SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ વિદ્યાલયની વિકાસકથા ઉપર સૂચવ્યું તેમ ત્રિમાસિક પત્રિકાનું પ્રકાશન કરવાનું કે જુદા જુદા જેને વિષે ઉપર વિદ્વાનેનાં લેખિત વ્યાખ્યાને જવાનું શક્ય ન બન્યું. તેમ જ ઉનાળાની રજાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે એવું વિશિષ્ટ ધાર્મિક પુસ્તક નકકી કરીને રજાઓ બાદ એની ઈનામી ધાર્મિક પરીક્ષા લેવાની પ્રથા પણ અવિચ્છિન્નપણે ચાલુ ન રહી શકી. આમ છતાં એના ઉપરથી એટલું તે ચોક્કસ જાણી શકાય છે કે વિદ્યાથીઓ ધાર્મિક અભ્યાસમાં વધુ ને વધુ રસ લેતા થાય એ માટે એક યા બીજા પ્રકારની યોજના કરવા માટે વિદ્યાલયના સંચાલકો હમેશાં પ્રયત્નશીલ રહેતા હતા. ધાર્મિક અભ્યાસક્રમ વિદ્યાલયની ધાર્મિક સમિતિ નામે પેટા સમિતિની સલાહ મુજબ નક્કી કરવામાં આવે છે. આ સમિતિ અત્યારે નીચે મુજબ સભ્યોની બનેલી છે : (૧) ડે. જયંતીલાલ સુરચંદ બદામી (૨) શ્રી જયંતીલાલ રતનચંદ શાહ (૩) ડો. ભગવાનદાસ મનસુખલાલ મહેતા (૪) શ્રી સેવંતીલાલ ચીમનલાલ શાહ (૫) શ્રી હીરાલાલ હાલચંદ દલાલ વિદ્યાલયે નકકી કરેલ ધાર્મિક અભ્યાસક્રમને મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અહિંસા અને અનેકાંતવાદ મૂલક જૈન દર્શનનાં તો તેમ જ સિદ્ધાંતથી, જૈન ધર્મના આચારોથી અને જેને ઇતિહાસ, કળા, સાહિત્ય તથા સંસ્કૃતિથી માહિતગાર થાય એ છે. એટલે એમાં સૂત્રો ગેખવાનાં હતાં નથી. અભ્યાસક્રમને ખ્યાલ નીચે સૂચવેલ કેટલાંક પાઠયપુસ્તકે ઉપરથી પણ આવી શકશે – શ્રી ઉમાસ્વાતિ વાચકકૃત તત્વાર્થસૂત્ર (પંડિત સુખલાલજીકૃત વિવેચનયુક્ત). ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત જ્ઞાનસાર. પ્રથમ કર્મગ્રંથ. નવતત્વ. આનંદઘનજીકૃત ચોવીશી. પદર્શન સમુચ્ચયમને જેના દર્શનને લગતે ભાગ. શ્રી હરિભદ્રસૂરિજીકૃત અષ્ટક તથા ધર્મબિંદુ. અધ્યાત્મસાર, ન્યાયદીપિકા, પ્રણામનયતવાલેકાલંકાર, સન્મતિપ્રકરણ (વિવેચન ૫સુખલાલજી તથા બેચરદાસજી), ન્યાયાવતાર. શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈસ્કૃત જૈનસાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ. શ્રી હેમચંદ્રાચાર્ય કૃત યેગશાસ્ત્ર (ચાર પ્રકાશ). મુ. શ્રી. ન્યાયવિજયજીકૃત જેનદર્શન. શ્રી હરિસત્યભટ્ટાચાર્ય કૃત જિનવાણ. ગુણસ્થાન ક્રમારેહ. પં. સુખલાલજીકૃત આધ્યાત્મિક વિકાસક્રમ વગેરે. સત્તાવીસમા વર્ષના ધાર્મિક પરીક્ષક શ્રી દલસુખભાઈ માલવણિયાએ પિતાના પત્ર (રિપોર્ટ ર૭, પૃ. ૬૦)માં પાઠયપુસ્તક અંગે યોગ્ય જ કહ્યું છે કે પાઠયપુસ્તક સારું હોય તો વિદ્યાર્થી રસપૂર્વક વાંચે છે અને તૈયાર કરે છે એટલું જ નહિ, પણ પ્રતિપાદ્ય વિષયને તે પોતાની ભાષામાં સહજ રીતે મૂકી શકે છે. આ વાતની ખાતરી, આપ પ્રારંભિક શ્રેણીના વિદ્યાથીઓના “જૈનદર્શન” સંબંધી ઉત્તર તપાસી જોશો તો, આપને જરૂર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy