SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ વિદ્યાલયની વિકાસકથા સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સુપરત કરી. (આની વિગત દસમા પ્રકરણમાં (પૃ.૧૨૧) આપી છે.) વધુમાં શ્રી મતીચંદભાઈએ વિનમ્રતાભરી વાણીમાં પિતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે : “લખવું એ તો મારો વ્યવસાય અથવા આનંદ છે. મને શિક્ષણ જ મારા કાકા સંગત શેઠ શ્રી કુંવરજી આણંદજીએ એવા પ્રકારનું આપ્યું કે મારી ઈચ્છા અથવા અનેક હિતેચ્છુઓની ઈચ્છા હોય કે ન હોય તો પણ મારે લેખક જ થવાનું નિમિત હતું....... “સારાં કાર્યોમાં અલ્પવિરામ, અર્ધવિરામ કે પૂર્ણવિરામ મૂકશો નહિ. તે અનુસાર લેખન અને સેવાકાર્ય તો મારૂં ચાલુ જ રહેશે. જે આંખ કે મગજ બગડે તો ઉપાય નથી, બાકી એ ચાલુ રાખવા મારી ઉમેદ છે અને પરમાત્મા એ ઈચ્છા પાર પાડે.... મારી ત્રુટિઓ તો હું જાણું છું. મારે મારે ધંધો કરવાનો હતો. સાથે સાથે આ કાર્ય મારી શક્તિ મુજબ કર્યું એમાં મેં કોઈ વિશેષ કર્યું નથી. આપને લાગતું હોય કે કાંઈ થઈ શકયું છે તો તેનું માન શ્રીમાન આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીને ફાળે જાય છે, હું તો નિમિત્ત માત્ર છે. એ નિમિત્તને આ૫ માન આપે પણ ખરું માન તો મારા કાકા શ્રી કુંવરજી આણંદજી જેઓ મને ધર્મની કેળવણી આપતા હતા અને મને સેવાના માગે છે તેમને અને આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીને ફાળે જાય છે. એ ત્યાસી વરસે અનિયત વિહાર કરનારા મહાપુરુષ વગર કેઈથી આવી યોજના ઉપાડાય નહિ... શ્રી એ. જે. વિદ્યાલયનું કામ એ તે મારે મન મારું જીવનકર્તવ્ય છે અને યથાશકિત જીવનભર કર્યો જ રહીશ.” (“સન્માન સમિતિની કાર્યવાહી ', પૃ. ૧૬–૧૮) આ સમારંભ શ્રી મતીચંદભાઈની વિરલ સેવાઓ અને સમાજની એમના પ્રત્યેની લાગણીનું ચિરસ્મરણીય સ્મારક બની રહેશે. શેઠ વાડીલાલ સારાભાઈ તથા શેઠ દેવકરણ મૂળજીનાં બસ્ટનું અનાવરણ–વિદ્યાલયને એ યાખની સખાવત કરનાર શેઠ શ્રી વાડીલાલ સારાભાઈ અને વિદ્યાલયને માટે કલ્પવૃક્ષ સમાન શેઠ શ્રી દેવકરણ મૂળજીનાં આરસનાં બસ્ટાનું અનાવરણ મુંબઈમાં તા. ૨૩-૧૨-૧૯પ૧ના રોજ શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધીના હસ્તે કરાવવામાં આવ્યું હતું. શ્રી કપૂરચંદ મહેતા વગેરે ભાઈઓનું સન્માન–વિદ્યાલયને અઢી લાખ રૂપિયા જેવી ઉદાર સહાય આપનાર શ્રીયુત કપૂરચંદ નેમચંદ મહેતા, શ્રી ઝવેરચંદ નેમચંદ મહેતા, શ્રી કેવળચંદ નેમચંદ મહેતાને તા. ૧૪–૧૦–૫૩ના રોજ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈના પ્રમુખપદે ભવ્ય સમારંભ યોજીને અભિનંદન આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે બોલતાં શેઠ શ્રી કસ્તુરભાઈએ કહ્યું હતું કે પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના સદુપદેશથી આ સંસ્થા હસ્તીમાં આવી અને તેના પાયામાં શેઠ શ્રી મોતીલાલ મૂળજી, શેઠ શ્રી દેવકરણ મૂળજી, શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા જેવા પ્રખર કાર્યકરોને પસીનો પડેલ છે. આ સંસ્થાની પ્રગતિ તેમના ભગીરથ પ્રયાસોને આભારી છે. ધનના ઢગલા કમાનારે જાણવું જોઈએ કે તેઓ એ સંપત્તિના માલિક નહીં પણ દ્રસ્ટી છે. કપુરચંદભાઈઓ એ સમજ્યા છે તે બદલ તેમને જેટલા અભિનંદન આપીએ તેટલ ઓછા છે.” (રિપોર્ટ ૩, ૫, ૧૨). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy