SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ વિદ્યાલયની વિકાસકથા પિતાને અન્ન-જળ કે વસ્ત્ર આવાસ વગર કે વખત આવ્યે દવા-પથ્ય વગર ચાલતું નથી એ નગદ સત્ય તેઓ બરાબર સમજતા હતા; એક કરુણાપરાયણ સંતની જેમ જેવી પિતાની જરૂરિયાત એવી જ બીજાની જરૂરિયાતને તેઓ સમજતા થયા હતા : સમાજ સાથે આ સમસંવેદનભર્યો સંબંધ એમણે બાંધ્યું હતું. અને તેથી જ તેઓ સમાજ કે સંઘની પરલોકની તેમ જ આ લેકની એમ બન્ને જરૂરિયાત તરફ ધ્યાન આપવામાં સમતુલા જાળવી શક્યા હતા. પિતે પિતાની રીતે કરેલ જીવનદર્શનને તથા સમાજદર્શનને તેમ જ વિશેષ કરીને ધર્મસંઘના ઈતિહાસને એ બેધપાઠ તેઓ બરાબર પામી ગયા હતા કે ધર્મ અગર ટકી શકે છે તો તે એના અનુયાયીઓમાં જ ટકી શકે છે, જે ધર્મના અનુયાયીઓ નામશેષ થઈ જાય છે, એ ધર્મ પણ નામશેષ થઈને કેવળ ઈતિહાસ અને પુરાતત્ત્વને જ વિષય બની રહે છે. જો ઘમ ઘમના એ ઉક્તિ બિલકુલ સાચી અને અનુભવયુક્ત છે. આપણા દેશના કે દુનિયાના પ્રાચીન અનેક ધર્મો કે પથનો ઈતિહાસ આ વાતની સાક્ષી પૂરે છે. આચાર્ય મહારાજની ધર્મસેવાનું ધ્યેય તો કેવળ ધર્મને ટકાવી રાખવાનું જ નહીં પણ એને પ્રભાવશાળી બનાવવાનું અને એને લાભ માનવસમાજને વ્યાપક પ્રમાણમાં આપતાં રહેવાનું હતું. મતલબ કે તેઓ ધર્મને ગંધી રાખવામાં નહીં પણ ધર્મની લહાણી કરવામાં માનનારા સંતપુરુષ હતા. અને ધર્મની લહાણું તો ત્યારે જ થઈ શકે કે જ્યારે ધર્મની અંદરનું—એના પ્રાણરૂપ-વિશ્વકલ્યાણ કરવાનું શક્તિતત્ત્વ કુંઠિત થઈ ગયું ન હોય. અને આ ત્યારે જ બની શકે કે જ્યારે એ ધર્મને વારસદારો-અનુયાયીઓ શક્તિ- શાળી અને પ્રભાવશાળી હોય. એટલે છેવટે તો અનુયાયીઓની શક્તિ-અશક્તિ એ જ ધર્મની શક્તિ-અશક્તિ બની રહે છે. આચાર્ય મહારાજ આ રહસ્ય બરાબર સમજ્યા હતા; અને તેથી જ એમણે એ નિશ્ચય કર્યો હતો કે સંઘ કે સમાજ હશે તે જ ધર્મ ટકી શકશે. દર્દ પરખાઈ જાય પછી દવા કરીને દર્દને દૂર કરવામાં વાર કેટલી? માર્ગ સમજાઈ જાય પછી મંજિલે પહોંચવામાં બહુ સમય ન લાગે. આમાં મોટી વાત સાચી સમજણ મેળવવી એ જ છે. સમજણ મળી ગઈ પછી ઈલાજ કરવાનું સહેલું થઈ પડે. આચાર્ય મહારાજે જૈન સંઘ અને જૈન સમાજની એમના સમયની સ્થિતિનું નિદાન પોતાની વેધક દષ્ટિથી તરત કરી લીધું. એમણે જોયું કે પ્રસંગે પ્રસંગે પુષ્કળ પૈસે વાપરીને ધનવાન હવાની ખ્યાતિ મેળવનાર જૈન સમાજની આંતરિક હાલત બેહાલ, નબળી અને ચિંતા કરાવે એવી છે. અને જે આવી ને આવી સ્થિતિ કાયમ રહી, અને કેઈએ, સજાગ બનીને, પાણી પહેલાં પાળ બાંધવાની દૂરંદેશી ન દાખવી તો સમાજની સ્થિતિ વધુ કરણ અને કફેડી બની ગયા વગર નથી રહેવાની. સમાજની આવી સ્થિતિના દર્શને આચાર્યશ્રીને વધુ સચિંત બનાવ્યા અને એમનાં ઊંઘ-આરામને હરામ બનાવી દીધાં. | નજર સામેના સમયને પારખીને તેને અનુરૂપ પગલાં ભરવાની દષ્ટિ તો પૂજ્ય દાદાગુરુ પાસેથી મળી જ હતી, સમાજના મધ્યમ અને નીચલા વર્ગના સંપકે એ દષ્ટિને વધારે તેજસ્વી બનાવી. અને અંતે એ દષ્ટિનું દીર્ઘદ્રષ્ટિમાં રૂપાંતર થયું અને આચાર્ય મહારાજ પિતાની એ પારગામી દષ્ટિથી સમાજની સાચી અને ચિંતા ઉપજાવે એવી સ્થિતિનું વધારે સ્પષ્ટ દર્શન કરી શકયા. શરીરમાં દર્દ પઠાની કે ઘરમાં સર્ષ પેસી ગયાની વાત જયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy