SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ વિરહિણનો એક અનુભાવવિશેષઃ ર૭૯ આ ઉપરાંત નાયિકાની વિરહદશાએ અલ્પચેતન પદાર્થના પ્રતિભાવો યે જગાડ્યા છે એક પ્રાકૃત ગાથાનું દૃષ્ટાંત : “પાસાકી કાઓ ઋદિ દિણું પિ પહિઅઘરિણીએ સંત–કર લોગલિઅ-વલએ મઝ–દ્વિએ પિંડે.” અર્થાત—“પથિકની ગૃહિણીએ આપેલો (અને) જે નમતા હાથમાંથી સરી પડેલા કંકણ વચ્ચે રહેલો એવો બલિપિંડ (તેને) ફાંસાની આશંકાથી કાગડો (ખાવા) ઇચ્છતો નથી.” - એથી યે આગળ નાયિકા સાથે સંબંધ ધરાવનાર જીવંત, વિશિષ્ટ–અરે! વિશેષપણે કહીએ તો એક ઉગ્ર વ્યક્તિનો પ્રતિભાવ-સમભાવ જાણવા જેવો છે ! જુઓ ગાથા : અઈકોવણા વિ સાસુ આવિઆ ગાવાઈઅસોહાએ પાઅ–પડણોણઆએ દોસુ વિ ગલિએસુ વલએસુ ” અર્થાત–પગે પડવા નમી ત્યારે બંને કંકણુ સરી પડતાં, પ્રોષિતપતિકાએ ઉગ્ર સ્વભાવની સાસુની આંખમાંયે આંસુ આણી દીધાં!” આવાં, વલયે સૂચવેલી ક્ષીણતાનાં ભાતભાતનાં ચિત્રો સંસ્કૃત, પ્રાકૃત વગેરે તમામ સાહિત્યમાંથી સાંપડે છે. કેટલાંક તો ઘણાં સુંદર છે. એક ભાવસુંદર ગાથામાં પ્રોષિતભર્તુકાની મુગ્ધ મૂંઝવણ તળે ચંપાયેલો-દબાયેલો તેને વિવાદ ઘણું સુકુમાર ભાવથી–તેની મૃદુ વાણીથી પ્રગટ થાય છે. કૌતુક અને વિષાદથી, તે પોતાની પરથી અન્ય પ્રોષિતપતિકાઓની કૃશતાની સંભાવના કરી, અંતે તો પોતાનો જ વિરહ વ્યક્ત કરતી હોય છે! ત્યાં સર્વને ઓથે પોતાનો ભાવ વ્યક્ત કરતી એ નાયિકાનો અર્ધરસ્ફટમુગ્ધ વિવાદ સવિશેષ વેધક બને છે : સહિ! સાહસુ સભાવેણુ પુષ્ટિમો કિં અસેસ મહિલાણું વતિ કર-ઠિઅ રિયા વલઆ દઇએ પલ્વમિ. એટલે કે—“હે સખી! કહે તો ખરી, હું સાચે જ પૂછું છુંશું પ્રિયતમ પ્રવાસે જતાં બધી ય સ્ત્રીઓનાં કંકણ (આમ) હાથમાં પડ્યાં પડ્યાં જ મોટાં થઈ જતાં હશે ?” એક બીજે છે વલયનો સંદેશદુહો : “સંદેશા ગુણ વત્તડી હું કહિવા અસમર્થ એકઈ વલઇ જાણિજ્યો, સન્માણ બે હથ.” અર્થાત “હે પ્રિય! હું સંદેશામાં ગુણકથા કહેવા અસમર્થ છું. માત્ર એટલું જાણજે કે એક જ વલયમાં મારા બન્ને હાથ હવે સમાઈ જાય છે.” પણ આ દુહાની પહેલાં, બરાબર આ જ અર્થનો–કહેવાપૂરતા શબ્દ ફેર–અપભ્રંશ સાહિત્યનો દુહો જોવા મળે છે. તેની પછી ઉપરનો દુહો રચાયો છે. એ દુહો ૧૩મી સદીના અબ્દુલ રહમાનકૃત સદેશરાસક માં છે. પ્રસ્તુત અવતરણમાં પોતાના બન્ને હાથો એક જ વલયમાં સમાઈ જવાની કૃશતા ૬ જુઓ સંદેશરાસક– “ સંદેશડઉ સવિસ્થરઉ હઉ કહણડ અસત્ય ભણ પિય ઇકત બલિયડ બે વિ સમાણ હO.” | ૮૦ // એટલે કે “સંદેશો સવિસ્તર (છે એટલે) હું કહેવા અસમર્થ છું. કહેજે પિયને (હ) એક જ વલયમાં બે ય હાથ સમાઈ જાય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy