SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાંજલિ ૧૮૩ સંગઠનની તીવ્ર ઝંખનાની સાક્ષી પૂરે છે. એમના ઉદ્દગારોમાં આ ભાવનાનાં મેતી ઠેરઠેર વેરાયેલાં જોવા મળે છે. - પાલનપુરમાં સંઘમાં મતભેદ છે અને આચાર્યશ્રીને આત્મા કકળી ઊઠયો. જેઠ મહિનાના બળબળતા તાપમાં વિહાર કરવા આચાર્ય મહારાજ તૈયાર થઈ ગયા : કહે, જ્યાં કુસંપ હાય ત્યાં રહેવાનું મારું કામ નહીં. સંઘ તરત જ સમજી ગયા. રાજસ્થાનમાં નિવાસુદીના સંઘમાં ઝઘડો જોઈને આચાર્યશ્રીએ કહ્યું કે તમે ઝઘડો મિટાવે તે જ મારે ગોચરી ખપે! તરત ઝઘડો મટી ગયે. - બુરાનપુરમાં આચાર્યશ્રીએ જાણ્યું કે મા-દીકરા વચ્ચે ઘણે ખટરાગ છે, અને મામલે છેક વિલાયતની કેટ સુધી પહોંચે છે. આ કલેશ તે મટાડવો જ ઘટે. તેઓ ગેરીએ નીકળ્યા. માતા અને દીકરો બંને ગોચરી વહોરવાની વિનતિ કરવા લાગ્યાં. આચાર્ય મહારાજે કહ્યું : કલેશવાળા ઘરોમાંથી ગોચરી નહીં લઉં'. તમે બેય સંપીને સાથે વહેરાવો તો લઈશ. વર્ષો જૂનો કલેશ મિનિટમાં દૂર થઈ ગયો. થોડાક બીજા પ્રસંગો જોઈએ— સને ૧૯૫૪માં વિહાર કરતાં મુનિ વલ્લભવિજ્યજી એક ગામમાં જઈ પહોંચ્યા. જોયું તે એક મકાનમાં બકરે કાપીને લટકાવેલે ! મુનિશ્રીનું દયાળુ મન ખિન્ન થઈ ગયું મન તે ગામ છોડીને ચાલ્યા જવાનું થયું, પણ બપોર થઈ ગઈ હતી અને તડકે એક હતો. બધા ધર્મશાળાના એક ઓરડામાં ઊતર્યા. એવામાં એક બાઈએ કહ્યું, મહારાજ, આપે અહીં રહેવા જેવું નથી. અહી રાત રહેનારને સામાન ચેરાઈ જાય છે, અને ક્યારેક તે જાન પણ જાય છે. અને આવાં કામ ખુદ મારે પતિ કરે છે. આપના જેવા સંતેને દુઃખી ન થવું પડે માટે હું આપને અહીંથી ચાલ્યા જવાનું કહું છું. સાથેના શ્રાવકોએ કહ્યું, ચરથી ડરીને ચાલ્યા જવાની શી જરૂર છે? એ તો લાગશે એવા દેવાશે. પણ શાણ મુનિશ્રીએ કહ્યું : અમારે સાધુઓને તે કશું ચોરાઈ જવાનો ભય નથી. પણ તમે જોખ મમાં મુકાઓ અને કોઈના જાન-માલનું નુકસાન થાય એ ઠીક નહીં. અને થાક કે તાપને વિચાર કર્યા વગર તેઓ ત્યાંથી વિહાર કરી ગયા. ગુજરાનવાલાનું ગુરુકુલ તો સ્થાપ્યું, પણ એને માટે પૈસાની પૂરી જોગવાઈ થવી જોઈએ. આચાર્યશ્રીએ નિયમ કર્યો કે ગુરુકુલ માટે એકલાખ રૂપિયા ભેગા થાય, પછી જ મારે ગાળ ખાંડ ખપે. કામ તરત પતી ગયું. એક મુસલમાન સજન મુન્શી અબદુલ લતીફ મુનિ વલ્લભવિજયજીના એવા અનુરાગી બની ગયા કે એક દિવસ એમણે વિનતી કરી કે “મહારાજ, આપ જેવા ભાવડાઓના (શ્રાવકેના) ગુરુ છે એવા જ મારા પણ ગુરુ છે, તે મારે ત્યાંથી ભિક્ષા કેમ નથી લેતા બીજું કંઈ નહીં તે હું આપને માટે ગાયના દૂધની વ્યવસ્થા કરીશ, પછી શું વાંધો ?” મુનિશ્રીએ એમને શાંતિથી પિતાને સાધુધર્મ સમજાવીને એમનું મન જીતી દીધું. અંબાલામાં જેને કૉલેજની સ્થાપના થઈ. પંજાબને સંધ ખૂબ રાજી થયા. સંઘના આગેવાને આચાર્ય મહારાજને માનપત્ર આપવાને વિચાર કરવા લાગ્યા. આચાર્યશ્રીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy