SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ એક ડુંગર જ બન્યો. તે પોતાના મનમાં વિચારવા લાગ્યો : ‘મારી તિજોરીમાં પણ પૈસાનો એવો જ એક ડુંગર ભેગો થયો છે. તેને લીધે બીજે ક્યાંક એવડો જ મોટો ખાડો તો નહિ પડ્યો હોય ?’ વિચારનો ધક્કો વીજળીના આંચકા જેવો હોય છે. આટલા વિચારથી તેની ઊંઘ ઊડી ગઈ ને તે જાગ્યો; એ કૂવો જ તેનો ગુરુ બન્યો. તે કૂવા પાસેથી તેને જે મંત્ર મળ્યો તેની કસોટી ઉપર તેણે પોતાની પ્રામાણિકતા ધસી જોઇ. પણ તે પૂરતા કસની નથી એમ તેને જણાયું. ‘વેપારી પ્રામાણિકતા ’ જાળવી હોય તોય આવા રેતીના પાયા ઉપર મારું ઘર કેટલું ટકવાનું?’ આ વિચાર તેને ઝોડ જેમ વળગ્યો. આખરે, પથ્થર અને માટી તથા માણેક અને મોતી એમાંનો તફાવત તેને દેખાતો બંધ થયો. ‘નકામો કૂડોકચરો સંધરી રાખવામાં શો અર્થ છે ? ’ એવો વિચાર કરીને તે એક દિવસ સુંદર પરોઢિયે ઊઠયો. બધી સંપત્તિ તેણે ગધેડાની પીઠ ઉપર લાદી અને તે લઈ ને તે ગંગાને કિનારે પહોંચ્યો. ‘હે માતા ! મારું પાપ ધોઈ નાખ' એમ કહી તેણે એ બધી કમાણી ગંગામાતાના ખોળામાં ઠાલવી દીધી અને સ્નાન કરીને મુક્ત થયો. લોકોને આ વાતની ખબર પડતાં તેને જ્યારે પૂછતાં કે ‘ તમારા અઢળક ધનનું દાન પણ ન કર્યું?' ત્યારે જવાબ આપતાં તે કહેતો : ‘ ઋચરાનું તે કાંઈ દાન કરવાનું હોય ? ’ એક ધનવાન માણસે જ્યારે શ્રી કૃષ્ણમૂર્તિને પૂછ્યું કે : ‘મારી પાસે પુષ્કળ પૈસા છે તેનો સદુપયોગ કેમ કરવો ? ’ ત્યારે તેણે જવાબ આપતાં તેને કહ્યું કે : શોષણુ દ્વારા, નિર્દયતા દ્વારા, જંગલીપણા દ્વારા તમે પૈસા મેળવો છો. આધુનિક જગતમાં માણુસ પૈસા સંપાદન કરવા બહાર પડે તો એને હોશિયાર, લુચ્ચા, અપ્રામાણિક, નિર્દય થવાની જરૂર પડે છે. જે, મને પૈસા ભેગા કર્યાં છે તે મન ઉદાર નથી; એ નિષ્ઠુર મન છે, અને એ મન સ્થૂળ વસ્તુનો સ્થૂળ ભૂમિકા પર જ વિચાર કરી શકે. ’ પુણિયા શ્રાવકના ત્યાગની વાત જૈન સાહિત્યમાં બહુ પ્રસિદ્ધ છે. તેને થયા પચીસો વર્ષ થઈ ગયાં હોવા છતાં તેનું નામ જૈન સાહિત્યમાં અમર રહ્યું છે. પુણિયા શ્રાવક પાસે કોઈ દોલત ન હતી કે તેણે એવું કોઈ દાન પણ કર્યું ન હતું; તેણે કોઈ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો ન હતો કે કોઈ મંદિર બંધાવેલું નથી. તેની કુલ મૂડી આજના પંચોતેર પૈસા જેટલી હતી. તેનું ચારિત્ર અને અપરિગ્રહવૃત્તિ જોઇ કોઈ ચમત્કારી મહાત્મા પુરુષ તેની પર ભારે ખુશ થયો અને પારસમણિના સ્પર્શવડે પુણિયો શ્રાવક અને તેની પત્ની ન જાણે તેમ તેના ધરના લોઢાના તવાને સુવર્ણનો અનાવી દીધો. પુણિયા શ્રાવકને આ વાતની ખબર પડી એટલે તે બહુ નારાજ થયો અને સોનાના તવાને સ્પર્શ પણ ન કરતાં ઉકરડામાં ઘટાવી દીધો. જૂનો લોઢાનો તવો પારસમણિના પાપે ગયો, એટલે પતિપત્નીએ ત્રણ દિવસના ઉપવાસ કર્યાં અને ખાવાના ખોરાકના પદાર્થોની બચતમાંથી નવો તવો લીધો. પછી તો આ વાત જ્યારે પેલા મહાત્માએ જાણી ત્યારે પુણિયા શ્રાવક પાસે આવી પોતે કરેલાં અપરાધની માફી માગી. વસ્તુઓ–પદાર્થોનો પરિગ્રહ તેમ જ તેમાં રહેલી મમત્વબુદ્ધિ માણસને વિનાશના પંથે દોરી જાય છે, આ વાત બધા ધર્મશાસ્ત્રોમાં જોવામાં આવે છે. બાઈબલમાં લખ્યું છે કે : એક ધનવાને ઈસુની પાસે આવી પોતાને થતી અશાંતિની ફરિયાદ કરી અને શાંતિનો માર્ગ બતાવવા વિનંતિ કરી. ઈસુએ તેને કહ્યું : “ ધર્મના માર્ગે જવાથી સુખ મળે છે. કોઈ જીવની હત્યા ન કરવી, અસત્ય ન બોલવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન સેવવો, માબાપને માન આપવું—આ બધા ધર્મનું પાલન કરવાથી શાંતિ પ્રાપ્ત કરી શકાય છે.' આ ઉપદેશ સાંભળી પેલા ધનવાને કહ્યું : ‘ આ બધું તો હું નાનપણથી કરતો આવ્યો છું, પણ તેમ છતાં શાંતિ નથી મળતી.’ ધનવાનની આવી વાત સાંભળી ઈસુએ તેને કહ્યું : ‘ તું હજુ એક વાતમાં અધૂરો છે. તારું ધન દરિદ્રીઓને આપી દે અને પછી શાંતિ માટે મારી પાસે આવજે. તું કદાચ જાણતો નહિ હશે કે ઊંટને સોયના નાકામાંથી પસાર કરવાનું કદાચ શક્ય બને, પણ જેની પાસે સંપત્તિ છે તેના માટે દેવના રાજ્યમાં પ્રવેશ કરવાનું તો શક્ય નથી જ.' ધનવાને ઈસુની આજ્ઞાનું પાલન કર્યું અને તેને શાંતિ મળી ગઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy