SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચન્થ સચોટતા સાધી છે અને વાચિક તેમ જ કાયિક બને અનુભાવથી ભાવની વેધકતા-માર્મિકતા સરળતાથી સિદ્ધ થઈ શકી છે. હવે અવધિ દિવસોની ઉત્સુક ગણતરીનો, એક અપભ્રંશ સાહિત્યનો દુહો જોવાનો રહે છે. હેમચંદ્રના વ્યાકરણના અવતરણરૂપે તે ત્યાં ટાંકેલો છે? “જે મહુ દિણ દિઅહડી દઈએ પવસંતેણી તાણ ગણુંતિએ અંગુલિઉ જજજરિઆઉ નહેણા” અર્થાત –“પ્રવાસે જતાં પ્રિયતમે મને (અવધિના) જે દિવસો દીધેલા, તે ગણતાં (ગણતાં મારી) આંગળીના નખ જર્જરિત થઈ ગયા.” –સિદ્ધહેમ ગત અપભ્રંશ વ્યાકરણ, સંપાદક હ૦ ચુભાયાણી, ૫૦ ૬. સંભારો મીરાંના બેએક પદની કંઈક આવા જ-મળતા આવતા અનુભાવવાળી પંક્તિ : “આઉ આઉં કર ગયા સાંવરા, કર ગયા કૌલ અનેક ગિતા ગિતા ધિસ ગઈ રે મ્હારા આંગલિયારી રેખ.” –સસ્તું સાહિત્ય સંપાદિત મીરાંબાઈનાં ભજનો, પદ ૧૩૨. મીરાંની આમાંની પહેલી પંક્તિનો બીજે પાઠ, અન્ય સંગ્રહોના આ જ પદમાં, નીચે મુજબ મળે છે : “સાવન આવન કહ ગયા બાલા, કર ગયા કૌલ અનેક” તો એક બીજા, વિરહના ઉચ્ચારવાળા ને શબ્દમાધુર્યવાળા પદમાં પેલી બિના ફરી પાછી આવે છે? “દેશવિદેશ સંદેશ ન પહુંચ, હોય અંદેશા ભારી : ગિનતા ગિનતા ધિસ ગઈ રેખા, આંગુરિયાકી સારી : અજહૂં ન આયે મુરારી.” –“મીરાંબાઈ–એક મનન', લેખકઃ મંજુલાલ મજમુદાર એવી આ મીરાંની પંક્તિઓનો ભાવસગડ છેક અપભ્રંશ સાહિત્યમાંથી મળી આવે છે. વિરહના આવા સંતાપથી કેવળ નાયિકા જ બળઝળી નથી, તેના સંબંધક જડ પદાર્થો પણ જળે તેવું આગળ આવેલા કમળના દષ્ટાંતે પ્રતીત કર્યું. હેમચન્દ્રના વ્યાકરણના વળી એક અપભ્રંશ દુહામાં એ અન્ય પદાર્થનો ઉલ્લેખ થયો છે–પણ, પણ તેને જડ કેમ કહેવાય? કારણ તે તો નાયિકાનો સૌભાગ્યસૂચક ચૂલો હોઈ વિશેષ જતનને યોગ્ય ! વિરહવ્યથાના આકરા સંતાપથી અને પછી અશ્રુજળથી તે સિંચાય, તો નંદવાઈ જ જાય ને ! એ વૈજ્ઞાનિક બિનાને આધારે, તેની જાતને વિરહવ્યથાથી વારી લેવા અહીં સમજાવાયું છે: “ચુડુલ્લી ચુણીહોઇસઈ મુધ્ધિ કવોલિ નિહિત્તઉ| સાસાનલ–જાલ-ઝલકિકાઉ બાહ–સલિલ–સંસિત્તઉં !” અર્થાત–મુગ્ધા! ગાલ નીચે (= ગાલે) રાખેલો (ને તેથી) નિ:શ્વાસાગ્નિની ઝાળથી તપી ગયેલો (અને) અશ્રુજળથી સીંચાયેલો (તારા) ચૂડલો ચૂરો બની જશે.” સિદ્ધહેમગત અપભ્રંશ વ્યાકરણ, સંપાદક : હ૦ ચુત ભાયાણી, પૃ. ૫૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy