SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. ધાર્મિક શિક્ષણ ૧૦૫ - ધાર્મિક વર્ગો ઉપરાંત ધર્મશાના જાણકાર વિદ્વાનોનાં વ્યાખ્યાને અવારનવાર યોજવામાં આવતાં હતાં. ત્રીજા વર્ષમાં પૂજ્ય આગમેદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ, ચોથા વર્ષમાં પૂજ્ય શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ, પાંચમા વર્ષમાં જાણીતા ધર્માભ્યાસી શેઠ શ્રી કુંવરજી આણંદજી, શ્રી મનસુખલાલ કિરારાંદ્ર મહેતા, મુનિરાજ શ્રી તિલકવિજયજી, પંદરમા વર્ષમાં જાણીતા દિગંબર વિદ્વાન બૅરિસ્ટર શ્રી ચંપતરાયજી જૈન વગેરે વિદ્વાનોનાં નામે રિપોર્ટમાં નોંધાયેલાં મળે છે. છઠ્ઠા વર્ષમાં એક એવી પણ વિચારણા કરવામાં આવી હતી કે– - “ ત્રિમાસિક પત્ર જૈનોની કેળવણી અને સામાન્ય કેળવણી તથા ધાર્મિક વિષયોનો સંગ્રહ કરનાર નીકળે એવી ભાવનાને આ વર્ષમાં પણ છાપવાનાં સર્વ સાધનોની મોંઘવારીને લઈને અમલમાં મૂકાણી નથી. એક બીજી જરૂરિયાત જણાય છે. આપણે દર વર્ષે એક લેકચરશિપ સ્થાપવી. હરિભદ્ર, હેમચંદ્ર, મુનિસુંદરાદિ મહાન પૂર્ણ પુરુષોનો અભ્યાસ કરી તે પર ચાર સુંદર ભાષણ લેખિત તૈયાર કરી આપવાની પ્રથમથી માગણી કરવી. અરજી આપનારમાંથી એકને છ માસ તૈયાર થવા વખત આપો. નવા વર્ષની શરૂઆતમાં તે ભાષણ તેણે સંસ્થામાં ચાર રવિવારે આપવાં, પછી ઠીક લાગે તો તે છપાવવાં. એ કાર્ય કરનારને પારિતોષિક તરીકે રૂપિયા ૫૦૦ની રકમ આપવી. આ કાર્ય કરવા માટે વિધાનની કમિટી નીમવી. આ કાર્યથી અભ્યાસ આગળ વધશે અને શોધક બુદ્ધિ જાગૃત થશે.” ઉપરાંત, રજાઓના વખતને ઉપયોગ વિદ્યાથીઓ જૈન ધર્મના સિદ્ધાંતો અને આચારોને જાણવા માટે કરે એ દષ્ટિએ ઉનાળાના વૅકેશન માટે એક પુસ્તક નક્કી કરીને રજાઓ પૂરી થયા પછી એની ઈનામી પરીક્ષા લેવામાં આવતી હતી. અને એ માટે તે વખતમાં સારી કહી શકાય એવી દેઢસો રૂપિયા જેવી રકમના ઇનામો આપવામાં આવતાં હતાં. દા. ત., બીજા વર્ષમાં જૈન ધર્મ ઉપર ઊંડી શ્રદ્ધા ધરાવનાર અંગ્રેજ વિદ્વાન હર્બટ વેરનકૃત “જેનિઝમ” નામક અંગ્રેજી પુસ્તકની પરીક્ષા શ્રી ઉમેદચંદ દોલતચંદ બરોડિયાએ લીધી હતી; પાંચમા વર્ષમાં ન્યાયવિશારદ, ન્યાયતીર્થ મુનિરાજ શ્રી ન્યાયવિજયજીકૃત “જેનદર્શન” પુસ્તકની પરીક્ષા શ્રી અમરચંદ ઘેલાભાઈ ગાંધીએ લીધી હતી, તેવીસમા વર્ષમાં શ્રી હરિસત્ય ભટ્ટાચાર્યલિખિત અને શ્રી સુશીલ દ્વારા અનુવાદિત “જિનવાણી” પુસ્તકની પરીક્ષા શ્રી ચીમનલાલ જેચંદભાઈ શાહે લીધી હતી; સતાવીસમાં વર્ષમાં ગાભ્યાસી પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકેશર સૂરિકૃત “સમ્યગ્દર્શન” પુસ્તકની પરીક્ષા શ્રી સૌભાગ્યચંદ ઉમેદચંદ દોશીએ લીધી હતી; અઠ્ઠાવીસમા વર્ષમાં શ્રી ગોપાલદાસ જીવાભાઈ પટેલકૃત “મહાવીરસ્વામીને સંયમધર્મ” નામે પુસ્તકની પરીક્ષા શ્રી મોહનલાલ ભગવાનદાસ ઝવેરીએ લીધી હતી અને બત્રીશમા વર્ષમાં શ્રીમદ્ રાજચંદ્રકૃત “મોક્ષમાળા”ની પરીક્ષા ડો. ભગવાનદાસ મનસુખલાલ મહેતાએ લીધી હતી. “મોક્ષમાળા”ના પરીક્ષક ડૉ. ભગવાનદાસ મહેતાએ પિતાના અહેવાલમાં જણાવ્યું હતું કે– સમગ્રપણે જોતાં પરિણામ સંતોષપ્રદ અને ઉત્સાહવર્ધક કહી શકાય, કારણ કે વિદ્યાથીઓએ આમાં ઊલટથી ભાગ લઈ પ્રશ્નોની છણાવટ રસથી કરી છે. પ્રાયઃ પ્રત્યેક વિદ્યાર્થીના હૃદય પર આ ગ્રંથના પઠનથી તત્ત્વજિજ્ઞાસા અને સદ્ધર્મ રુચિમાં અભિવૃદ્ધિ કરનારી ઊંડી છાપ પડી છે. આ ઉપરથી પ્રતીત થાય છે કે વિદ્યાલયે વિદ્યાર્થીઓને વેકેશનમાં વાંચનાર્થે આ ગ્રંથ (મોક્ષમાળા ) આપેલ તે પ્રશસ્ત અને સમુચિત જ કર્યું છે.” ૧૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy