SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ દઃ વિદ્યાલયની શાખાઓ શેઠ ગોકુળભાઈ મૂળચંદ જેને હોસ્ટેલ (મુંબઈમાં વધુ વિદ્યાર્થીઓ માટે કામચલાઉ વ્યવસ્થા) શેઠ શ્રી ગોકુળભાઈ મૂળચંદ વિદ્યાપ્રેમી શ્રીમાન હતા અને શિક્ષણના કાર્યને પ્રોત્સાહન મળે એવી કેટલીક સખાવતે એમણે કરી હતી. એમના સુપુત્ર શ્રી મણિભાઈએ પિતાના પિતાશ્રીની યાદમાં મુંબઈમાં એલ્ફિન્સ્ટન રેડ ઉપર પરેલમાં એક હોસ્ટેલ બંધાવી હતી. જૈન સમાજમાં ધીમે ધીમે ઉચ્ચ શિક્ષણની ભૂખ વધતી જતી હતી, અને વિદ્યાલયની સુવ્યવસ્થાની લોકપ્રિયતાને લીધે ઘણા વિદ્યાર્થીઓ વિદ્યાલયમાં દાખલ થવા પ્રેરાતા હતા. પણ જગ્યાની મર્યાદિત સગવડને કારણે અનેક સુગ્ય વિદ્યાર્થીઓની અરજીઓ પણ નકારવી પડતી હતી. વિદ્યાલયના ભાવનાશીલ સંચાલકોને આ વાતનું ઘણું દુઃખ હતું; અને આને કંઈક ઉપાય શોધવા તેઓ હમેશાં વિચારતા રહેતા હતા. એમની આ ચિંતાનો કંઈક ખ્યાલ ૩૦મા રિપિટ (પૃ. ૨૪-૨૫)માંના નીચેના લાગણુ ભીના ઉદ્ગારો ઉપરથી પણ આવી શકે એમ છે – ભણવાની અભિલાષાવાળાને સ્થળ કે ધનસહાયને અભાવે અભ્યાસ મૂકી દે પડે તો તે વાત આપણને પાલવે તેમ નથી. એકલા મુંબઈ શહેરમાં ૪૦૦ વિદ્યાથીઓ રહે તેટલી વ્યવસ્થા કરવાની જરૂર છે. અત્યારના વિદ્યાથીઓના વલોપાત, રખડાટ અને ફફડાટ જેણે જોયા જાણ્યા હોય તેને આ બાબત મુલતવી રાખવાનું કહેવામાં આવે તો ખરેખર ખેદ થાય તેવું છે. અને કેળવણીના પ્રશ્નના નિકાલમાં સમાજને જ્યવાર છે, રાષ્ટ્રની ઉન્નતિના ઊંડા પાયા છે અને સાધ્યને સમીપમાં લાવવાના વ્યવસ્થિત સમારંભો છે.” આ દરમ્યાન એમનું ધ્યાન આ હોસ્ટેલ તરફ ગયું અને ડે. શ્રી જયંતીલાલ સુરચંદ બદામી, પીએચ.ડી. મારફત આ હોસ્ટેલ વિદ્યાલયના વિદ્યાર્થીઓને વસાવવાના ઉપયોગ માટે વિદ્યાલયને મળે એ પ્રયત્ન ચાલુ કરવામાં આવ્યો. શેઠ શ્રી ગોકુળદાસ મૂળચંદના પૌત્ર શ્રી ચીનુભાઈ મણિભાઈ સાથે દોઢેક વર્ષની વાટાઘાટને અંતે, આ હોસ્ટેલનું સમારકામ વિદ્યાલય પિતાને ખર્ચ કરે એ શરતે, પાંચ વર્ષને માટે એ હોસ્ટેલ વિદ્યાલયને ઍપવાને શ્રી ચીનુભાઈ સંમત થયા. વિદ્યાલયની સામાન્ય સમિતિએ તા. ૨-૭–૪૪ના રોજ આ ગોઠવણને પોતાની મંજૂરી આપી અને આ ઈમારતના સમારકામ માટે પંદર હજાર રૂપિયા મંજૂર કર્યા. તરત જ આ મકાનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું, અને મકાનનું ઉદ્ઘાટન કૅલેજોના બીજા સત્રની શરૂઆતમાં કરાવવાનું નક્કી કરવામાં આવ્યું. એ પ્રમાણે તારીખ ૧૨-૧૧-૧૯૪૪ના રોજ સાંજના ૪ વાગતાં જાણીતા ધર્મપ્રેમી, વિદ્વાન, સુરત નિવાસી શ્રીયત સુરચંદભાઈ પરસેતમદાસ બદામીના વરદ હસ્તે આ મકાનનું ઉદ્દઘાટન કરીને એમાં વિદ્યાલયની મુંબઈની શાખાની શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે આગમ દ્વારક પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ પધાર્યા હતા, અને તેઓએ, તે દિવસે સવારમાં આ સમારંભ માટે બાંધવામાં આવેલ વિશાળ મંડપમાં, મનનીય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy