SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ વિદ્યાલયની વિકાસકથા શ્રી આત્મારામજી મહારાજની વિદ્વત્તા વિદ્વાનેામાં માગ મુકાવે એવી હતી. તેના રામરામમાં જૈન સંઘના અભ્યુદયની ભાવના ધબકતી હતી, અને તેએ આગામી યુગનું સ્પષ્ટ દર્શન કરી શકતા હતા. તે ધમાઁ ધામિવિના ।-ધમ પેાતાનું અસ્તિત્વ એના અનુ. ચાયીઓમાં જ ટકાવી શકે છે—એ વાતનું હા તેએશ્રી ખરાખર સમજતા હતા. અંગ્રેજોના શાસનકાળ દરમ્યાન ક્રાંતિ કહી શકાય એટલું વ્યાપક પરિવર્તન સમાજવ્યવસ્થામાં પ્રવેશી ગયું હતું; અને પેાતાના વસ્વને ટકાવી રાખવા માટે દરેક વ, જ્ઞાતિ અને સમાજે વ્યાપક વિદ્યાધ્યયનને આશ્રય લીધા વગર ચાલવાનું ન હતું. અગમચેતી વાપરીને આ દિશામાં વહેલાં પ્રયત્નશીલ થનાર સમાજ વહેલા શક્તિશાળી અને સમૃદ્ધ બની શકવાને હતાઃ આત્મારામજી મહારાજની ચકાર બુદ્ધિએ આ વાત બરાબર સમજી લીધી હતી. અને તેથી જ જૈન સમાજ વિદ્યાસાધનામાં પછાત ન રહેતાં પ્રગતિશીલ અને એવી એમની તીવ્ર ઝ’ખના હતી, અને પેાતાની ઉત્તરાવસ્થામાં એ માટે પ્રયત્ન કરવાની એમનો તમન્ના પણ હતી. સમાજ તથા વ્યક્તિના વિકાસને માટે જેમ એક બાજુ દેવદિની જરૂર હતી, તેમ બીજી ખાજી સરસ્વતીમંદિની પણ એટલી જ જરૂર હતી, એ રહસ્ય તેએ ખરાખર જાણતા હતા. આ સમાજહિતૈષી આચાર્યશ્રીની વિદ્યાપ્રસારની તીવ્ર ઝંખનાને કંઈક ખ્યાલ ‘નવયુગનિર્માતા' ગ્રંથમાંના (પૃ. ૪૦૯) નિમ્ન પ્રસંગ ઉપરથી પણ મળી રહે છે. એ યાદગાર પ્રસંગ કહે છે કે— k “ જ્યારે આચાર્યશ્રી (વિ. સ’. ૧૯૫૨માં) લુધિયાનામાં બિરાજતા હતા ત્યારે એમના શ્રદ્ધાળુ એક ક્ષત્રિયે એમને કહ્યું : ‘આપ દિરા બનાવરાવી રહ્યા છે એ તે સારું છે, પરંતુ એની શ્રદ્દાપૂર્વક પૂજા કરનારા પેદા કરવા માટે આપે સરસ્વતી-મદિરાની સ્થાપના તરફ્ પણ ધ્યાન આપવું જોઇ એ.’ આના જવાબમાં આયા'શ્રીએ ફરમાવ્યું કે પ્રિય ભાઈ, તમારું કઙેવુ' સાચું છે; હું પણુ આ વાત સમજુ' છું. પરંતુ સૌપહેલાં આમની-શ્રાવકાની શ્રદ્દાને સ્થિર કરવા માટે આ મદિરાની જરૂર હતી; તેથી એ કામ તેા હવે પ્રાયઃ પૂરું થઈ ગયું છે; અને એમાં જે કઈ ખામી છે તે પણ ધીમે ધીમે પૂરી થઈ જશે. હવે હુ` સરસ્વતી-મંદિરની સ્થાપના તરફ જ વિશેષ ધ્યાન આપવાના પ્રયત્ન કરીશ. તે માટે આખા પંજાબમાં ગુજરાતવાલા જ વધારે ઉપયોગી થઈ શકે એમ છે. હવે હું એ બાજુ જ વિહાર કરી રહ્યો છું. જો આયુષ્યે સાથ આપ્યા તે વૈશાખ મહિનામાં સનખતરાની પ્રતિષ્ઠા કરીતે સીધે ગુજરાનવાલા પહેાંચીશ અને પહેલાં આ કામને જ હાથ ધરવાના પ્રયત્ન કરીશ.’ લુધિયાનામાં ઉપરના પ્રસંગ અન્યા તેના આગલે વધે, અખાલાથી વિ. સ’. ૧૯૫૧ના ભાદરવા સુદિ ૧૩ ને સામવારના રાજ, શ્રી આત્મારામજી મહારાજે, મુંબઈમાં શેઠ શ્રી ફકીરચંă પ્રેમચંદ રાયચંદ આદિ સકળ સંઘ ઉપર ખામણાને પત્ર લખતાં, મુંબઈમાં જૈન કલેજ સ્થપાવાની વાત અંગે પેાતાની ખુશાલી દર્શાવતાં લખ્યું હતું કે~~ - શહેર અંબાલા—પૂજ્યપાદ શ્રી શ્રી શ્રી ૧૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વવરજી ( ( આત્મારામજી) મહારાજ્જીના તરફથી ધલાસ વાંચો— “ મુંબઈ. બંદર—શ્રાવક પુણ્યપ્રભાવક દેવગુરુભક્તિકારક શેઠ કરયદ પ્રેમય રાયયદજી વિગેરે સકળ શ્રીસંધ ચેગ્ય—........................ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy