SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ અર્થાત્ માનવી પોતાના મનને પ્રિય લાગે તેવા જેટલા જેટલા ભોગ્ય પદાર્થો સાથે સંબંધ રાખે છે, તેટલા તેના હૃદયમાં શોકરૂપી ખીલાના આધાત થાય છે. શ્રી શંકરાચાર્યે કહ્યું છે કે : બર્થનનથૈ માય નિત્યક્——અર્થાત્ અનર્થકારી ધન જેની પાસે હોય છે, તેની બુદ્ધિ વિકૃત થઈ જાય છે. ચોરી, હિંસા, અસત્ય, દંભ, કામ, ક્રોધ, મદ, કપટ, વૈર, અવિશ્વાસ, સ્પર્ધા, ધૂત, વ્યભિચાર અને સુરાપાન જેવા વ્યસનો માણસોને અર્થના અનર્થ રૂપે જ થાય છે. અઢાર પાપસ્થાનકો પૈકી સત્તર પાપોનું ઉદ્ભવસ્થાન પણ એક રીતે તો પરિગ્રહ જ છે. ધન, ધાન્ય અને ધાતુના ઢગલામાં સુખ નથી, પણ જીવ તેમાં સુખની કલ્પના કરી ખેડો છે. કૂતરો જ્યારે સૂકા કઠણ હાડકાને ચાવે છે, ત્યારે તેના કોમળ મોંમાંથી લોહી નીકળે છે; અને તે લોહી હાડકામાંથી આવે છે એવી એની કલ્પનાથી લોહીનો સ્વાદ તેને ઉત્તમ લાગે છે. માનવીના ભોગોના સુખનો આકાર પણ મોટા ભાગે આવા જ પ્રકારનો હોય છે. મહર્ષિ પાતંજલીએ આ વાત વધુ સ્પષ્ટ રીતે સમજાવતાં કહ્યું છે કે : 'વળાનતાવસંસ્કારદુઃસૈડુંળવૃત્તિવિરોબાચ દુઃલમેવ સર્વે વિવેવિનઃ ' ૯ —અર્થાત્ વિષયોમાં પરિણામ દુ:ખ, તાપ દુઃખ, તથા સંસ્કાર દુઃખ હોય છે, અને વિવેકીને મન તો સુખ અને દુઃખ બંને દુઃખ રૂપ જ છે. સુખ પણ પરિણામે દુ:ખ ઉત્પન્ન કરે છે. પદાર્થમાત્ર ત્રિગુણાત્મક છે. તેમાં સત્ત્વગુણુ સુખરૂપ છે, રોગુણુ દુ:ખરૂપ છે અને તમોગુણ મોહરૂપ છે. આ ત્રણેય ગુણો એકમેકથી વિરુદ્ધ સ્વભાવવાળા છે. દાખલા તરીકે, દીવો પ્રકટાવવામાં દિવેલ, દિવેટ અને અગ્નિ ત્રણની આવશ્યકતા છે. આ ત્રણેય એકમેકથી ભિન્ન સ્વભાવવાળા છે, પણ છતાંય તેમના સહભાવથી જ દીપ પ્રકટે છે; તેમાંથી એકનો પણ અભાવ હોય તો પણ દીપ પ્રકટાવવામાં હરકત આવે, તેવી રીતે સંસારમાં બધા પદાર્થો સત્ત્વ, રજસ્ અને તમસ્ એમ ત્રિગુણાત્મક બનેલા છે. આથી કરીને, જ્યારે કોઈ પણ વિષય પદાર્થ પોતાના સત્ત્વગુણ અંશથી સુખ આપતો હોય, ત્યારે પણ તેમાં રજોગુણના અંશરૂપી દુ:ખભાગ તેમ જ તમોગુણના અંશરૂપી મોહભાગ અપ્રકટપણે રહેલો જ હોય છે, અને તે ક્યારે પ્રકટ થશે તે કહી શકાય નહિ. તમામ વિષયપદાર્થોના સ્વરૂપથી આ દુઃખરૂપતા છે. આ રીતે, પરિણામ દુ:ખ, તાપ દુઃખ, સંસ્કાર દુ:ખ અને સ્વરૂપ દુ:ખ આ ચાર પ્રકારની દુઃખરૂપતા દરેક વિષયપદાર્થમાં રહેલી છે. જે માણસ દેહાન્દ્રિયાદિકમાં અંબુદ્ધિરહિત થઈ ગયો છે અને જે પોતાના આત્મામાં સ્થિત છે, તેને દેહની અપેક્ષાએ કોઈ પદાર્થની ઇચ્છા થતી નથી. પરિગ્રહ જેવી કોઈ વસ્તુ જ આવા માણસ માટે સંભવી શકતી નથી. પરિગ્રહથી માણુસ સૂચ્છિત થાય છે અને મૂર્છાથી કર્મબંધ થાય છે, એટલે વિવેકી માણસ તો દ્રવ્યાદિપ સર્વ પરિગ્રહનો ત્યાગ કરે છે; પણ દરેક માનવી આવો ત્યાગ ન કરી શકે એટલે તેણે રીતસરનું પરિગ્રહ પરિમાણુ અવશ્ય કરવું જોઈ એ. પોતાની જરૂરત કરતાં વધુ રાખી મૂકવું, દબાવી રાખવું એ સંધરાખોરી છે, અને તેથી જ સમાજમાં અછત પેદા થાય છે. અછતમાંથી અનેક અનિષ્ટો ઊભાં થાય છે. ધર્મશાસ્ત્રોમાં પ્રતિષ્ઠા ધનને નહિ પણ સંયમને આપવામાં આવી છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે : પ્રતિમાસે કોઈ દશ લાખ ગાયોનું દાન આપે તેના કરતાં પણ કશું નહિ આપનારનો માત્ર સંયમ શ્રેયસ્કર છે.’ ૧૦ ના-વારસ મનુષ્યના ધનને લઈ લેવા ઇચ્છતા ઇષુકાર રાજાને ઉપદેશ આપતાં તેની રાણી કમલાવતીએ કહ્યું છે કે : હે રાજન ! તમને આખું જગત અથવા બધું જ ધન મળે તો પણ એ સર્વથી તમને સંતોષ થશે નહિ તેમ જ એ તમારું રક્ષણ પણ કરી શકશે નહિ. ’ ૧ ૧ ૯ યોગસૂત્ર : ૨૧૫ ૧૦ 11 ઉત્તરાધ્યયન સૂત્ર (૯-૪૦) ઉત્તરાધ્યયન સૂત્ર (૧૪–૩૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy