SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ખાસ સમારંભે અને ઘટનાઓ ૧૩૫ આચાર્ય શ્રી વિજયવલભસૂરિ સ્મારક ગ્રંથ-તા. ૨૮–૬–૧૬ના રોજ આ ગ્રંથનું પ્રકાશન મુંબઈમાં શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના હસ્તે થયું તેની વિગતો દસમાં પ્રકરણમાં (પૃ. ૧૨૦) આપી છે. આ પ્રસંગે સ્વર્ગસ્થ આચાર્યશ્રીને અંજલિ આપતાં શેઠશ્રી કસ્તુરભાઈએ કહ્યું હતું કે “મારી એ મક્કમ માન્યતા છે કે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી જેવી વ્યકિત, જેની જગતની મહાન વ્યકિતઓમાં ગણના થાય છે, તેમના સ્મરણમાં આ સ્મારક ગ્રંથ પ્રગટ કરવો એ તે સાવ નાની વાત છે. વસ્તુતઃ આપણે આવા સ્મારક ગ્રંથ દ્વારા એ મહાન વિભૂતિ પ્રત્યેનું યત્કિંચિત કર્તવ્ય બજાવીએ છીએ. આવી મહાન વ્યકિત માટે ફૂલ તો શું ફૂલની પાંખડી જેટલું પણ કરી શકવાની આપણી શકિત નથી. સમાજે તેમનું ઋણ ત્યારે જ અદા કર્યું લેખાય જ્યારે તે તેમના ગુણોને શ્રદ્ધાપૂર્વક અનુસરે.” (રિપોર્ટ ૪૧, પૃ. ૧૬). આ પ્રસંગે વિદ્યાલયના માનદ મંત્રી શ્રી ચંદુલાલ વર્ધમાન શાહે વિદ્યાલયની પ્રવૃત્તિ તેમ જ સ્મારકગ્રંથની કાર્યવાહીને લગતું સવિસ્તર નિવેદન રજૂ કર્યું હતું અને એમાં પરદેશ અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે વિદ્યાલય પાસે સારું એવું ફંડ હોવું જોઈએ એ વાતની ભારપૂર્વક રજૂઆત કરી હતી. પંડિત શ્રી સુખલાલજી–ભારતીય દર્શનના ઊંડા અભ્યાસી અને મૌલિક ચિંતક પંડિત શ્રી સુખલાલજી સાથે વિદ્યાલયને એની સ્થાપનાના સમયથી જ સંબંધ રહ્યો છે. ધાર્મિક શિક્ષણ અને સાહિત્યપ્રકાશનની બાબતમાં વિદ્યાલય અવારનવાર તેઓનું માર્ગ દર્શન લેતું રહે છે. પંડિતજીને ૭૫ વર્ષ પૂરાં થતાં “પંડિત શ્રી સુખલાલજી સન્માનસમિતિ” તરફથી એમનું અખિલ ભારતીય ધોરણે બહુમાન કરવાને સમારંભ તા. ૧૫-૭૧૫૭ના રોજ, મુંબઈમાં, તે વખતના ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના પ્રમુખ પદે જાયે હતો. આ પ્રસંગ નિમિત્તે વિદ્યાલય તરફથી પંડિતજીનું બહુમાન કરવાને સમારંભ તા. ૧૬-૬-૫૭ના રોજ જવામાં આવ્યો હતો, જે વખતે અનેક વિદ્વાનો અને આગેવાનોએ પંડિતજી પ્રત્યેની પોતાની બહુમાનની લાગણી દર્શાવી હતી. બહમાનને જવાબ આપતાં પંડિતજીએ કહ્યું કે શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થાઓએ જૈન સમાજના વિદ્યાર્થીઓને મદદ કરી આગળ ધપાવવામાં નોંધપાત્ર ફાળો આપે છે. આવી સંસ્થાઓ હાલની કેળવણી સાથે ધાર્મિક સાહિત્ય અને તત્વજ્ઞાનના અભ્યાસને ઉચ્ચ સ્થાન આપે અને સમાજનાં સંસ્કારકેન્દ્રો બની રહે એવી મારી અભિલાષા છે.” શ્રી મોહનલાલ લલ્લચંદ શાહ–કેન્ફરન્સના ૨૦મા અધિવેશનના વપરાયેલા પ્રમુખ કલકત્તાનિવાસી શ્રી મેહનલાલ લલ્લચંદ શાહનું વિદ્યાલય તરફથી તા. ૨–૬-૫૭ના રાજ બહુમાન કરવામાં આવ્યું હતું. શ્રી ઉમેદચંદ દાલતચંદ બરોડિયા–વિદ્યાલય સાથે જૂના વખતથી સંકળાયેલા, જાણીતા ધર્માભ્યાસી કાર્યકર શ્રી ઉમેદચંદ દેલતચંદ બરડિયાને ૭૦ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે તા. ૧૭–૧–૫૯ ના રોજ એક મિલન સમારંભ શ્રી કે. આર. પી. શ્રેફના પ્રમુખપદે વિદ્યાલય તરફથી યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી ખોડિયાએ સેવાની ભાવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy