SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ વિદ્યાલયની વિકાસકથા સેવાની સંખ્યાબંધ પ્રવૃત્તિઓનું જન્મસ્થાન અને આશ્રયસ્થાન મુંબઈ શહેર છે; અને તેથી સમાજસેવાની નાની-મોટી અનેક સંસ્થાઓ મુંબઈમાં સ્થપાઈ છે; અને આજે પણ યથાશક્તિ-મતિ પિતાની સેવા પ્રવૃત્તિઓને ચલાવી રહી છે. જૈન સમાજની સામાજિક સેવાપ્રવૃત્તિની દષ્ટિએ મુંબઈને પ્રથમ પંક્તિનું કેન્દ્ર ગણી શકાય એવી એની કારકિર્દી છે. એટલે પછી જે કઈને સમાજઉત્કર્ષની પ્રવૃત્તિ કરવી હોય એનું ધ્યાન આ શહેર તરફ જાય એ સ્વાભાવિક છે. આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનું મન પણ આ દષ્ટિએ મુંબઈ તરફ વિશેષ આકર્ષાયું હોય એ બનવા જોગ છે. જુદા જુદા વખતે મળીને ચારેક દાયકાના (વિ. સં. ૧૯૬૯ થી વિ. સં. ૨૦૦૮ સુધીના) ગાળામાં તેઓ પાંચ વાર મુંબઈ પધાર્યા હતા; અને બધાં મળીને એમણે આઠ ચતુર્માસ ત્યાં વિતાવ્યાં હતાં. સૌથી પહેલાં તેઓ વિ. સં. ૧૯૬૯માં મુંબઈ ગયા અને ૧૯૬૯ તથા ૧૯૭૦ નાં બે ચોમાસાં ત્યાં રહ્યા. ત્યાર પછી વિ. સં. ૧૯૭૩માં મુંબઈ ગયા, અને એક ચોમાસું ત્યાં કર્યું. તે પછી વિ. સં. ૧૯૮૫ નું ચોમાસું મુંબઈમાં કર્યું. ત્યારબાદ વિ. સં. ૧૯૯૧માં તેઓ મુંબઈ ગયા, અને એ ચોમાસું ત્યાં પસાર કર્યું. અને છેલ્લે છેલ્લે વિ. સં. ૨૦૦૮માં તેઓશ્રી પાંચમી વાર મુંબઈ ગયા અને ૨૦૦૮-૨૦૦૯-૨૦૧૦ નાં ત્રણ ચતુર્માસ મુંબઈમાં કર્યા. ૨૦૧૦ નું માસું એ કેવળ મુંબઈનું જ નહીં પણ એમની ૬૭-૬૮ વર્ષ જેટલી 'સુદીર્ઘ સંયમયાત્રાનું પણ છેલ્લું ચોમાસું બની રહ્યું. " વિદ્યાલયની સ્થાપના–મુનિરાજ શ્રી વલ્લભવિય પહેલવહેલાં વિ. સં. ૧૯૬૯માં મુંબઈમાં આવ્યા એથી આખા સમાજને સૌથી મોટો અને સ્થાયી લાભ થયે તે એમની શિક્ષણપ્રચાર માટેની સતત પ્રેરણાથી થયેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના. આ સંસ્થાએ નવી પેઢીને ઉચ્ચ શિક્ષણ માટેની સવલત આપીને દુઃખી કુટુંબને સુખી બનાવીને સમાજ ઉત્કર્ષનું કેટલું મહુવનું કાર્ય કર્યું છે તે સુવિદિત છે. વિ. સં. ૧૯૭૩ માં આચાર્યશ્રી ફરી મુંબઈ ગયા અને ચોમાસું ત્યાં રહ્યા તે પણ વિદ્યાલયને વધુ પગભર બનાવવાના હેતુથી જ. એમના આશીર્વાદ અને પ્રયત્નથી વિદ્યાલય કેટલું પાંગર્યું અને એણે કેટલી પ્રગતિ કરી એની સવિસ્તર કથા આ “વિકાસકથા ”માં આપવામાં આવી છે, એટલે અહીં એની પુનરુક્તિ કરવાની જરૂર નથી. સાચે જ, વિદ્યાલય આચાર્યપ્રવરની સમાજ ઉત્કર્ષની ઝંખના, વિદ્યાવિસ્તારની તમન્ના અને સેવાપરાયણ સાધુતાની અમર કીર્તિગાથા બની રહેશે. ' વિ. સં. ૧૯૮૫ ની સાલમાં મુંબઈનું ચોમાસું આચાર્ય મહારાજની સમતા અને - સાધુતાની કટીને નાનો સરખો પ્રસંગ બની રહ્યું. જૈન સંઘમાં જે કંઈ પક્ષાપક્ષી ચાલ્યા કરે છે એનાથી ગુણગ્રાહક દૃષ્ટિ અવરાઈ ગઈ છે અને રાગદષ્ટિ વધી ગઈ છે. નાગણ પિતાનાં જ સંતાનોનું ભક્ષણ કરી જાય એમ જૈન સંઘમાં ઘર કરી ગયેલી રાગ ૧ આ “ વિકાસકથા 'ના ૧૩૮મે પાને આચાર્ય મહારાજ ચાર વાર મુંબઈ ગયાનું લખ્યું છે; - અને તેઓ વિ. સં. ૧૯૯૧માં પણ મુંબઈ પધાર્યા હતા એ હકીકત નોંધવી રહી ગઈ છે. આ ભૂલ સુધારી લેવા વિનંતી છે . લેખક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy