SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦. વિદ્યાલયની વિકાસકથા સંપાદન શ્રી રસિકભાઈ પરીખે સંસ્કૃત-અર્ધમાગધીના અધ્યાપક છે. વી. એમ. કુલકર્ણના સહકારથી કર્યું છે. - વિદ્યાલયના વિદ્યાર્થીઓને (અને બીજાઓને પણ) ધાર્મિક અભ્યાસમાં ઉપયોગી થાય એવાં નીચે મુજબ બે પુસ્તક વિદ્યાલય તરફથી પ્રગટ થયાં છે – ગિશાસ્ત્ર–કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત આ ગ્રંથના ચાર પ્રકાશને ગુજરાતી અનુવાદ પં. શ્રી ખુશાલદાસ જગજીવનદાસ પાસે કરાવીને એની પહેલી આવૃત્તિ વિ. સં. ૧૯૯૭માં, બીજી આવૃત્તિ વિ. સં. ૨૦૦૫માં અને ત્રીજી આવૃત્તિ વિ. સં. ૨૦૨૨માં પ્રગટ કરવામાં આવી છે. - અષ્ટક પ્રકરણ-સાધ્વી શ્રી યાકિનીમહત્તરાના ધર્મપુત્ર તરીકે વિખ્યાત આચાર્ય શ્રી હરિભદ્રસૂરિકૃત આ ગ્રંથ, પં. શ્રી ખુશાલદાસ જગજીવનદાસે કરેલ ગુજરાતી અનુવાદ સાથે, વિ. સં. ૧૯૯૭માં પ્રસિદ્ધ થયો છે. રજત મહત્સવ સ્મારક ગ્રંથ–વિદ્યાલયના રજત મહોત્સવ પ્રસંગે પ્રગટ કરવામાં આવેલ આ સચિત્ર સુંદર ગ્રંથમાં દોઢસો પાનામાં વિદ્યાલયની પચીસ વર્ષની કાર્યવાહીની વિગતે આપવા ઉપરાંત ત્રણ પાનામાં ગુજરાતી તેમ જ અંગ્રેજીમાં વિદ્વાનોના અભ્યાસપૂર્ણ લેખની વાચનક્ષમ સામગ્રી આપવામાં આવી છે. આનું પ્રકાશન રજત-મહત્સવ પ્રસંગે સને ૧૯૪૧ના ડિસેમ્બરની આખરે કરવામાં આવ્યું હતું આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ—વિ. સં. ૨૦૧૦માં (ભાદરવા વદિ ૧૦ના રેજ) સંસ્થાના પ્રેરક આચાર્યશ્રીને મુંબઈમાં સ્વર્ગવાસ થયે. એમના પ્રત્યેની કૃતજ્ઞતાથી પ્રેરાઈને, એમના પુણ્ય સ્મરણ નિમિત્ત, વિદ્યાલય તરફથી એક સ્મારક ગ્રંથ પ્રગટ કરવાનું વિ. સં. ૨૦૧૧ની શરૂઆતમાં (તા. ૭-૧૨-૧૫૪ના રેજ) નકકી કરવામાં આવ્યું. તે પછી દેઢ વર્ષે તા. ૨૮-૬–૧૬ના રોજ, જૈન સંઘના જાણીતા મુખ્ય અગ્રણી શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈના હસ્તે આ ગ્રંથનું પ્રકાશન કરાવવામાં આવ્યું. ચિત્ર સામગ્રીથી સમદ્ધ અને સુઘડ અને કળામય રીતે છપાયેલ આ દળદાર ગ્રંથમાં ગુજરાતી. હિંદી અને અંગ્રેજી ત્રણે ભાષામાં સ્વર્ગસ્થ આચાર્યશ્રીને અંજલિ આપતા લેખો ઉપરાંત જૈન સંસ્કૃતિના જુદા જુદા વિષય ઉપર પ્રકાશ પાડતા અભ્યાસપૂર્ણ લેખે આપવામાં આવ્યા છે. આ માટે દસ સભ્યોની એક કમીટી (રિપોર્ટ ૪૦, પૃ. ૧૪) રચવામાં આવી હતી. કળાસામગ્રી તથા લેખનસામગ્રી બને દષ્ટિએ સમૃદ્ધ આ ગ્રંથની વિદ્વાનોએ અને વર્તમાનપત્રાએ મુક્ત અને પ્રશંસા કરી છે. રિપોર્ટ ૪૨, પૃ. ૭૩) વળી, ડે. શ્રી નગીનદાસ જગજીવનદાસ શાહ સંસ્થામાં રહીને અભ્યાસ કરીને સને ૧૧૯-૨૦માં બી.એ. (ઓનર્સ)માં પાસ થયા. તે પછી તેઓ અર્થશાસ્ત્રના અભ્યાસને માટે લંડન ગયા. આ માટે વિદ્યાલયે એમને પાંચ હજાર રૂપિયાની પૂરક સહાય આપી હતી. લંડનમાં તેઓએ એમ.એ.ની ડિગ્રી મેળવીને ટેરીફના વિષય ઉપર મહાનિબંધ લખી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ચારેક વર્ષ બાદ તેઓ દેશમાં આવ્યા ત્યારે એમનું બહુમાન કરવામાં આવ્યું, અને બે એક હજાર રૂપિયા એકત્ર કરીને “History of Indian Tariffs” નામનો એમને એ મહાનિબંધ પ્રગટ કરવામાં આવ્યું. રિપોર્ટ ૯ પૃ. ૧૭). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy