SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પાપનું મૂળ : પરિગ્રહ : પહ ધર્મશાસ્ત્રોએ ધનની પ્રતિષ્ઠાના ગુણો નથી ગાયા, પણ લોકોએ જ ધનની મહત્તા વધારી દીધી છે. નવતત્ત્વ પ્રકરણમાં પુણ્ય ભોગવવાના બેતાલીસ પ્રકારોનું વર્ણન આવે છે, તેમાં સોનું, ચાંદી, હીરા-મોતી કે ધનધાન્યની પ્રાપ્તિ કોઈ અમુક પુણ્યપ્રકૃતિને આધીન છે તેવું દર્શાવેલું જોવામાં આવતું નથી. શ્રી મુનિસુંદરસૂરિજીએ કહ્યું છે કે : ‘ જે પૈસા શત્રુને ઉપકાર કરનારા થઈ શકે છે, જે પૈસાથી સર્પ, ઊંદર વગેરેમાં ગતિ થાય છે, જે પૈસા મરણ, રોગ વગેરે કોઈ પણ આપત્તિઓ દૂર કરવાને શક્તિમાન નથી, તેવા પૈસા ઉપર તે મોહ શો ? ૧૨ વિવેક એટલે સત્ અને અસત્, અથવા નિત્ય અને અનિત્યને જુદાં પાડવાની શક્તિ. આવા વિવેકી માનવીના સંબંધમાં ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે : હર્ષે નામે વત્સ્યેના વિવેગે વાહિદ્——અર્થાત્ પ્રાપ્ત થયેલાં કામભોગોમાં પણ વિવેકીને ઇચ્છા થતી નથી. માનવજાત દુ:ખના ભોજન તળે રિબાઈ રહી છે તેના કારણમાં શ્રી અરવિંદે કહ્યું છે કે : Blows fall on all human beings, because they are full of desire for things that cannot last and they loose them or even if they get, it brings disappointment and cannot satisfy them; અર્થાત્ દુઃખના ધા દરેક માણસ પર પડે છે, કારણ કે તેઓ એવી વસ્તુની પાછળ પડે છે કે જે વસ્તુ નિત્ય રહેતી નથી, અને તેથી માણસો તેને ગુમાવી દે છે, અગર તે વસ્તુ મેળવ્યા પછી તેમને નિરાશા ઉત્પન્ન થાય છે, અગર તેઓને સંતોષ આપી શકતી નથી. ન્યાયવિશારદ મુનિમહારાજ શ્રી ન્યાયવિજયજીએ કહ્યું છે કે : ‘ સુખ (વૈયિક) નિત્ય નથી, ઇંદ્રિયો નિત્ય નથી, ભોગો નિત્ય નથી, વિષયો નિત્ય નથી; અર્થાત્ આ સકલ પ્રપંચ વિનશ્વર છે; આસ્થા રાખવા લાયક કંઈ નથી’.૧૩ જગતના એક મહાન કવિ શેક્સપિયરે કહ્યું છે કે : ‘ સોનું એ માનવના આત્મા માટે ખરાબમાં ખરાબ વિષ છે. આ દુઃખથી ભરેલી દુનિયામાં બીજા કોઈ પણ ઝેર કરતાં ધનનું ઝેર વધારે ખૂનોનું નિમિત્ત બને છે.’ મહર્ષિ હરિભદ્રસૂરિજીએ ધર્મના માટે ધન પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખનારાઓ માટે કહ્યું છે કે:-- धर्मार्थ यस्य वित्हा, तस्यानीहा गरीयसी । प्रक्षालनाद्धि पङ्कस्य, दूरादस्पर्शनं वरम् ॥ અર્થાત્ ધર્મને માટે પૈસા મેળવવાની ઇચ્છા કરવી તેના કરતાં તેની ઇચ્છા ન જ કરવી એ વધારે સારું છે. પગે કચરો લાગ્યા પછી તેને ધોઈ ને સાફ કરવા કરતાં દૂરથી કાદવનો સ્પર્શ ન જ કરવો, એ વધારે સારું છે. ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે : ‘જેમ જેમ લાભ થતો જાય, તેમ તેમ લોભ વધતો જાય.' લોભના આવા રહસ્યના કારણે શાસ્ત્રકારોએ ડહાપણ વાપરી દાનના મહિમાની વાતો લખી છે. સાચી રીતે તો દાન કરતાં ત્યાગનો જ મહિમા વધુ છે, અને તેથી જ કહેવામાં આવ્યું છે કે : પ્રવત્ સર્વામાનાં વરત્વનો વિશિષ્યતે~~અર્થાત્ સર્વ કામોની પ્રાપ્તિ કરતાં તેનો ત્યાગ ચઢી જાય છે. પૂજ્ય વિનોબાજીએ આ ઉપર એક સરસ દૃષ્ટાંત આપતાં કહ્યું છે કે : એક માણસે પ્રામાણિકતાથી પૈસો મેળવ્યો હતો, પણ તેથી તેને સંતોષ ન હતો. પોતાના ઇંગલાના બગીચા માટે તેણે એક કૂવો ખોદાવ્યો. કૂવો ઘણો ઊંડો ગયો અને તેમાંથી મોટા જથ્થામાં પથ્થરો અને માટી નીકળ્યાં. આ ઢગલાનો ર અધ્યાત્મકલ્પદ્રુમ (અ. ૪–૨) અધ્યાત્મતત્ત્તાલોક (૫–૨૬) 1.3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy