SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ વિદ્યાલયની વિકાસકથા આખી મુંબઈનગરીએ જનસમાજના આ ઉપકારી સંતપુરુષને અપૂર્વ અંતિમ વિદાયમાન આપીને પિતાની કૃતજ્ઞતા દર્શાવી. ભાયખલાની દેવતીર્થની પુનિત ભૂમિ ગુરુતીર્થનું ગૌરવ અનુભવી રહી. સરસ્વતી મંદિરો અને સેવામંદિર હૃદયમંદિરમાં સરસ્વતીની જીત પ્રગટાવે અને અંતરમાં ધર્મની ઝંખના પ્રગટયા વગર નહીં. આ ઝંખના સહુને પાવન કરે છે અને આત્મધર્મની ઉપાસનાને માર્ગ દર્શાવે છે. સમાજને આગળ વધારવાના શ્રીગણેશ પણ સરસ્વતીના ચરણોની સેવાથી જ થાય છે. જૈન સમાજને આંતર અને બાહ્ય રીતે શક્તિશાળી બનાવવા માટે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે નાનાં-મોટાં અનેક સરસ્વતી મંદિરની સ્થાપના કરી હતી; અને એમ કરીને ધનના વ્યયની દિશામાં સમયાનુરૂપ ફેરફાર કરવાની શ્રીસંઘને પ્રેરણા આપી હતી. અત્યારે અનેક શિક્ષણ સંસ્થાઓ આચાર્યશ્રીની વિદ્યાપ્રસારની ભાવનાનાં યશોગાન સંભળાવી રહી છે, તેમાંથી કેટલીક આ છે – શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ અને એની ચાર શાખાઓ. શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ, ગુજરાનવાલા (હવે પાકિસ્તાનમાં જવાથી સ્મૃતિશેષ થયું.) શ્રી મહાવીર જૈન વિદ્યાલય, સાદડી શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય, વરકાણા પંજાબમાં લુધિયાના, માલેરકોટલા અને અંબાલામાં શ્રી આત્માનંદ જૈન હાઈસ્કૂલે હેશિયારપુર અને જડિયાલાગુરુમાં શ્રી આત્માનંદ જૈન મિડલસ્કુલે જડિયાલાગુરુમાં શ્રી આત્માનંદ જૈન પ્રાયમરી સ્કુલ. અંબાલામાં તથા માલેરકોટલામાં શ્રી આત્માનંદ જેન કૉલેજે બગવાડામાં શ્રી આત્માનંદ જેન હાઈસ્કૂલ. રાજસ્થાનમાં ફાલનામાં શ્રી પાર્શ્વનાથ જૈન ઉમેદ કૉલેજ. પાલનપુરમાં શ્રી આત્મવલ્લભ જૈન કેળવણું ફંડ. જૂનાગઢમાં શેઠ દેવકરણ મૂળજી વીસા શ્રીમાળી જૈન બોર્ડિંગ. (અત્યારે આ બોર્ડિંગ ધોરાજીમાં ચાલે છે.) આચાર્ય મહારાજ વિ. સં. ૨૦૦૭માં કદંબગિરિ તીર્થની યાત્રાએ ગયા ત્યારે એ તીર્થના સંચાલકે આગળ એમણે એવી ભાવના જ દર્શાવી હતી કે આવા શાંત વાતાવરણમાં સાધુઓ માટે વિદ્યાપીઠ અથવા જૈન ગુરુકુળની સ્થાપના થવી જોઈએ. આ ઉપરાંત આચાર્ય મહારાજની પ્રેરણાથી પંજાબ, ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં છેકરાઓ માટે તેમ જ કન્યાઓ માટે અનેક પાઠશાળાઓ સ્થપાઈ હતી; અનેક પુસ્તકાલય, વાચનાલયો અને સાહિત્યપ્રકાશનની સંસ્થાઓ સ્થપાઈ હતી. - આવાં સરસ્વતીમંદિરની સાથોસાથ સેવામંદિરે માટે પણ તેઓશ્રીએ એવી જ પ્રેરણા આપી હતી. મુંબઈનું જૈન ઉદ્યોગગૃહ, બીકાનેરની શ્રાવિકા ઉદ્યોગશાલા, વેરાવળનું શ્રી આત્માનંદ જૈન આષધાલય, સૂરતનું શ્રી આત્માનંદ જૈન વનિતા આશ્રમ વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy