SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ જ: બવસ્થાત ૭ સર્વાનુમતે તે રિપોર્ટ પર હરાવ કર્યો કે “ રિપોર્ટ ઉપર વિચાર કરતાં શ્રી મહાવીર જેત વિદ્યાલમના કેટલાક વિવાથી એ દાકારી લાઈનને અભ્યાસ કરે તે બાબતમાં કમીટીને કાંઈ પણ ફેરફાર કરવાની જરૂર લાગતી નથી.’ આ ચર્ચા ચાલતી હતી તે વખતે સંસ્થાનાં મકાન બાંધવાનું કામ ચાલતું હતું. ચર્ચા ઉગ્ર વરૂપ કે ખોટો આકાર ન લે તે જોવાનું કાર્ય વ્યવસ્થાપક સમિતિનું હતું. કાંઈક ચિંતા ઉપજાવે તે આ પ્રસંગ વ્યવસ્થાપક સમિતિએ પાર પાડ્યો તેની નોંધ આ ઈતિહાસમાં લીધા વગર રહીએ તો ઈતિહાસ અધૂરી રહી જાય, બાકી તે વખતે સંસ્થાને અંગે કેટલીક અટપટી ટીકાઓ થઈ હતી. અને સંસ્થાનું વહાણ ડામાડોળ સ્થિતિમાં આવી ગયું હતું. અંતે સર્વ ઠીક થઈ ગયું અને ચાલુ નિર્ણય કરેલી પરિસ્થિતિને તાબે થવામાં સમાજનું હિત અને શ્રેય છે તે વાત કાયમ રહી, અને સંસ્થા તરફ ઉલટી કરુચિ વધી એ વાત નોંધ કરવા લાયક છે. આ ચર્ચાને અંગે સંસ્થાના રિપોર્ટમાં ઘણી જ ટૂંકી નોંધ લેવામાં આવેલી છે અને દફતરે પણ બહુ અલ્પ હકીકત છે, એ વાત ઘણું અર્થસૂચક છે.” આ મુસીબત સંસ્થાને જોખમમાં મૂકી દે અને કાચાપોચા સંચાલકમાં મતભેદ તેમ જ મનભેદ ઊભું કરી દે એવી વિલક્ષણ હતી. આવી કટોકટીના વખતે વ્યવસ્થાપક સમિતિના સભ્ય અને સામને આવા સર્વસંમત નિર્ણયથી કરી શક્યા એ તેઓમાં રહેલ સમાજસેવાની ધગશ, સંઘભાવના, દીર્ઘ દષ્ટિ, શાણપણ, ઠરેલપણું, દઢતા અને સત્ત્વશાળી હીરનું સૂચન કરે છે. આ શક્તિઓના બળે જ સંસ્થા આ અગ્નિપરીક્ષામાંથી સોપાંગ પાર ઊતરી શકી અને, ઉપર સૂચવ્યું છે તેમ, વધારે લોકપ્રિય બની શકી. સમાજનું અને ખાસ કરીને ઊછરતી પેઢીનું એ સદ્ભાગ્ય હતું. સંસ્થાને કારોબાર જેમ બિલકુલ ધેરણસર ચલાવવાનો આગ્રહ રહે તેમ તેમાં કરકસર કરવા તરફ પણ પૂરતું ધ્યાન આપવામાં આવતું. આની થેડીક વિગતે હવે પછીના પ્રકરણમાં (પાંચમા પ્રકરણમાં ખર્ચ માટે સંચાલકોની ખબરદારી” એ મથાળ નીચેના લખાણમાં) આપવામાં આવી છે. આના અનુસંધાનમાં અહી એ જણાવવું ઉચિત લાગે છે કે કરકસરની દષ્ટિએ ૧૫ વર્ષ સુધી સંસ્થાને હિસાબ તપાસવા માટે માનદ એડિટરોની નિમણૂક કરવામાં આવતી હતી. શ્રી નરોત્તમદાસ ભગવાનદાસ શાહ તથા શ્રી મોહનલાલ ખેડીદાસ શાહે શરૂઆતમાં દસ વર્ષ સુધી સહર્ષ આવી નિઃસ્વાર્થ સેવા બજાવી હતી. તે પછી શ્રી ચિમનલાલ મોતીલાલ પરીખ અને શ્રી ચંદુલાલ સારાભાઈ મોદીએ આવી સેવા આપી હતી. ૧૬મા વર્ષથી નરેરિયમ આપીને અધિકૃત ઓડિટરે પાસે હિસાબની તપાસણી કરાવવાનું શરૂ કરવામાં આવ્યું. કુશળ સંચાલકે અને ઉદાર સહાય મેળવવામાં જેમ વિદ્યાલય ભાગ્યશાળી રહ્યું છે, તેમ સંસ્થાના બંધારણને અને વ્યવસ્થાપક સમિતિના નિર્ણયને અમલી બનાવીને સંસ્થાના કારોબારને ખૂબ દીપાવી શકે એવા ભાવનાશીલ અને કાર્યકુશળ સુપરિન્ટેન્ડેન્ટ અને ગૃહપતિઓ મેળવવાની બાબતમાં પણ એકંદરે એ ભાગ્યશાળી રહ્યું છે. સુપરિન્ટેન્ડેન્ટ કે ગૃહપતિ તરીકેની સાચા દિલથી ફરજ બજાવનાર મહાનુભાવમાં ૪ ૧૧મા રિપોર્ટ (પૃ. ૨૨)માં જણાવ્યા મુજબ આ ઠરાવમાં આ પ્રમાણેનું વાક્ય પણ મૂકવામાં આવ્યું હતું: “કમિટીએ ઉપરની બાબતની ચર્ચામાં ઊતરવું નહીં.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy