SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦: સાહિત્યપ્રકાશન ૧૨૧ - શ્રી ખેતીચંદભાઈ કાપડિયાએ લખેલ “કોલેજ જીવન અને ધાર્મિક શિક્ષણ” નામે એક નાને નિબંધ વિ. સં. ૨૦૦૫માં વિદ્યાલય તરફથી પ્રગટ કરવામાં આવ્યો હતો. શ્રી મોતીચંદ કાપડિયા ગ્રંથમાળા તા. ૨૦-૩-૪૯ના રોજ, શ્રી મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયાની વિદ્યાલયની દીર્ઘકાલીન સેવાઓ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા માટે, સર શ્રી મણિલાલ બાલાભાઈ નાણાવટીના પ્રમુખપદે, એક ભવ્ય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો અને એમાં એમને એમના મિત્રો, પ્રશંસકે તથા સહકાર્યકરો તરફથી રૂા. ૭૦,૦૦૧ની થેલી અર્પણ કરવામાં આવી હતી. (આ સમારંભની વિગતો હવે પછીના પ્રકરણમાં આપવામાં આવી છે.) આ રકમમાં પિતા તરફથી રૂા. ૫૦૦૧ ઉમેરીને એ બધી રકમ જૈન સાહિત્યના પ્રકાશન માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સોંપતાં શ્રી મોતીચંદભાઈએ કહ્યું હતું કે “આપને આવી સન્માન થેલી મારા જેવા સામાન્ય માણસને આપવાની ઈચ્છા કેમ થઈ તે એક કેયડો છે; હું તે સમજી શક્યો નથી, અથવા તે સમજવાના મારા પ્રયત્નો નિષ્ફળ નીવડયા છે. હું તે રકમમાં મારા તરફથી રૂા. ૫૦૦૧) વધારી શ્રી મહાવીર જૈન વિદ્યાલયને આપું છું. વ્યાજ આવે તેમાંથી તેમ જ મુદલ રકમમાંથી વ્યવસ્થાપક સમિતિ પસંદ કરે તે પુસ્તક પ્રગટ કરે. ગુજરાતી જૈન સાહિત્યને જોઈએ એટલું પ્રોત્સાહન મળેલ નથી. આ દિશામાં વિશાળ જનારૂપે નહીં પણ સારી ગતિએ વ્યવસ્થિત રીતે પગરણ મૂકવાની જરૂર છે અને તેથી જ આ સૂચન કરેલ છે.” ( સન્માન સમિતિની કાર્યવાહી, પૃ. ૧૬ ). શ્રી મોતીચંદભાઈની આ ભાવનાને ધ્યાનમાં રાખીને આ ગ્રંથમાળાની ચેજના તૈયાર કરવા માટે તા. ૮-૫-૧૯૪૯ના રેજ (૧) શ્રી ચંદુલાલ સારાભાઈ મેદી, (૨) શ્રી હીરાલાલ મંછાચંદ શાહ, (૩) શ્રી હીરાલાલ હાલચંદ દલાલ, અને (૪) શ્રી પરમાનંદભાઈ કુંવરજી કાપડિયાની એક પેટા સમિતિ નીમી હતી, એ સમિતિએ તૈયાર કરેલી યોજનાને વ્યવસ્થાપક સમિતિએ તા. ૪–૨–૧૯૫૧ના રોજ મંજૂર કરી. ૩૬મા રિપોર્ટ (પૃ. ૭૧) માં છપાયેલી એ ચેજના આ પ્રમાણે છે : શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ સન્માન થેલી દ્વારા સાહિત્ય પ્રકાશન અર્થે થએલી રૂા. ૮૦૪૮૪-૧૨-૦ની રકમમાંથી કેવા પ્રકારનું સાહિત્ય પ્રગટ કરવું તે વિષે યોજના ઘડવા માટે નીમાયેલી અમારી સમિતિ બે વાર મળી હતી અને કેટલીક ચર્ચાને પરિણામે નક્કી કરવામાં આવેલી નીચે મુજબની યોજના વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિ સમક્ષ મંજૂરી માટે અમે રજુ કરીએ છીએ – “ સન્માન થેલી દ્વારા વિદ્યાલયને પ્રાપ્ત થયેલી રકમમાંથી રૂા. ૨૦,૦૦૦) સુધીની રકમ શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆના પ્રગટ તેમ જ અપ્રગટ લેખે તથા પુસ્તકોમાંથી પસંદ કરીને યોગ્ય લાગે તે લેખે અને પુસ્તક પ્રગટ કરવા પાછળ રોકવી અને તેની શરૂઆત તરીકે તેમણે લખેલું અધ્યાત્મકલ્પદ્રુમ” ઉપરનું વિવેચન જે તેમની એક વિશિષ્ટ કૃતિ છે અને જે હાલ બીલકુલ ઉપલબ્ધ નથી તેનું પુનઃ પ્રકાશન વિદ્યાલયે હાથ ધરવું. : “ આજે અર્ધમાગધી ભાષાના અભ્યાસ માટે તેમ જ અન્ય ભાષાના વિશિષ્ટ સાહિત્ય તરીકે હિંદની કેટલીક યુનિવર્સિટીઓએ જૈન સાહિત્યનાં કેટલાંક પુસ્તકો પાડ્યપુસ્તક તરીકે જાહેર કરેલાં છે અને એમ છતાં વિદ્યાર્થીઓને બુકસેલરને ત્યાંથી આમાંનાં ઘણાં પુસ્તકે મળતાં નથી. આવી જ રીતે શ્રી જૈન છે. મૂ. એજ્યુકેશન બોર્ડ તથા શ્રી મહાવીર જૈન વિદ્યાલયે ધાર્મિક અભ્યાસક્રમ તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy