર, યોગ વગેરે કોઈ પણ વિષય એવો ન હતો કે જેમાં ઉપાધ્યાયજી મહારાજે કંઈ ને કંઈ ન લખ્યું હોય. બીજા ગ્રંથકારોના સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનાં ગુજરાતી હિંદીમાં ભાષાંતરો થાય ત્યારે ઉપાધ્યાયજી મહારાજના ગુજરાતી ભાષાત્મક ‘દ્રવ્યગુણપર્યાયના રાસ'નું સંસ્કૃતમાં ભાષાંતર થયું હતું એ તેમની ‘અપૂર્વ ગ્રંથકાર’ તરીકે સાબિત કરતી વિશિષ્ટતા છે. ઉપાધ્યાયજી મહારાજે સાહિત્ય દ્વારા જૈનશાસનનો બહોળો ફેલાવો અને કુમતવાદીઓના હઠાગ્રહનું સુંદર શૈલીમાં નિરસન કર્યું છે. આજથી લગભગ ત્રણસો વર્ષ પૂર્વેનો તે મહાપુરુષનો કાળ એવો હતો કે જો તેમના જેવા વિદ્વત્તાપૂર્ણ પુરુષ ન પાક્યા હોત તો જૈન સમાજની શી પરિસ્થિતિ હોત તેની કલ્પના સરખી પણ ન આવી શકે. તેઓશ્રીએ જૈન સમાજને સધ્ધર બનાવવામાં અને ઉન્નત રાખવામાં મહાન ભોગ આપ્યો છે અને ગ્રંથરત્નોનો મોટો વારસો આપ્યો છે. ઉપાધ્યાયજી મહારાજે તર્ક, આગમ, અધ્યાત્મ અને યોગના વિષયમાં સેંકડો વિદ્વદ્ભોગ્ય ગ્રંથોની રચના કરી છે. એટલું જ નહીં પણ પદો, સજ્ઝાયો, સ્તવનો, સ્તુતિઓ, રાસાઓ વગેરે બાલોપભોગ્ય ગુજરાતી સાહિત્યની રચના કરવાનું પણ તેઓ ચૂક્યા નથી. શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી આ ત્રણેય રૂપ જૈનદર્શનમાં નવીન ન્યાયની શૈલીમાં ગ્રંથસર્જન કરનાર તરીકે આદિ કે અંતરૂપ અદ્યાપિપર્યંત તેઓ જ છે. યોગવિષયના પ્રથમ વિવેચનકાર વિરહાંકિત ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા શાસ્ત્રકાર ભગવાન પૂ. શ્રી હરિભદ્રસૂરિજી થયા. તેમનાં વચનોના ભાવને ઊંડાણપૂર્વક સમજી તેમના ગ્રંથોની ટીકા તેમ જ સ્વતંત્ર પ્રકરણો રચનાર ઉપાધ્યાયજી મહારાજ જ છે તેથી તેમનું લઘુહિ૨ભદ્ર નામ સંપૂર્ણ સ્વરૂપે અન્વર્થક છે. કલિકાલસર્વજ્ઞશ્રીહેમચંદ્રસૂરિજી પછી મહાસામર્થ્યશાળી વિદ્વાનોની ગણનામાં ઉપાધ્યાયજીની તુલના કરી શકે તેવા મહાવિદ્વાન્ જાણવામાં કે સાંભળવામાં આવ્યા નથી તેથી તેમને દ્વિતીયહેમચંદ્ર કહેવામાં પણ કંઈ અતિશયોક્તિ થતી નથી. વિદ્યાધામ કાશીમાં રહી વિદ્યાભ્યાસ કરતી વખતે એક દુર્જય પં૰ શિરોમણી વાદ કરવા માટે આવી ચડ્યા. તેમને વાદમાં જીતવા માટે કાશીનગરના સમસ્ત વિદ્વાનોનું સામર્થ્ય સરી પડ્યું ત્યારે ગુર્વાશા મેળવી પૂ ઉપાધ્યાયજીએ જીત મેળવી તેથી કાશીના વિદ્વાનોએ ભેગા મળી “ન્યાયવિશારદ” બિરુદ આપ્યું. ત્યારબાદ કાશીમાં જ વિદ્યાભ્યાસ કરતાં કરતાં બે લાખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012011
Book TitleGyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Vasantlal M Doshi
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages188
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy