SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ વિદ્યાલયની વિકાસકથા કેળવવાની વાત ઉપર ભાર આપતાં કહ્યું હતું કે– “યુવાન મિત્રોને આ તકે એટલું જ કહીશ કે શક્તિ મુજબ દરેક જણ સમાજસેવાના કઈ પણ મનગમતા ક્ષેત્રમાં જરૂર ઝંપલાવે.” (રિપોર્ટ ૪૮, પૃ. ૧૨૭) શ્રી મોતીચંદભાઈનું બસ્ટ–વિદ્યાલયમાં શ્રી મોતીચંદભાઈની સ્મૃતિને કાયમ રાખવા માટે સંસ્થામાં એમનું બસ્ટ મૂકવાનું પહેલાં નકકી કરવામાં આવ્યું હતું. તે મુજબ તા. ૨૭–૩–૧૦ના રોજ એનું અનાવરણ દેશના જાણીતા રાષ્ટ્રીય કાર્યકર શ્રી એસ. કે પાટીલને હાથે કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી મતીચંદભાઈને અંજલિ આપતાં ન્યાયમૂર્તિ શ્રી કાંતિલાલ ટી. દેસાઈએ કહ્યું હતું કે– સોલિસિટરનું ક્ષેત્ર પસંદ કર્યા છતાં તેમણે બીજા અનેક ક્ષેત્રોમાં એટલા જ રસપૂર્વક ભાગ લઈ કિંમતી કાળે આયે હતો. સાથે સાથે તેઓ જૈન તત્ત્વજ્ઞાનના પણ ઊંડા અભ્યાસી હતા. તેમની આ શકિતનો તેમણે સમાજ સેવામાં સદુપયોગ કર્યો અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી સામાજિક સંસ્થાના તે તેઓ પ્રાણ જ બની રહ્યા. આ સંસ્થા આ રીતે તેમનું બહુમાન કરે તે સર્વથા ઔચિત્યભર્યું અને પ્રશંસનીય છે.” ( રિપોર્ટ ૪પ, પૃ. ૧૯) શ્રી મેઘજી પેથરાજ—જાણતા શાહસોદાગર, દાનવીર અને દેશવિદેશમાં વિખ્યાત ઉદ્યોગપતિ શ્રી મેઘજી પેથરાજ વિદેશથી પાછા ફરતાં તેમને મળવાનો મિલન-સમારંભ તા. ૨૫-૧૧-૬૨ના રોજ વિદ્યાલયમાં યોજવામાં આવ્યો હતે. સાક્ષર શ્રી રસિકભાઈ પરીખ–ગુજરાતના જાણીતા વિદ્વાન શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ વિદ્યાલય સાથે લાંબા વખતથી સંકળાયેલા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના વિલેપારેલેમાં મળેલ ૨૨મા અધિવેશનના પ્રમુખ તરીકે તેઓનું મુંબઈમાં આગમન થતાં એમનું બહુમાન કરવાને સમારંભ તા. ૩૧-૧૨-૬૩ના રોજ વિદ્યાલય, શ્રી મુંબઈ જેન યુવક સંઘ તેમ જ શ્રી ભારત જૈન મહામંડળ તરફથી શ્રી રામપ્રસાદ બક્ષીને અધ્યક્ષપદે જવામાં આવ્યો હતો શ્રી જીવરાજ ભાણજી શાહ–મુંબઈ કૉર્પોરેશનની સ્થાયી સમિતિના પ્રમુખ તરીકે વરાયેલા શ્રી જીવરાજ ભાણજી શાહનું બહુમાન વિદ્યાલય તરફથી તા. ૩૦-૪-૬૫ના રોજ કરવામાં આવ્યું હતું. નોંધપાત્ર ઘટનાઓ મોટા ભાગની બેંધપાત્ર ઘટનાઓ તે તે તે પ્રકરણમાં સમાવી લેવામાં આવી છે. આમ છતાં જે ડીક ઘટનાઓ નેધપાત્ર લાગે છે તે ટૂંકમાં અહીં રજૂ કરવામાં આવે છે. - પૂ. આ. સાગરાનંદસૂરિજી મહારાજ-પૂજ્ય આગમેદ્ધારક આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદ સૂરીશ્વરજીએ ત્રીજા વર્ષમાં વિદ્યાલયમાં પધારી “જીવનઆદર્શ એ વિષય ઉપર પ્રવચન આપ્યું હતું. ઉપરાંત ત્રીસમા વર્ષમાં (મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની શાખારૂ૫) શેઠ ગોકુળભાઈ મૂળચંદ જેન હોસ્ટેલના ઉદ્ઘાટન વખતે (તા. ૧૨-૧૧-૪૪ના રેજ) પધારીને તેઓએ મનનીય પ્રવચન આપ્યું હતું. પૂ. આ. વિજ્યધમસૂરિજી મહારાજ–શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી મહારાજે પાંચમા વર્ષમાં (તા. ર૯-૬-૧૯૧ન્ના રેજ) વિદ્યાલયની મુલાકાત લીધી હતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy