SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાલયની વિકાસકથા કેટલાકે કહ્યું. પણ વળતર લીધા વગર જ કામ કર્યું છે; આમાંના કેટલાક સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાથીઓ હતા. આ બધાની નામાવલી જુદા પરિશિષ્ટમાં આપવામાં આવી છે. - આમાં સને ૧૯૩૭થી (રરમા વર્ષથી વિદ્યાલયના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે અને સને ૧૯૪૬થી (૩૧ મા વર્ષથી વિદ્યાલયની પહેલી શાખાની અમદાવાદમાં સ્થાપના થઈ ત્યારથી) વિદ્યાલયના મહામાત્ર તરીકેની જવાબદારી મૂકપણે સંભાળી રહેલ શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરાની સેવાઓ ને વીસરી શકાય એવી છે. સંસ્થાના વ્યવસ્થાતંત્રને સુસ્થિત, સ્વચ્છ અને સુઘડ રાખવામાં તેઓ સદા સજાગ અને પ્રયત્નશીલ રહે છે. વિદ્યાથીઓના ભલા માટેની એમની એક વડીલને છાજે એવી લાગણી અને જાગૃતિ અને વિદ્યાર્થીવર્ગની એમના પ્રત્યેની આદરભરી પ્રીતિ અને ભક્તિ એમની નિષ્ઠાભરી દીર્ઘકાલીન સેવાઓ માટે અંજલિરૂપ અને બીજાઓને માટે દાખલારૂપ બની રહે એવી છે. નામનાની કામના અને સ્વાર્થ સાધવાની લાલસાથી દૂર રહીને, શાંત, એકાગ્રભાવે, ત્રણ ત્રણ દાયકા સુધી એક જ સ્થાને આ રીતે ધર્મ બુદ્ધિથી કામગીરી બજાવવી; એ કંઈ સહેલી વાત નથી. અંતમાં કર્તવ્યનિષ્ઠાની લાગણી સતત જાગતી હોય તે જ થઈ શકે એવું આ કાર્ય છે. શ્રી કેરા સાહેબ સાવ સહજભાવે એ કાર્ય બજાવી શકે છે અને એમાં આનંદ અને આત્મસંતોષને અનુભવ કરી શકે છે, એ એમની વિશેષતા છે. જાણે સંસ્થાના પ્રેરક મહાપુરુષના છૂપા આશીર્વાદ કામ કરતા હોય એમ વિદ્યાલયના સંચાલન અને વિકાસ માટે જરૂરી એવી બધી અનુકૂળતાઓ વિદ્યાલયને મળતી રહે છે; અને એને લીધે સંસ્થાનું કારોબારી વ્યવસ્થાતંત્ર ખૂબ સંતોષકારક રીતે પિતાની કામગીરી બજાવતું રહે છે. સંસ્થાની યશસ્વી અને ગૌરવશાળી કારકિદી આવા સમર્થ અને સુસ્થિર વ્યવસ્થાતંત્રને જ આભારી છે. T T T U D D D D D D D D D D D D D D D D D D D n m n m d. ધર્મ-શિક્ષણની સાચી વ્યવસ્થા કેળવણીને કાંઈ મર્યાદા નથી. જગત આખું જ મહાવિદ્યાલય છે. માણસને જિંદગીની આખર સુધી નવું નવું શીખવાનું મળે છે, એટલે કેળવણીનો કઈ અંત નથી. સમયને અનુકૂળ જ્ઞાન મેળવવું એ ધર્મ છે. આ સંસ્થામાં જૈન ધર્મના શિક્ષણની વ્યવસ્થા છે એ સારી વાત છે. આજની કેળવણીમાં ધર્મને સ્થાન નથી એમ કહીએ તો ચાલે. એથી ઘણી મુસીબતો પેદા થાય છે. માત્ર ભરણ-પોષણને ખાતર જ કેળવણું લેવી એ સામાન્ય વસ્તુ છે. માનવીના જીવનની કિંમત શું છે? દેહ અને આત્માને શું સંબંધ છે? તે બધી વસ્તુઓનું જ્ઞાન ન હોય તો ગ્રેજ્યુએટ થવા છતાં બધું નકામું છે. - અજ્ઞાન માણસને ખડકી કે દરવાજો દેખાતો નથી. જ્ઞાન એ દીપક છે. એટલે જ્ઞાન તો મેળવવું જોઈએ. નહીં તે પેટ તે જાનવરે પણ ભરે છે. પરંતુ મનુષ્યમાં જે વિશેષતા છે એ મનુષ્ય ન ઓળખે તો એને મળેલું જ્ઞાન નકામું છે. આ વિદ્યાલયમાં જૈન ધર્મનાં મૂળ તો જાણવાની વ્યવસ્થા છે એ વિશેષ અગત્યની વસ્તુ છે. એવી સાચી વિદ્યા મળે તે સખાવત કરનારને પણ સંતોષ થાય. ( તા. ૨૯-૧૨-૧૯૪૬ના રાજ, અમદાવાદ શાખાનાં ઉદ્ધાટન તથા શેઠ શ્રી ભોળાભાઈના ખસ્ટના અનાવરણ પ્રસંગે, સરદાર શ્રી વલ્લભભાઈ પટેલે કરેલ પ્રવચનમાંથી ). D D D D D ] 0 ] ] 1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy