SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ વિદ્યાલયની વિકાસ ' અંહિંસા અને કરુણાની સાધનાને પિતાના જીવનવ્રત તરીકે સ્વીકાર કર્યો હોય તેનાથી તે પિતાના વતન ખંડિત થવા દીધા વગર આવી ભૂલ થઈ જ ન શકે. આચાર્યશ્રીએ આ ભૂલથી ઊગરી જઈને સાધ્વીસમુદાયને અણવિકસિત સ્થિતિમાં રહેવાથી ઉગારી લીધો હતો. " અનેકાંતદષ્ટિના નવનીતરૂપ ગુણગ્રાહક દ્રષ્ટિ, ઉદારતા અને સહિષ્ણુતા એ આચાર્ય મહારાજના જીવનની બીજી વિશેષતા હતી. તેથી જ તેઓ આ. મ. શ્રી જિનદત્તસૂરિજી, આ. ભ. શ્રી બુદ્ધિસાગરસૂરિજી, આ. કે. શ્રી વિજયધર્મસૂરિજી (કાશીવાળા) વગેરે પ્રાચીન -અર્વાચીન આચાર્યોની જયંતીમાં ભાગ લઈ શક્યા હતા અને મુક્ત મને એમનો ગુણાનુવાદ કરી શક્યા હતા. એ જ રીતે સ્થાનકમાગી અને તેરાપંથના સાધુસંતે સાથે પણ તેઓ સ્નેહસંબંધ કેળવી શક્યા હતા, અને જૈનેતર વિદ્વાન, પંડિતો, આગેવાને અને સંતેને સ્નેહ પણ મેળવી શક્યા હતા. જેન સંઘના કુસંપને મિટાવવા માટે એક બાજુ - આ. ભ. શ્રી વિજય પ્રેમસૂરિજી સાથે તો બીજી તરફ મુ. શ્રી ધર્મસાગરજી સાથે વિચાર વિનિમય કરી શકયા અને એ મંત્રણાઓ સફળ ન થતાં પોતાની જાતને તથા શ્રીસ વધુ કડવાશ કે કલેશમાંથી બચાવી શક્યા તે આવા ગુણને લીધે જ. કેઈ આચાર્ય મહારાજ કે સાધુમુનિરાજ ગમે તે ફિરકા, ગચ્છ કે સમુદાયના હોય, છેવટે તો એ ભગવાન મહાવીરના ધર્મસંઘના જ છે એવી વિશાળ દષ્ટિ આચાર્યશ્રીમાં પ્રગટી હતી. તેથી ગમે તે ફિરકા, ગચ્છ કે સમુદાયના સાધુમુનિરાજને તેઓ આત્મીયતાની લાગણીથી જ આવકારતા અને કોઈને જરા પણ માનભંગ થવા જેવું લાગે એવા વર્તનથી હમેશાં દૂર રહેતા. વિવેક, વાત્સલ્ય અને વિનયની રત્નત્રથી આચાર્યશ્રીના સાધુજીવનમાં એવી એકરૂપ બની ગઈ હતી કે ક્યારેય એમનાં વિચાર, વાણું અને વર્તનમાં અભદ્રતાને અંશ પણ જોવા ન મળત. આથી જ તેઓ સમતા અને સ્વસ્થતાપૂર્વક નિર્મળપણે સંયમની આરાધના ' કરી શકતા હતા. આ. ભ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અને એમના સમુદાયના સાથે તે આચાર્ય મહારાજને ખૂબ નીકટને અને આત્મીયતાભર્યો સંબંધ હતો. વિ. સં. ૧૯૯૦ માં અમદાવાદમાં મળેલ મુનિસમેલનને સફળ બનાવવામાં આ બે શાસનપ્રભાવક આચાર્ય મહારાજોને ફાળે કેટલું મહત્વને હતો એ સુવિદિત છે. ' વળી, સંયમને સ્વીકાર કર્યો ત્યારથી તે ૮૪ વર્ષ જેવી પાકટ વયે જીવન સંકેલાઈ ગયું ત્યાં સુધી એમના અંતરમાં તપ, ધર્મકિયાઓ અને ધાર્મિક પ્રસંગે પ્રત્યે જે રુચિ હતી તે ઉપરથી જોઈ શકાય છે કે આચાર્યશ્રીની ધર્મપરિણતિ અંતરતમ અંતર સુધી પહેચેલી હતી; અને છતાં તપ કે ધર્મકિયાઓ પ્રત્યે ઓછો રસ કે આદર ધરાવનાર વ્યક્તિ પ્રત્યે પણ એમને ક્યારેય અણગમે ઊપજતું ન હતું તેથી એમની સાધુતા વિશેષ શોભી ઊઠતી. સામી વ્યક્તિને વાણથી તિરસ્કાર કરવાને બદલે પિતાના વર્તનથી એને વશ કરી લેવામાં જ તેઓ માનતા. - સંપ ત્યાં જ જંપ, અને પિતાને પણ સંપમાં જ શાંતિ મળી શકે–આ વિચારથી - પ્રેરાઈને આચાર્યશ્રીએ ક્યારેય કાતરનું કામ કર્યું નહીં, અને કુસંપ કે વિરોધનું નિવારણું કરીને એકબીજાનાં અંતરને એકરૂપ બનાવવા માટે સોય-દોરાનું કામ કરવાની એક પણ : તક તેઓએ ગુમાવી નહીં. વ્યક્તિઓ વચ્ચેનાં, કુટુંબમાંનાં, જ્ઞાતિમાંનાં તેમ જે સંઘમાંનાં તડાંઓ દૂર કરીને સુલેહસંપ સ્થાપ્યાના સંખ્યાબંધ પ્રસંગે આચાર્યશ્રીની એકતા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy