SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પાપનું મૂળઃ પરિગ્રહ : ૧ આજે તે આપણું ચારે બાજુ જુદી જ પરિસ્થિતિ પ્રવર્તી રહેલી જોવામાં આવે છે. વર્તમાન ઔદ્યોગિક વિકાસના ભૂતે તેમ જ જીવનધોરણ ઊંચે અને ઊંચે લઈ જવાના પ્રયત્નોમાં નૈતિક દૃષ્ટિએ આપણું જીવન નીચે અને નીચે જઈ રહ્યું છે. માનવી પૈસાનો પૂજારી બની ગયો છે. ખાધાખોરાકીની ચીજોમાં તેમ જ દવાઓ અને દરરોજના વપરાશની વસ્તુઓમાં માલની હલકાઈ અને બનાવટ, દરેક બાબતમાં કાળાં નાણાંનો વ્યવહાર, દાણચોરીના ધંધા તેમ જ સરકારને કરવેરા ભરવામાં થતી છેતરપિંડી–આ બધી વસ્તુઓએ હવે માજા મૂકી છે, અને બધાંનું પરિણામ કેવું ભયંકર આવશે તેની ક૯૫ના કરતાં પણ હૃદયને ભારે આંચકો લાગે તેવું છે. વિષ્ણુપુરાણમાં લખ્યું છે કે : “જ્યારે સમાજમાં સંપત્તિને જ પ્રતિષ્ઠા મળે, ધનને જ ધર્મનું સાધન ગણવામાં આવે, વિષયવાસનાની તૃપ્તિને જ લગ્નનો હેતુ માનવામાં આવે, સ્ત્રીને ઉપભોગનું સાધન માનવામાં આવે, જનોઈને બ્રાહ્મણત્વનું લક્ષણ માનવામાં આવે ત્યારે સમજી લેવું કે કલ્કી અવતાર થવાનો છે.” ૧૪ વર્તમાનકાળે તો લોકોને એમ લાગે છે કે ધન હશે તો જ સોયના નાકા જેવા સ્વર્ગના સાંકડાં દ્વારમાંથી પસાર થઈ શકાશે. લોકો ધનને જ સ્વર્ગમાં જવાનો પરવાનો માની બેઠા છે. જૂની દુનિયાના મૂર્ખ લોકો પૈસાને જ પરમેશ્વર માનતા, પણ આજની નવી દુનિયાની ભારે કણતા તો એ છે કે ડાહ્યા ગણાતા લોકોએ પણ પરમેશ્વરને પૈસાનો ગુલામ બનાવી દીધો છે. આપણાં તીર્થસ્થાનો અને દેવમંદિરોમાં ભગવાનની પ્રતિમાની પ્રથમ પૂજાના સંપૂર્ણ અધિકાર ધનવાન લોકોના માટે જ રિઝર્વ હોય છે, કારણ કે ઉછામણીની બોલીમાં એ લોકો જ ધંધામાં દાવની માફક મોખરે ઊભા રહી શકે છે. આપણા મોટા ભાગનાં ધાર્મિક અનુષ્ઠાનોમાં, ઉપધાનની માળા પહેરવામાં, પર્યુષણમાં સ્વપ્નાંઓને માળા પહેરાવવાની ઘીની બોલીમાં, પ્રતિષ્ઠા મહોત્સવ વખતે તીર્થકરોના માતાપિતા બનવા માટેની ઉછામણીની બોલીમાં– અને આવાં બીજાં અનેક ધર્મકાર્યોમાં ધનવાનોની જ બોલબાલા હોય છે. પરંતુ આવી બધી પ્રથાઓ અને પદ્ધતિના કારણે આપણી યુવાન પ્રજામાંથી આવી બધી શુભ ક્રિયાઓ તરફ શ્રદ્ધા અને વિશ્વાસ ઓછા અને ઓછા થતા જાય છે તેનું આપણને ભાન નથી. જૂનવાણી, રૂઢિચુરસ્ત અને અંધશ્રદ્ધા ધરાવતા લોકોને એમ લાગે છે કે આજનું શિક્ષણ આપણી યુવાન પ્રજાને ઊંધા રસ્તે દોરવી ધર્મવિમુખ બનાવી રહ્યું છે; પણ ખરી હકીકત તો એ છે કે મંદિરો અને ઉપાશ્રયોને આપણે માત્ર ફંડફાળા એકઠાં કરવાનાં ધામ બનાવી રહ્યાં છીએ. જે જૈન દર્શને પરિગ્રહના પાપ વિષે વધુમાં વધુ પ્રકાશ આપ્યો છે, એ જ જૈન દર્શનના અનુયાયીઓનાં ઘરમાં અને ધર્મસ્થાનકોમાં પણ પરિગ્રહનું પ્રમાણ મોટા પ્રમાણમાં વધતું અને વધતું જોવામાં આવે છે; આનાથી વિશેષ કરણ અધ:પતન બીજું કયું હોઈ શકે ? સ્વતંત્ર ભારતની આપણી ઊગતી પ્રજા આવી બધી નબળાઈઓ અને દોષો મૂગામોઢે સહન કરી લેશે એમ વિચારવું એ મોટામાં મોટી બેવકૂફી છે. દેરાસરોમાં તીર્થકરોના નામ જોડી ધર્મના નામે આપણે પેઢીઓ સ્થાપીએ છીએ, અને તેના ટ્રસ્ટીઓ અને વહીવટ કરનારાઓ ધંધાદારી પેઢીની માફક પેઢીના ફંડો વધારવામાં ધ્યાન આપતાં હોય છે. એક વિદ્વાન જૈન સાધુ એક વખત કહેતા હતા કે ઉપાશ્રયમાં સાધુઓને ચોમાસુ રાખવાની બાબતમાં વહીવટ કરનારાઓની દૃષ્ટિ સાધુના રહેવાનાં કારણે થતી આવકજાવક એટલે કે નફાતોટાની પર જ હોય છે. આ રીતે, આપણું પવિત્ર ધર્મસ્થાનકો ધંધાદારી પેઢીમાં પલટાતાં આપણે જોઈ રહ્યા છીએ. બધી જ ધાર્મિક ક્રિયાઓ અને તમામ ધર્મઅનુદાનો શુભ જ अर्थ एव अभिजनहेतुः, धनमेवाशेषधर्महेतुः, अभिरुचिरेव दाम्पत्यसंबंध हेतुः, अनृतमेव व्यवहारजन्य हेतुः स्त्रीत्वमेव उपभोगहेतुः ब्रह्मसूत्रमेव विप्रत्वहेतुः लिंगधारणमेव आश्रमहेतुः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy