SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાંજલિ ૧૭૩ પછી તા ભલા કેાણુ નિરાંતની કે સુખની નીંદ લઈ શકે? આચાર્ય શ્રીનું પણ એવું જ થયું. એમણે જોયું કે જૈન સમાજ અભ્યાસમાં, ખીજા સમાજોની સરખામણીમાં, ખૂબ પછાત છે. નાનીનાની-નજીવી-નમાલી ખાખાને કારણે છાશવારે ને છાશવારે સંધમાં જાગી ઊઠતા કલેશ-કલહેાને કારણે સંઘ વેરવિખેર અની રહ્યો છે અને એનું બળ અને હીર હણાઈ રહ્યું છે. અને ઊજળા અને પૈસાદાર ગણાતા સમાજની આંતરિક સ્થિતિ અને આર્થિક શક્તિ ધીમે ધીમે ઘસાઈ રહી છે. ઇતિહાસ કહે છે કે પેાતાના સહધી - એની દીનતાથી દુ:ખી થઈને આચાય હેમચંદ્રસૂરિજીએ પાણકારાનાં જાડાં વસ્ત્રો પરિધાન કરીને મહારાજા કુમારપાળને દીનજનેાનાં દુઃખ દૂર કરવાની પ્રેરણા આપી હતી. આચાય વિજયવલ્લભસૂરિજી મહારાજ એ જ પરપરાના સંઘહિતચિંતક અને સમાજરક્ષક પ્રભાવક પુરુષ હતા. સમાજનાં દ્વીનતા અને દુઃખ જોઈ ને તે ચૂપ કેવી રીતે બેસી શકે ? તેએ ઊજળું એટલું દૂધ અને પીળું એટલુ સાનુ માની લેવાના ભ્રમમાં પડી જાય એવા ન હતા; એટલે સમાજમાં, મધપૂડાની જેમ ઘર કરી રહેલી ગરીબીના ખ્યાલ મેળવતાં વાર ન લાગી. સમાજની કમજોરીનું કારણ સમજાઈ ગયું હતું. હવે તેા એ કારણનું નિવારણ કરી શકે એવા કારગત ઇલાજો હાથ ધરવાની જ જરૂર હતી. અને એ ઇલાજોની અજમાયશ એ જ આચાર્ય મહારાજનું જીવનકાર્ય બની ગયું હતું. સમાજની આ સ્થિતિની સુધારણા કરીને સમાજને શક્તિશાળી અને તેજસ્વી બનાવવા માટે એમણે, રત્નત્રયીના જેવી, આ પ્રમાણે ત્રિસૂત્રીની રચના અને પ્રરૂપણા કરીઃ (૧) સમાજનાં ખાળકાને દરેક કક્ષાનું વ્યાવહારિક તેમ જ ધાર્મિક શિક્ષણ મળે એવી શ્રીસ'ધ પૂરેપૂરી વ્યવસ્થા કરે. (૨) અંદર અંદરના મતભેદોને દૂર કરીને બધાય ફિરકાના જૈન સંઘામાં એકતા સ્થપાય એવા પ્રયત્નો કરવા; અને નાની વાતેાને માઠુ રૂપ આપીને નકામા ઝઘડા કે કલેશ કરવાથી દૂર રહેવું. સંપ અને સંગઠન એ જ સાચુ` મળ છે; અને અત્યારે, પહેલાં કરતાં પણુ, જૈનાની એકતાની ખૂબ જરૂર છે. (૩) સમાજની શક્તિને ટકાવી રાખવા માટે સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના ઉત્કર્ષ થાય એવા રચનાત્મક ઉપાયે મેઢા પાયા ઉપર હાથ ધરવા. અને આચાય શ્રીની જીવનકથા કહે છે કે એમનુ' આખુ' જીવન સમાજના કલ્યાણુ માટેની આ ત્રિસૂત્રીને અમલમાં મૂકવા-મુકાવવામાં જ વીત્યું હતું; અને એમના વિચાર, વાણી અને વન આને માટે એકરૂપ બની ગયાં હતાં અને એ બધાયના કેન્દ્રમાં વિરા જતી હતી નિ`ળ સાધુજીવનની અપ્રમત્ત આરાધના ! સાચે જ તેએ સ્વ અને પર બન્નેના કલ્યાણના સાધક હતા ! મુ ંબઈ ને અને મુંબઈ મારફત આખા સમાજને લાભ અલખેલી મુ`બઈ નગરી તેા ચેાયશી બંદરના વાવટા ગણાય છે; અને આંતરરાષ્ટ્રીય નગર હાવાનું ગૌરવ મેળવી શકે એવું એ પચર’ગી અને વિવિધ સંસ્કૃતિના અનુયા ચીનું મિલનસ્થાન છે. જૈન સમાજની દૃષ્ટિએ પણ એનું ખાસ વૈશિષ્ટય છે. સમાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy