SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ સુ. શ્રી અમરેન્દ્રવિજયજી ઃ જ્ઞાન અને સ્વાનુભૂતિ—એક વિચારણા ૯૯ શ્રુત મેળવવાનું બહુમૂલ' સૂચન કર્યું' છે. પછી એ પાંચ ગ્રન્થા હો કે પિસ્તાલીસે આગમા હા કે માત્ર અષ્ટપ્રવચનમાતાનુ' જ જ્ઞાન હા. જો આ કાર્ય ન થતું હાય તા મહાનુ શ્રુત પણ ભારરૂપ સમજાવુ.૩૦ સમિતિ-ગુમિનું જ્ઞાન એટલે શું? જે દયાવાન છે, કરુણા છે, નિ...ભ છે, ગુણગ્રાહી છે, તે ભલે એક પદ જ જાણતા હાય તાયે જ્ઞાની છે.૩૧ સમિતિનું જ્ઞાન એટલે ઈર્યા વગેરે સમિતિ કેમ જોવી, નજર નીચી જ ઢાળેલી રાખવી, ખેલતાં મુહપત્તિ મુખે રાખવી, કે પૂજવુ–પ્રમાજવુ' એટલે' જ માત્ર નહિ પણ એની પાછળ પ્રાણીમાત્ર પ્રત્યેના વાત્સલ્યથી ધખકતું હૈયું જરૂરી છે. સિતિ અને ગુપ્તિને પ્રવચનમાતા કહી. શાથી ? બીજાના સુખમાં પેાતાના હાથે કંઈ ખાધા ન આવે, કાઈને પીડા ન થઈ જાય, એવી કાળજીપૂર્વક જીવવું એ છે સમિતિના પ્રાણ; પ્રવચન (જિનશાસન ) જીવા પરના વાત્સલ્યથી ભરપૂર છે, જીવા પ્રત્યેના વાત્સલ્યમાંથી જન્મેલુ છે, અને જીવા પ્રત્યેના વાત્સલ્યથી ભરપૂર હૈયામાંથી એ ઉભળ્યું છે, માટે સના સુખની હિતની ચિંતાને પ્રવચનની માતા કહી.૩૨ સમિતિપૂર્ણાંકનું જીવન એટલે જગત સાથે પ્રેમ, સહાનુભૂતિ, સહકાર, સહિષ્ણુતાપૂર્વ કના જીવનવ્યવહાર. ગુપ્તિ શું માગે છે ? પરમાં પ્રવૃત્ત થતાં મન, વાણી, દેહને ત્યાંથી પાછાં વાળી એકાંત અને મૌન દ્વારા નિજમાં ઉતારવાની પ્રક્રિયાના અભ્યાસ. આ છે સમિતિ-ગુતિપૂર્ણાંકનું જીવન. અધ્યયન વિના પણ જ્ઞાન પ્રાસ થઈ શકે ? આવું વિશુદ્ધ જીવન હાય અને એની સાથે તત્ત્વદર્શીનની તીવ્ર જિજ્ઞાસા હોય તા જ્ઞાન આપે।આપ પ્રગટે છે. જેનુ' અંતઃકરણ નિર્મળ હેાય તે અલ્પ શ્રુતમાંથી પણ તત્ત્વભૂત વાત ગ્રહણ કરી લે છે.૩૩ સપ્ટેાગવશાત્ શ્રવણ કે વાચનની તક ન મળે, પરંતુ તત્ત્વ પામવાની તીવ્ર જિજ્ઞાસા હાય તા એવી વ્યક્તિને શ્રુત વિના પણ જ્ઞાન પ્રાપ્ત થઈ “ સાર લઘા વિષ્ણુ ભાર કહ્યો શ્રુત, ખર દૃષ્ટાંત પ્રમાણ; '' ૩૦. ૩૧. ૩૨. ૩૩. Jain Education International ચિદાન દજી મહારાજ, निर्वाणपदमप्येकं, भाव्यते यन्मुहुर्मुहुः । तदेव ज्ञानमुत्कृष्टं निर्बन्धो नास्ति भूयसा ॥ —જ્ઞાનસાર, ૫ મું જ્ઞાનાષ્ટક, શ્લોક ૨. प्रवचनस्य प्रसूतिहेतुत्वेन हितकारित्वेन च मातृत्वमवसेयम् । —પાડશક, ૨, શ્લોક ૮, ટીકા, "... ते हि बहिर्बहुश्रुतमपठन्तोऽपि अतितीक्ष्णसूक्ष्मप्रज्ञतया बहुपाठकस्थूलप्रज्ञपुरुषानुपलब्धं तत्त्वમવવુષ્યન્ત કૃતિ । તવુò— स्पृशन्ति शरवत्तीक्ष्णाः स्वल्पमन्तर्विशन्ति च । 13 बहुस्पृशापि स्थूलेन स्थीयते बहिरश्मवत् ॥ For Private & Personal Use Only —ઉપદેશપદ, ગાથા ૧૯૩, ટીકા, www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy