SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ વિરહિણનો એક અનુભાવવિશેષ : ૨૭૭ આમ હાથવડે ઉંબરે ફૂલો મૂકીને અવધિસમય ગણતી અથવા પ્રિયનું ચિત્ર આલેખતી–સર્જતી નાયિકા કેમેકેમે પોતાના વિરહવસમા દિવસો વિતાવતી નજરે પડે છે. પણ જેને કદાચ રીતસર અક્ષરજ્ઞાન નહિ કે અ૮૫ હશે એવી નાયિકા માટે પ્રિયપ્રયાણના દિવસો ગણવાની તો ખાસ એક અન્ય રૂઢિ હતી અવધિદિવસોની રેખાઓ ભીંત પર આંકવાની ને પછી ગણવાની! પણ એક શ્લોકમાં એ આંકેલી રેખાઓને ન ગણવાનું–નકારાત્મક નિરૂપણ તેની વિરહભીરુતાનું સૂચક છેઃ “ ઝરણાંની જેમ વહેતાં આંસુઓથી જેનાં લમણાં ધોવાયાં છે એવી એ બાલા અવધિના દિવસોની સંખ્યાની રેખાઓ કે છે ખરી, પણ ગણતી નથી—એવી આશંકાથી, રખે ને અવધિ-દિવસ વીતી જાય!” - સુભાષિત, વિયોગિન્યા અવસ્થાવર્ણનમ, શ્લોક ૬. અહીં નાયિકાનો પોતાનો ભય પ્રગટ થયો છે, તો પ્રાકૃત સાહિત્યની એક ગાથામાં નાયિકા અર્થે તેની સખીઓનો ઉચાટપૂર્વકનો ભય પ્રગટ થયો છે, એટલું જ નહિ, તે નાયિકાથી અજાણપણે સખીકૃત્ય બજાવી તેને મિથ્યા ધારણ આપી રહી છે : ઓહિદિસહાગમાસ કિરીહિ સહિઆહિં કલિહિઆઓ દો તિણિ તહિં ચિએ ચોરિઆએ રેહા પુસિજર્જતિ ” અર્થાત—“અવધિના દિવસો પૂરા થતાં એનું આગમન થશે કે કેમ એવી આશંકા ધરતી સખીઓ ભીંત પર દોરેલી (દિવસ સૂચક) રેખાઓમાંથી બેત્રણ ચોરીછૂપીથી ભૂંસી નાખે છે.” આ અવધિરેખા વિશેની વિશેષ સુંદર બીજી બે પ્રાકૃત ગાથાઓ આ રહી ઃ ઝંઝા-વાઉત્તિણિઅ-ઘર-વિવર–પલોટ્ટ-સલિલ ધારાહિં. કુલિહિઓહિ-દિઅહં રખઈ મુધ્ધા કરઅલેહિ.” “ઝંઝાવાતથી છાજ ઉડાડી દેવાયાને કારણે ઘરનાં વિવરમાંથી, એટલે કે છાપરાનાં બાકોરાંમાંથી, પડતી સલિલધારાથી ભીંત પર આળખેલી અવધિ-દિવસની રેખાઓનું, મુગ્ધા કરતલવડે રક્ષણ કરે છે.” આ ગાથા ખેતીપ્રધાન જીવનરીતિના પરોક્ષ સૂચનવડે વિરહભાવને વ્યક્ત કરે છે. જેમ આજે ને તેથી વિશેષ જૂના સમયમાં વર્ષારંભ પૂર્વે ઘર પરનું છાજ સરખું કરવામાં આવતું, જેથી વરસાદના જલથી ઘરનો અંદરનો ભાગ સુરક્ષિત રહી શકે. પણ જે ગૃહસ્થ તે સમયે પ્રવાસે હોય તેનું જ ઘર જર્ણ છાજવાળું હોય ને? તેવા ગૃહવાળી પ્રોષિતભર્તૃકાનું અનુકંપા જગાડે તેવું આ તાદશ ગતિમાન ચિત્ર છે. અહીં એકાકિની વિરહિણીનું મુશળધાર વર્ષારાત્રી સમયની નોધાર અવસ્થાનું અને પ્રિયને કારણે જીવ ટકાવી રાખ્યાનું હૃદયદ્રાવક ચિત્ર નથી ? નહિતર શા માટે તે વર્ધાજલથી પોતાને ઉવેખીને રેખાઓનું રક્ષણ કરે? કેટલું બધું વિશિષ્ટ વીગતરેખ અને ભાવસભર ચિત્ર! જાણે કે સાક્ષાત રંગરેખાસંપન્ન તેજછાયામિશ્ર ચિત્ર ! અથવા કહો કે ચિત્રને કાવ્યની પરિભાષા સાંપડી ! તો એક બીજી એવી ભાવપ્રબલ ગાથા : અજજ ગત્તિ, અજર્જ ગત્તિ, અજર્જ ગત્તિ, ગણિરીએ પઢમે ચિએ દિઅહધે કુ રેહાહિ ચિત્ત લિઓ. અર્થાત—““આજ ગયો', “આજ ગયો, “આજ ગયો’ એમ ગણીગણીને પહેલા દિવસના અર્ધભાગમાં જ તેણે) રેખાથી ભીંત ચીતરી મૂકી !!” અહીં “આજ ગયો’ એ પદ માત્ર ત્રેવડાવીને, નાયિકાના મનના તીવ્ર રટણ દ્વારા વિરહના તાજા ઘાની બળતરા કેટલી ભારપૂર્વક પ્રગટ કરી છે ! ભાવની સ્વકીય પ્રબળતાએ સ્વભાવોકત નિરૂપણથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy