SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ : સ્થાપના અને શરૂઆત સમય વીતતો ગયો તેમ તેમ એક બાજુ જેમ વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય, ઈજનેરી, દાક્તરી, ભૂસ્તરવિદ્યા, કૃષિવિદ્યા જેવા નવા નવા વિષયોના અધ્યયનની જોગવાઈઓ વધતી ગઈ, તેમ બીજી બાજુ એવા વિષયનું અધ્યયન કરનારાઓની સંખ્યામાં પણ વધારે થતો ગયો. આ વિદ્યાર્થીઓ અમુક જ્ઞાતિ, અમુક વર્ણ કે અમુક ધર્મના જ હતા એવું નહીં, પણ એમાં બધી જ્ઞાતિઓ, બધા વર્ષો અને બધાય ધર્મોના છાત્રોને સમાન રીતે આવકાર મળતો હતો. ઉપરાંત, એમાં કન્યાઓને પણ ધીમે ધીમે સ્થાન મળતું જતું હતું. પરિણામે થોડાક દાયકામાં જ વિદ્યાઅધ્યયનના ક્ષેત્રમાં જ્ઞાતિ, વર્ણ કે ધર્મગત વિશિષ્ટતાને કઈ સ્થાન રહેવાનું ન હતું. જેને જે વિષયનું અધ્યયન કરવું હોય તે મુક્ત મને તે વિષયનું અધ્યયન લેશ પણ રોકટોક વગર કરી શકે–એ વિદ્યામુક્તિને નો યુગ શેડાંક વર્ષોમાં જ ઊગવાને હતે. શાસ્ત્રીય તેમ જ બીજી બધી વિદ્યાઓના અધ્યયનની આવી–હિન્દુસ્તાનના શિક્ષણના ઇતિહાસમાં કંઈક અપૂર્વ કહી શકાય એવી–મોકળાશનું સ્વાભાવિક પરિણામ નજીકના ભવિષ્યમાં જ એવું આવવાનું હતું કે, જેમ વિદ્યા-ઉપાર્જન જ્ઞાતિ, વર્ણ, ધર્મ કે પુરુષસ્ત્રી-પણાના પુરાણા વાડાઓથી મુક્ત બનીને સર્વજનસુલભ બનવાનું હતું, તેમ હુન્નરઉદ્યોગ કે વેપાર-વણજ દ્વારા થતું અર્થોપાર્જન પણ વધુ વખત સુધી હવે જ્ઞાતિ, વર્ણ કે ધર્મનિષ્ઠ રહી શકવાનું ન હતું. મોથા વસુધાની જેમ હવે યંત્રપ્રધાન યુગ એ આવવાને હતું કે જે કેઈ નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરે એના ઉપર સરસ્વતી અને લક્ષ્મીદેવીની કૃપા વરસવાની હતી ! આવા સમયમાં એ સમાજ જ પ્રગતિશીલ બની શકવાન હતો કે જેને યુગદ્રષ્ટા જ્યોતિધર મહાપુરુષનું સમયાનુરૂપ માર્ગદર્શન મળે, અને જે એ તિર્ધરની આર્ષ વાણું ઝીલીને પિતાની ઊછરતી પેઢીને વિદ્યા અને હુન્નર-ઉદ્યોગનાં વિવિધ ક્ષેત્રમાં નિપુણ બનાવવા નિષ્ઠાપૂર્વક પ્રયત્નશીલ બને. જૈન સમાજ પિતાના ઉજજવળ ભાવી માટે આવા જ કઈક તિર્ધરના માર્ગદર્શનની રાહ જોતો હતે: એ એ યુગ હતો. [૩] જ્યોતિર્ધરનું યુગદર્શન પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયાનંદસૂરીશ્વરજીઅપરનામ શ્રી આત્મારામજી મહારાજ પંજાબની ધરતીના, સમસ્ત ભારતના ગૌરવ સમા, સપૂત હતા. તે કાળે જેન સંધને તે તેઓ મુખ્ય અધિનાયક જ હતા. એક સમર્થ યુગદ્રષ્ટા તરીકે, આવતા સમયનાં એંધાણ કળી જઈને, જેન ધર્મ અને સંઘના ગક્ષેમ માટે એમણે જે પુરુષાર્થ કર્યો અને જે માર્ગદર્શન આપ્યું એ ઈતિહાસની એક અમર કહાની બની રહે એવાં છે. એમના એ પ્રયત્નનાં મધુર ફળ આજે પણ જૈન સંઘ આસ્વાદી રહ્યો છે–એમના પ્રયત્ન અને માર્ગદર્શનમાં એટલી હરદેશી, કલ્યાણભાવના અને ધર્મની ધગશ ભરેલી હતી. એમને આ ઉપકાર જેન સંઘ ક્યારેય વીસરી શકે નહીં. એ તિધરનું નામ અને કામ સિકાઓ સુધી પ્રેરણા આપતું રહે એવું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy