SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહત્સવ-ગ્રંથ જાય.૩૪ વિશુદ્ધ અંતઃકરણમાં જ્ઞાનને પ્રકાશ આપોઆપ થાય છે. ૩૫ જ્ઞાન બહારથી જ મળે, એવું આપણું ચિત્તમાં વસી ગયું હોવાથી, કઈ મળે ત્યારે, એની જ્ઞાનમાં થયેલ પ્રગતિ જાણવા, આપણે પૂછીએ છીએ કે ન્યાય ભણ્યા? વ્યાકરણ કર્યું? આગમે કેટલા વાંચ્યા ? પણ એ તો જ્ઞાનપ્રાપ્તિનાં બહિરંગ સાધન છે. માત્ર શબ્દ, સૂત્રો કે સિદ્ધાંતને સંગ્રહ એ એક વસ્તુ છે અને ચેતનામાં તે અંકુરિત થઈ પાંગરે તથા તેના ફળ સ્વરૂપ શીલપર્યવસાયી પ્રજ્ઞા જન્મે તે જુદી જ વસ્તુ છે. ગનું રહસ્ય સાધનાથી ખૂલે છે; કેવળ ગ્રન્થાના અધ્યયનથી જ્ઞાનની પૂર્ણતા પ્રાપ્ત થતી નથી. ધારે તે જાણી શકાય તે બધું તમે જાણી લીધું. પછી પણ તમને જણાશે કે એથીય વધુ મહત્ત્વનું કાંઈક તે જાણવાનું હજી બાકી જ છે. વધુ જાણવાની જરૂરિયાત તમને જણાયા જ કરશે; તમે કદીય એને છેડે નહિ મેળવી શકો. શાસ્ત્રવચનને અર્થ કાઢવાની શક્તિ પણ કેવળ ન્યાય-વ્યાકરણના નૈપુણ્યથી નથી પ્રાપ્ત થતી.૩૬ શાસ્ત્રને મર્મ સાધનાથી મળે છે–ભાષાજ્ઞાન અલ્પ હોય તે પણ. “ચિંતનય વિષયમાં દત્તચિત્ત હોય તેને તેવા એક જ પ્રકારના ઉપગને લીધે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ ભાસે છે. એ જ જ્ઞાન આ યોગમાર્ગમાં ઈષ્ટસિદ્ધિનું મુખ્ય અંગ છે. એ જ તત્ત્વજ્ઞાન છે અને તે અસપ્રવૃત્તિથી નિવૃત્તિ કરાવનારું બને છે.”૩૭ જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનાવરણીય અને દર્શન મેહનીય કર્મના ક્ષપશમને અધીન છે, એનું નિમિત્ત મળતાં, શ્રત વિના પણ, જ્ઞાન પ્રગટી નીકળે છે. તત્ત્વજિજ્ઞાસાની જેમ, સાચા જ્ઞાનીની ભક્તિ-અહમાનાદિથી તેમ જ સુયોગ્ય ગુરુની સમર્પિત ભાવે ઉપાસના ૩૪. સુતામાપ મોડ (સુબ્રણા) સુમમાગવૃત્તિતઃ फलं कर्मक्षयाख्यं स्यात्परबोधनिबन्धनम् ॥ –ોગદષ્ટિસમુચ્ચય, બ્લોક ૫૪. ૩૫. समलो न विजानीते, मोक्षमार्ग यथास्थितम् । मलक्षये पुनस्तस्य मोक्षमार्गों यथास्थितः ॥ અત્ર તત્ર સ્થિત ચાષિ, ફોષ પ્રાતે ઉપમિતિભવપ્રપંચ કથા, પ્ર. ૮, શ્લ. ૯૦૩–૪. ૩૬. આ( ન્યાય-વ્યાકરણ)ના અધ્યયન પાછળ મુમુક્ષુએ સમય અને શક્તિ કેટલો ખરચવા આવશ્યક ગણાય? મૂળ ધ્યેયની અપેક્ષાએ શાસ્ત્ર એ ૫ણુ સાધન છે. ભાષા–ન્યાય-વ્યાકરણનું અધ્યયન તે એ સાધનનું પણ સાધન માત્ર છે; શાસ્ત્રવચનેને સમજવા માટે તેનો ઉપયોગ છે. જિંદગીનાં અમૂલ્ય વર્ષે કેવળ આ અધ્યયનમાં ખર્ચાઈ જાય અને સાધક જીવનમાં ઉપયોગી બાબતનું-સાધનાનાં અંગેનું જ્ઞાન મેળવવા માટે પછી અવકાશ ન રહે તે, એ સાધકજીવનની કેવી કરુણતા ગણાય ! ૩૭. " तग्गयचित्तस्स तहोवओगओ तत्तभासणं होइ । एवं एस्थ पहाणं अंगं खलु इसिद्धीए । gયે જી તરના અવવિત્તિવિરવિત્તિયંગળનમ્ ” –ાગશતક, ગાથા ૬૫, ૬ક. ૨૮. "प्रस्तुतबुद्धिधनानां उचितानपानादिसम्पादनपादधावनग्लानावस्थाप्रतिजागरणादिरूपया भक्त्या, चिन्तारत्नकामदुघादिवस्तुभ्योऽपि समधिकादुपादेयपरिणामात् (बहुमानतः), एतेषामेव बुद्धिमतां अप्रदेषाद् (अमत्सराद् ईर्ष्यापरिहारलक्षणात ), प्रशंसातब्ध बुद्धिर्जायते ।" । —ઉપદેશપદ, ટીકા માયા ૧૬૨, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy