SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ વિદ્યાલયની વિકાસકથા પરીક્ષા માટે જે પાઠયપુસ્તકે નક્કી કરેલાં છે તેમાંનાં પણ કેટલાંક સુલભ નથી. આવાં પુસ્તકમાંથી જેની બહુ માંગ હોય અને જેનો શિષ્ટ જનતાને પણ પ ઉપગ હોય એવાં પુસ્તક પસંદગીપૂર્વક પ્રગટ કરવાં. “આ ઉપરાંત જૈન ધર્મ અને તત્વજ્ઞાનની સામાન્ય જનતાને સાચી સમજ આપે તેવાં દુર્લભ પુસ્તકે પુનઃ પ્રગટ કરાવવા તેમ જ નવાં પુસ્તક તૈયાર કરાવવા અને બહાર પાડવાં. “ આ બંને પ્રકારનાં પુસ્તકની પસંદગી કરવા માટે, તેનું પ્રકાશન સંભાળવા માટે, જરૂર હોય ત્યાં મૂળ ગ્રંથ ઉપર માર્ગદર્શક નોંધ તથા વિવેચન તૈયાર કરવા માટે અને પ્રકાશનને લગતી બીજી અનેક બાજુઓ સંભાળવા માટે એક વિદ્વાન અને જૈન ધર્મના સાહિત્યનો સારે જાણકાર હોય એવી વ્યક્તિને વિદ્યાલયે રોકવી. આ જ વ્યક્તિનો ઉપગ સંસ્થામાં અપાતા ધાર્મિક શિક્ષણના કાર્યમાં પણ થઈ શકશે.” આ રીતે આ ગ્રંથમાળાને જન્મ થયો. અત્યાર સુધીમાં એ ગ્રંથમાળામાં વિદ્યાલય તરફથી નીચે મુજબ પુસ્તક પ્રગટ થયાં છે – અધ્યાત્મક૫મ–પંદરમી સદીમાં (વિ. સં. ૧૮૬૬માં) આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિજીએ આ ગ્રંથની રચના કરી હતી. તેના ઉપર શ્રી મેતીચંદભાઈએ વિશદ વિવેચન લખ્યું હતું, તેની વિ.સં ૧૯૬૫, ૧૯૬૭ તથા ૧૯૮૦માં એમ ત્રણ આવૃત્તિઓ ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રગટ થઈ હતી. તે પછી પણ આ ગ્રંથની માંગ ચાલુ હેવાથી શ્રી જૈન ધર્મ પ્રસારક સભાની અનુમતિથી, વિદ્યાલય તરફથી, આ ગ્રંથમાળાના પહેલા ગ્રંથ તરીકે આ પુસ્તકની ચોથી આવૃત્તિ (વિ. સં. ૨૦૦૮માં) અને પાંચમી આવૃત્તિ (વિ. સં. ૨૦૨૧માં) પ્રગટ કરવામાં આવી છે. જૈન દષ્ટિએ ગ–શ્રી મતીચંદભાઈએ લખેલ આ માહિતીપૂર્ણ અને ચિંતનપૂર્ણ ગ્રંથની પહેલી આવૃત્તિ વિ. સં. ૧૯૭૧માં ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રગટ થઈ હતી. તેની બીજી આવૃત્તિ, વિ. સં. ૨૦૧૦માં આ ગ્રંથમાળાના બીજા ગ્રંથરૂપે, વિદ્યાલય તરફથી પ્રગટ કરવામાં આવેલ છે.. શ્રી આનંદઘનજીનાં પદો ભાગ પહેલે–યોગીરાજ શ્રી આનંદઘનજીનાં ૫૦ પદનું શ્રી મોતીચંદભાઈએ કરેલ વિશદ વિવેચન પણ વિ. સં. ૧૯૭૧માં, ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી “શ્રી આનંદઘન પદ્ય રત્નાવલી” નામે પ્રગટ થયું હતું. તે અપ્રાપ્ય થઈ જવાથી તેની બીજી આવૃત્તિ, આ ગ્રંથમાળાના ત્રીજા પુસ્તકરૂપે, વિ. સં. ૨૦૧૨માં, ઉપર સૂચવેલ નામથી વિદ્યાલયે પ્રગટ કરી હતી. આ ગ્રંથ અત્યારે અપ્રાપ્ય છે. શ્રી આનંદઘનજીનાં પદો, ભાગ બીજો–શ્રી આનંદઘનજીનાં ૫૧થી ૧૦૮ સુધીના પદેનું શ્રી મોતીચંદભાઈએ લખેલ વિવેચન પુસ્તકરૂપે પ્રગટ થાય તે પહેલાં જ એમને સ્વર્ગવાસ થયા. એમણે પોતાના અપ્રગટ ગ્રંથની પ્રેસકોપીઓ વિદ્યાલયને સેંપી છે. એટલે એમને આ અપ્રગટ ગ્રંથ, આ ગ્રંથમાળાના ચોથા પુસ્તક તરીકે, વિ. સં. ૨૦૨૦ માં વિદ્યાલયે પ્રગટ કર્યો છે. આ ગ્રંથનું સંપાદન શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ કર્યું છે. આ રીતે આ ગ્રંથમાળા તરફથી ત્રણ પુનર્મુદ્રિત અને એક ન એમ ચાર ગ્રંથ પ્રગટ થયા છે. અપ્રગટ બ્ર–વિદ્યાલય પાસે મેતીચંદભાઈને આ પ્રમાણે અપ્રગટ ગ્રંથોનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy