SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૪)*- ---- ----- ------*--*( જ્ઞાન પુષ્પાંજલિ ) જૈન તત્ત્વજ્ઞાનના પાઠો શીખવી શ્રદ્ધાળુ વિદ્વાનો તૈયાર કરનારી જૈન સંઘની કાશીનગરી શ્રીમદ્યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણા KT સ્થાપના : વિ. સં. ૧૯૫૪ કારતક સુદિ ૩ પ્રેરણા : ન્યાયવિશારદ પૂ. પાદ મુનિરાજશ્રી દાનવિજયજી મ. સાહેબ (પંજાબી) - સૌમ્યમૂર્તિ પૂ. પાદ મુનિરાજશ્રી રવિસાગરજી મ. સાહેબ સંસ્થાપક : શ્રુતજ્ઞાનપ્રેમી, ધર્મવીર, સુશ્રાવક શ્રી વેણીચંદભાઈ સુરચંદભાઈ–મહેસાણા સુશ્રાવકશ્રી વેણીચંદભાઈ પર્વાધિરાજ પર્યુષણ પર્વના દિવસો હતા. ગુરુભગવંતશ્રીના મુખેથી મહેસાણા શ્રી સંઘના ઉપાશ્રયમાં શાસ્ત્રશિરોમણી કલ્પસૂત્ર શ્રવણનો પ્રસંગ હતો. નગરના અગ્રણી એક શ્રાવક જિનવાણી શ્રવણ કરવા પ્રવચન સ્થળે પધાર્યા પણ... આસન ગ્રહણ કરતાની સાથે જ એમની નજર પોતાના હાથની આંગળી તરફ ગઈ અને એ ચમકી ઊઠ્યા કારણ કે આંગળી ઉપરની બહુમૂલ્ય સુવર્ણમુદ્રિકા(વીંટી) પ્રવચન શ્રવણાર્થે આવતાં માર્ગમાં જ ક્યાંક પડી ગઈ હતી. એ મૂલ્યવાન મુદ્રિકા શોધવા જવાનો વિકલ્પ મનમાં પ્રગટ્યો ન પ્રગટ્યો ત્યાં જ એ શ્રુતરસિક શ્રાવકે નિર્ણય કરી લીધો કે જે કલ્પસૂત્રનું શ્રવણ સકલ કર્મક્ષયનું સામર્થ્ય ધરાવે છે એને છોડીને ભૌતિક મૂલ્ય ધરાવતી સુવર્ણમુદ્રિકા શોધવા જવું જ નથી. આ દેઢ સંકલ્પ પૂર્વક એક ચિત્તથી કલ્પસૂત્ર શ્રવણમાં મગ્ન થયા. આ શ્રુતધર્માનુરાગી શ્રાવક હતા. મહેસાણાની શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાના સંસ્થાપક શ્રેષ્ઠિવર્ય શ્રી વેણીચંદભાઈ સુરચંદભાઈ. ૧૦૯મા વર્ષમાં પ્રવેશ મહેસાણા જીલ્લાના કનોડાગામની પુણ્યધરતી ઉપર માતા સોભાગદેની કુક્ષિથી જન્મધારણ કરનાર સમર્થ શ્રતધર મહાપુરુષ પૂ. પાદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મ. સાહેબના પુણ્ય નામથી શરૂ થયેલી અને મહેસાણા પાઠશાળાના હુલામણા નામથી શ્રી સંઘોમાં જાણીતી બનેલી આ પાઠશાળાએ વિ. સં. ૨૦૬રના કારતક સુદિ ૩ ના પુણ્ય દિવસે “૧૦૯મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012011
Book TitleGyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Vasantlal M Doshi
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages188
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy