SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન પુષ્પાંજલિ કાશીમાં ભણી—રહી શું ઘાસ વાઢ્યું ?' ઉપાધ્યાયજી મ તે સમયે તો ચૂપ રહ્યા પણ બીજે દિવસે સાયનો અવસર પામી આદેશ માગી સજ્ઝાય કહેવા માંડી. વખત ઘણો વીતવા માંડ્યો. બધા ૧૫૧ અકળાયા પણ ઉપાધ્યાયજી મહારાજે । સઝાય બોલવી ચાલુ જ રાખી. ટકોર કરનાર ટકોર કરવામાં ઉતાવળા હોય છે તેમ અકળાઈ જવામાં પણ સહુથી આગળ હોય છે. એટલે જેમણે આગલા દિવસે ટકોર કરી હતી તે જ શ્રાવકે કહ્યું કે, ‘હવે ક્યાં સુધી ચાલશે ?’ જવાબમાં ઉપાધ્યાયજી મ. શ્રી એ કહ્યું કે—‘કાશીમાં ૧૨ વર્ષ સુધી વાવેલા ઘાસના આ તો પૂળા બંધાય છે.' આથી ટકોર કરનાર શ્રાવક ઝંખવાણા પડ્યા અને ક્ષમા યાચી તેમની વિદ્વત્તાની સ્તુતિ કરવા લાગ્યા. આવો જ પ્રસંગ અમદાવાદમાં ‘ભગવતીજી સૂત્ર' ઉપરની સઝાય માટે બન્યો છે. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિજી, ઉદયનમંત્રી, મહારાજા કુમારપાલ, વસ્તુપાલ-તેજપાલ આદિના સુવર્ણમય જીવનથી જ્વલંત અને નવાંગી ટીકાકારશ્રી અભયદેવસૂરિ મહારાજથી આરાધનાપ્રાપ્ત આરાધ્યદેવશ્રી સ્થંભનપાર્શ્વનાથના નામે સ્થંભનઉર તરીકે પ્રસિદ્ધ થયેલ ખંભાત શહેરમાં ઉપાધ્યાયજી મહારાજ એક વખત વ્યાખ્યાન આપી રહ્યા હતા. સભા તેઓશ્રીની અમૃતવાણી સાંભળવામાં એકતાન હતી. ઉપાધ્યાયજી મહારાજના વિદ્યાગુરુ એક વખત ખૂબ જ દરિદ્રાવસ્થામાં આવી ગયેલા અને પોતાના શિષ્ય ઉચ્ચ કોટિના વિદ્વાન અને પ્રખર વ્યાખ્યાતા બનેલ છે એમ જાણી તેમની શોધ કરતાં કરતાં ખંભાતમાં બરાબર ચાલુ વ્યાખ્યાનમાં જ આવી પહોંચ્યા. ઉપાધ્યાયજીએ એકદમ તેમને ઓળખી લીધા અને તેમને જોતાંની સાથે જ પરિસ્થિતિનું માપ કાઢી લીધું અને પોતાની અમૃતરસભરી વાણીનો પ્રવાહ એકદમ વિદ્યાની મહત્તામાં ફેરવ્યો અને અંતે જણાવ્યું કે મારામાં આજે જે કંઈક અંશે પણ વિદ્વત્તા કે વક્તૃત્વ જોઈ શકો છો તે આ આગંતુક મહાનુભાવનો જ પ્રભાવ છે એમ જણાવી વિદ્યાગુરુની ઓળખાણ આપવા સાથે જ્ઞાન, જ્ઞાની તથા જ્ઞાનનાં સાધનોનું બહુમાન સૂચવતું એવું અસરકારક વ્યાખ્યાન આપ્યું કે જેના પ્રભાવે પોરિસિ ભણાવવાના સમયે ત્યાં બેઠેલા દરેક શ્રાવક-શ્રાવિકાઓએ પોતે પહેરેલાં સુવર્ણનાં આભૂષણોનો ગુરુદક્ષિણા માટે ઢગલો કરી દીધો. આવા જૈન શાસનના શિરતાજ મહાગુરુ તેમના ય ગુરુના ચરણોમાં ધરી દીધા જે (તદ્દન સસ્તો જમાનો જેમાં શુદ્ધ ઘી ૧ રૂા.નું ૨૧ શેર અને ઘઉં ૧ રૂા.ના ૧૬૧ શેર મળતા હતા તેવા જમાનામાં) રૂા. ૭૦ હજારની કિંમતના થાય. આજે જેના ચારસો-પાંચસો ગણા ભાવની દૃષ્ટિએ કેટલું બધું મૂલ્ય ગણાય ! આ મહાપુરુષે પ્રાચીનકાળની પદ્ધતિએ આત્મપ્રશંસા નહીં ક૨વાના કારણે કે બીજા કોઈ કારણે પોતે પોતાના જીવનનો ક્યાંય ઉલ્લેખ સરખોય કર્યો નથી. તેમના શિષ્યોમાંના પણ કોઈએ કર્યો નથી. માત્ર તેઓશ્રીના સમકાલીન પૂ કાંતિવિજયજીએ ‘સુજસવેલી ભાસ’ નામનો ગ્રંથ રચ્યો છે તેના ઉપરથી જે કાંઈ સ્પષ્ટાસ્પષ્ટ બીના મળી તેમ જ તેમના બનાવેલા ગ્રંથોના આધારે તેમાં સૂચવ્યા પ્રમાણે જે કાંઈ બીના મળી તે સન્ ૧૯૫૭માં યશોભારતી પ્રકાશન સમિતિ તરફથી સાહિત્યસેવામાં અને જેમણે પ પૂ ઉપાધ્યાયજી મ૰ શ્રીના સાહિત્ય પ્રત્યે અતિરસ ધરાવ્યો છે, અતિસૂઝ છે તે પ પૂ યશોવિજયજી (હાલ પ. પૂ આ શ્રીમદ્ યશોદેવસૂરીશ્વરજી) મ. સાહેબના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012011
Book TitleGyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Vasantlal M Doshi
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages188
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy