SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ વિદ્યાલયની વિકાસકથા શાખાની સ્થાપના થાય છે તેથી ઘણા જેન વિદ્યાથીઓ એને લાભ લઈ શકે. અવસર જોઈને એમણે પિતાના મનની આ વાતની વિદ્યાલયના માનદ મંત્રી શ્રીયુત ચંદુલાલ વર્ધમાન શાહને જાણ કરી. સમાજનું ઉત્થાન મુખ્યત્વે કેળવણી દ્વારા જ થઈ શકવાનું છે, એ પાયાની વાત શ્રી ચંદુભાઈને મનમાં બરાબર વસી ગઈ છે. તેથી જ તો તેઓ વિદ્યાલયના કાર્ય ક્ષેત્રના વિસ્તાર માટે અને એની નવી નવી શાખાઓની સ્થાપના માટે હમેશાં ઝંખતા જ હોય છે. એટલે એમણે શ્રી મણિભાઈની આ વાતને સહર્ષ આવકાર આપ્યો. અને શ્રી ચંદુભાઈની યોગ્ય રજૂઆતથી વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ પણ એ વાતને વધાવી લીધી. છેવટે શ્રી મણિભાઈ દોશીના પ્રયાસથી વિ. સં. ૨૦૧૮ના વસંત પંચમીના શુભ દિવસે (તા. ૮-૨-૬૨ના રોજ) આ શાખાને માટે ૭૯ ગુંઠા જેટલી જમીન આશરે સાડા સાત હજાર રૂપિયામાં ખરીદી લેવામાં આવી. આ વિચારને મૂર્ત રૂપ આપવામાં આણંદ અને એની આસપાસનાં ગામનાં જૈન ભાઈઓએ પણ સારો સહકાર આપ્યો હતો. - આ પછી આ શાખાના મકાનનું બાંધકામ થઈ શકે એવી જરૂરી પૂર્વ તૈયારી પૂરી થતાં, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીજી મહારાજે કાઢી આપેલ મુહૂર્ત પ્રમાણે, વિ. સં. ૨૦૨૦ના માહ સુદિ બીજ, તા. ૧૬–૧–૬૪ ને ગુરુવારના રોજ આ શાખાના મકાનને ભૂમિખનનવિધિ નડિયાદના પ્રસિદ્ધ ડો. જયંત એમ. શાહને હાથે કરાવવામાં આવ્યું. આ મકાનને શિલારોપણવિધિ તે પછી થોડા જ વખતમાં, વિ. સં. ૨૦૨૦ના માહ સુદિ ૧૧, તા. ૨૫-૧-૬૪ને શનિવારના રોજ વલ્લભ વિદ્યાનગરની સરદાર વલ્લભભાઈ વિદ્યાપીઠના ઉપકુલપતિ શ્રીયુત ઈશ્વરભાઈ જેઠાભાઈ પટેલના પ્રમુખપદે, મૂળ ખંભાતના વતની અને મુંબઈમાં રહેતાં, જાણીતી ચીમનલાલ પેપર કંપનીવાળા શ્રીયુત ચીમનલાલ પ્રાણજીવન શાહના હાથે કરાવવામાં આવ્યું. આ સમારંભમાં મુંબઈથી વિદ્યાલયના સંચાલકે સારી સંખ્યામાં હાજર રહ્યા હતા ઉપરાંત આણંદ અને એની આસપાસનાં ગામના જન ભાઈઓ પણ ઘણા આવ્યા હતા. આ પ્રસંગે શ્રી ચીમનભાઈએ આ શાખાના પુસ્તકાલયને માટે પિતા તરફથી અગિયાર હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી, અને વિદ્યાલયના કાર્યવાહકોની કાર્યદક્ષતાને ભાવભરી અંજલી આપી હતી. પ્રમુખસ્થાનેથી બોલતાં શ્રી ઈશ્વરભાઈ પટેલે કહ્યું હતું કે – “વિદ્યાનગર એ માત્ર વિદ્યાને માટે જ સ્થપાયેલ સ્થાન છે. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની પ્રેરણાથી આ વિદ્યાલયની સ્થાપના થઈ અને તેની શાખા વિદ્યાનગરમાં થાય છે એ આનંદજનક ઘટના છે. ધર્મની સર્વતોમુખી પાયાની કેળવણી મળે એ અગત્યનું કાર્ય છે, અને ચારિત્રઘડતરની દષ્ટિએ પણ એ વધુ ઉપયોગી છે. કેળવણીમાં નૈતિક શિક્ષણની જરૂર છે. વિદ્યાર્થીઓને લે તરૂપે અપાતી આર્થિક સહાયની યોજના ખૂબ પ્રશંસાને પાત્ર છે.” (રિપોર્ટ ૪૯: પૃ. ૨૧-૨૨) * અહીં એ વાતની જાણ કરતાં આનંદ થાય છે કે આ શાખાના ૮૦ વિદ્યાથીઓ રહી શકે એવા આલિશાન મકાનનું બાંધકામ પૂરું થઈ ગયું છે; અને તા. ૧૮-૬-૭ ના રોજ પંચકલ્યાણક પૂજા ભણીને, ૩૧ વિદ્યાર્થીઓથી, આ શાખાના કાર્યની શુભ શરૂઆત કરવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy