SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ વિદ્યાલયની વિકાસકથા શિક્ષણ આપવાની વ્યવસ્થા કરીને વ્યાવહારિક તેમ જ ધાર્મિક ઊંચું જ્ઞાન ધરાવનારા જૈન યુવકે બહાર પાડવાનો જે સાહસ માથે ઉઠાવ્યો છે તે સંતોષકારક રીતે પાર પાડવાનાં દરેક ચિહ્નો તેના હમણાં સુધીના કામકાજ ઉપરથી જોઈ શકાય છે....એ સંસ્થામાંથી તૈયાર થઈને બહાર પડનારા વિદ્યાથીએ જેમ વ્યાવહારિક તેમ ધાર્મિક સૃષ્ટિમાં ઘણો સારો દેખાવ કરવા સમર્થ થઈ પડશે.” ( રિપોર્ટ બીજો, પૃ. ૬૭) આ પછી ત્રીશ વર્ષ બાદ, તા. ૨૯-૧૨-૪૬ના રોજ, વિદ્યાલયની અમદાવાદ શાખાનું ઉદ્દઘાટન તેમ જ શેઠ શ્રી ભોળાભાઈ જેસિંગભાઈ દલાલના બસ્ટનું અનાવરણ કરતાં, સરદાર શ્રી વલ્લભભાઈ પટેલે પણ વિદ્યાલયની આ વિશેષતા અંગે કહ્યું હતું કે— આ વિદ્યાલયમાં જૈન ધર્મનાં મૂળ તો ભણાવવાની વ્યવસ્થા છે એ વિશેષ અગત્યની વસ્તુ છે. એવી સાચી વિદ્યા મળે તો સખાવત કરનારને પણ સંતોષ થાય. વિદ્યાર્થીઓએ જેન ધર્મના સિદ્ધાન્ત જાણી લેવા જોઈએ. જૈન ધર્મના સિદ્ધાંતોનું પાલન કરવા જેવો જૈન સાધુઓને ધર્મ છે, તેવો સંસારવાળાઓને પણ ધર્મ છે.” બીજા વર્ષની ધાર્મિક પરીક્ષાના પરીક્ષક જાણીતા જેન ધર્મના મર્મજ્ઞ અને ધર્માનુરાગી મહાનુભાવ શ્રીયુત સુરચંદભાઈ પુરુષોત્તમદાસ બદામીએ પરીક્ષાના પરિણામ અંગે પોતાની સંતોષની લાગણી દર્શાવતાં (રિપોર્ટ ૨, પૃ. ૪૫) કહ્યું હતું કે The result of the examination is highly satisfactory. The answers with very few exceptions show that the subject is intelligently taught and learot, and reflect much credit on the teacher and the taught." ( અર્થાત –પરીક્ષાનું પરિણામ ખૂબ સંતોષકારક છે. જે જવાબો આપવામાં આવ્યા છે તે, બહુ જ ઓછા અપવાદને બાદ કરતાં, આ વિષયને કે બુદ્ધિપૂર્વક અધ્યાપક ભણાવે છે અને વિદ્યાર્થીઓ ભણે છે એ દર્શાવે છે. ઉપરાંત એ અધ્યાપક અને વિદ્યાર્થીઓને ઘણા યશના ભાગી પણ બનાવે છે.) પહેલાં દસ વર્ષ દરમ્યાન, પહેલા વર્ષમાં ૧૮ વિદ્યાર્થીઓએ ધાર્મિક પરીક્ષા આપી હતી, એમાંથી ૧૭ પાસ થયા હતા, અને દસમા વર્ષમાં ૩૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને એમાં બધાય પાસ થયા હતા. આ દસ વર્ષમાં ઓછામાં ઓછું પરિણામ નવમા વર્ષમાં ૩૧માંથી ૨૯ પાસ થતાં ૯૩ ટકા આવ્યું હતું. દસમા વર્ષના પરીક્ષક શ્રી મોહનલાલ ભગવાનદાસ ઝવેરીએ પિતાને સંતોષ દર્શાવતાં (રિપોર્ટ ૧૦, પૃ. ૪૨) લખ્યું હતું કે “સર્વ વિદ્યાર્થીઓ પાસ થાય છે. વિવિધ પરીક્ષાનાં વાંચનના રોકાણ છતાં વિદ્યાર્થીઓએ શ્રમ સારો કર્યો હોય એમ માલમ પડે છે.” આ રીતે મુંબઈમાં તેમ જ વિદ્યાલયની બધી શાખાઓમાં ધાર્મિક અભ્યાસ માટે તેમ જ ધર્મના સામાન્ય નિયમોના પાલન માટે વ્યવસ્થા અને આગ્રહ રાખવામાં આવે છે; અને પરીક્ષાના પરિણામ પ્રત્યે મોટે ભાગે પરીક્ષક સંતોષ વ્યક્ત કરતા રહ્યા છે. વિદ્યાલયના રિપોર્ટમાં, ઉપર ટાંક્યા એવા બીજા અભિપ્રાય પણ જોવા મળે છે, પણ એ બધાને અહીં રજૂ કરવાની જરૂર નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy