SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાંજલિ ૧૮૧ સ'સ્થાએ આચાર્ય શ્રીની સમાજસેવાની ધગશની સાક્ષી પૂરે છે. તેએની પ્રેરણાથી શ્રી અંતરિક્ષજી, કાપરડાજી, દિલ્લી, અંબાલા અને પાલીતાણામાં ધ શાળાઓ બની છે. આચાર્ય શ્રીની પ્રેરણાથી નવાં જિનમદિરા બન્યાં છે, જૂનાં જિનમંદિરાના જીર્ણોદ્ધાર થયા છે, અંજનશલાકા તથા પ્રતિષ્ઠાઉત્સવેા થયા છે, તીથૅયાત્રાના સંઘે નીકળ્યા છે અને કેટલાંક સ્થાનામાં ઉપાશ્રયેા પણ બન્યા છે. આમ વિદ્યાવૃત્તિ, સેવાવૃત્તિ અને ધ સાધનાના નાનામાં નાનાંથી લઈને માટામાં મેટાં અને લૌકિક કે વ્યાવહારિકથી માંડીને તે લેાકેાત્તર કે આધ્યાત્મિક સુધીનાં કાર્યાં એ સમયજ્ઞ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના જાણકાર અને દી દેશી આચાર્ય પ્રવરનાં ઉપદેશ અને પ્રેરણાથી થયાં હતાં; અને એ રીતે તેઓએ જૈન સંઘના સર્વાંગીણ વિકાસ માટે આજીવન અવિરત પુરુષાથ કર્યાં હતા. પ્રેરક વ્યક્તિત્વ; થાડાક પ્રસંગા આચાય શ્રીનુ' આખું જીવન હૃદયસ્પથી પ્રેરક પ્રસંગેાથી સભર છે. નિરાશામાંથી આશા પ્રગટે, ક્રૂરતામાંથી કરુણા જન્મે, અધર્મીમાંથી ધર્માંને માર્ગે વળવાનું મન થાય એવા સારમાણસાઈના, નિરભિમાનતા અને નમ્રતાના, કરુણાપરાયણતાના, સમતા, શાંતિ અને સ્વસ્થતાના અનેક પ્રસ`ગે। આચાય મહારાજના વમળ, ઉચ્ચ અને ઉદાત્ત જીવનનું પાવનકારી અને પ્રેરક દન કરાવે છે; પણ અહીં તા આચાયશ્રીના જીવન, કાર્ય અને વ્યક્તિત્વનું' સારગ્રાહી ચિત્ર રજૂ કરવાનુ` હાઈ એ બધાને માટે અહી' અવકાશ નથી. સદ્દભાગ્યે આવા અનેક પ્રસંગે “ આદશ જીવન” વગેરે ગ્રંથામાં સચવાઈ રહ્યા છે. અહી તે એમાંથી બે-ચારનાં આછાં દન કરી સતાષ માનીએ. વિ. સ. ૧૯૫૭ માં હેાશિયારપુરના સ`ઘે આચાર્ય પદ સ્વીકારવાના અતિ આગ્રહ કર્યા, પણ મુનિ વલ્લભવિજયજીએ એના વિવેક અને નમ્રતાપૂર્વક ઇન્કાર કરીને પેાતાની નિર્માહવૃત્તિની તથા સમુદાયના વય તેમ જ દીક્ષાપર્યાય બન્નેમાં પેાતાથી મેાટા સાધુએ પ્રત્યેની બહુમાન અને આદરની લાગણી દર્શાવી હતી. આ પછી ૨૪ વર્ષ બાદ, વિ. સ. ૧૯૮૧ માં, લાહેારમાં પંજાબના શ્રીસંઘના આગ્રહને વશ બનીને, ખૂબ આનાકાની પૂર્ણાંક તેઓએ આચાય પદવીના સ્વીકાર કર્યા હતા. આ પછી પચીસ વર્ષે, વિ. સં. ૨૦૦૬ માં, ફાલનામાં કૉન્ફરન્સનુ` ૧૭મું અધિવેશન મળ્યું ત્યારે, જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સ ંઘમાં એકતા કરવાનું કામ પાર પડતું ન લાગ્યું, ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે જે આપણા સંઘની એકતા સાધવા માટે જરૂર પડે તેા હું' મારું આચાર્ય પદ છેડવા તૈયાર છું. પદ તા હતું, પણ એના પ્રત્યે આચાય શ્રી આવા નિર્માહી હતા. એમને મન આ પદ એ સત્તાનું સાધન નહીં પણ જવામદારીનું કારણ હતુ. આ પદ્ય તેએએ પૂરા ત્રણ દાયકા સુધી ( વિ. સ`. ૧૯૮૧ થી ૨૦૧૦ સુધી) પૂરી જવાબદારી પૂર્ણાંક નિભાવી જાણ્યુ. આચાર્ય મહારાજે સમાજઉત્કષઁની ભાવનામાં સાધ્વીસમુદાયના ઉત્કને ઘણું અગત્યનું સ્થાન આપ્યુ` હતુ`; અને તેથી જ પેાતાના આજ્ઞાવતી સાધ્વીસમુદાયને શાસ્ત્રભ્યાસની, શાસ્ત્રપ્રવચનની અને જાહેર વ્યાખ્યાનાની પૂરેપૂરી છૂટ આપી હતી. વિકાસની પ્રેરક અને સૂચક આવી ખાખતાના સાધ્વીસમુદાયને માટે ઇનકાર ભણવા એ શ્રમણ સમુદાયના એક માતા વના ધર્માધિકારનો ઈનકાર કરવા જેવી ભૂલ છે, અને જેઓએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy