SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૬ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ અલંકૃત થયેલા હાથ ઉપર મુખને ગોઠવીને આયતાક્ષી બાલે! ક્યા પુણ્યશાળીને તું સ્મરી રહી છે?” –સંરકૃત–મરાઠી સુભાષિત કોશ, ખંડ દુસરા, પ્રકરણ ૩૧, પ્રવાસ વિરહ ઈ. વિભાગ. અહીં વિરહિણનો વલયાભૂષિત હસ્ત જોયો, તો એક અન્ય બ્લોકમાં ખિન્ન વિયોગિની પ્રિય પ્રયાણને કારણે આભરણેને અંગે સુદ્ધાં અડાડતી નથી તે જણાવતાં કહ્યું છે: પીનસ્તનકલશ પર લહેરાતા હારને ધારણ કરતી નથી અને વીંટીને પણ (આંગળી વડે) સ્પર્શતી નથી.” –સુભાષિત, વિયોગિન્યા અવસ્થાવર્ણનમ , શ્લોક ૪૨. તે પછી, પોતે જ પોતાના બાહુને આશ્લેષતી એક વિરહોત્કંઠાનું, તેની ઉત્સુક દશાનું વર્ણન જુઓ : પ્રિયનો સંગ સૂચવતા ફુરણવાળી એવી વામબાહુ લતાને, પુલકથી મુકુલિત બનેલાં અંગોવાળી તે વિયોગિની, પુનઃ પુનઃ આશ્લેષે છે, જુએ છે અને ચૂમે છે.” –એજન, શ્લોક ૯. એક શ્લોકમાં નાયિકાની વિરહવ્યગ્ર દશા સુંદર રીતે નિરૂપાઈ છે. તે નીચે જણાવ્યા મુજબ ચન્દ્રની શીતલતાના સંતાપ હાથથી દૂર કરતી હોય છે : કોઈ એક કૃશાંગી, વનનાં વૃક્ષોની છાયામાં વિસામો લેતી લેતી, હાથથી પકડી રખાયેલા ઉત્તરીયથી ચન્દ્રનાં કિરણોને નિવારતી નિવારતી ચાલતી હતી.” –એજન, શ્લોક ૧૬. પ્રસ્તુત અવતરણમાં હાથના ઉપયોગ વડે વિરહદશા સૂચવાઈ છે, તો એક અન્ય શ્લોકમાં તેથી વિપરીતપણે–એટલે કે હાથનો ઉપયોગ ન કરીને–નિષેધાત્મક અનુભાવવડે વિરહ વ્યક્ત થાય છે ? “સાસુ જે પદ્મદલ આપે છે તેને પોતાના હાથથી ગ્રહે તો તેના ચચરાટથી તે બળી જાય એવી આશંકાએ તે હાથથી ન લેતાં ભૂસંજ્ઞાથી સ્વીકારે છે.” –સુભાષિત, પ્રોષિતભર્તૃકાવર્ણનમ, શ્લોક ૮૭ પણ આ હાથ અને તેની આંગળીઓને આથી વિશેષ રસિકપણે ને સર્જનાત્મકપણે પ્રયોજવાનું સંસ્કૃત કવિઓએ કરેલું છે! યક્ષપત્ની વિશેન મેઘદૂતનો પેલો પ્રસિદ્ધ ક– शेषान्मासान्विरहदिवसस्थापितस्यावधेर्वा विन्यस्यन्ती भुवि गणनया देहलीदत्तपुष्पैः । –ઉત્તરમેઘ, શ્લોક ૨૪ (પૂર્વાર્ધ પંક્તિઓ) અથવા તેથી આગળ– मत्साहश्यं विरहतनु वा भावगम्यं लिखन्ती। –એજન, શ્લોક ૨૨.૫ જુઓ કીલાભાઈ ઘનશ્યામ અનુવાદિત મધદૂતમાંથી ઉપરની પંકિતઓનું ભાષાંતર : પર પહેલાં બાંધી અવધમહીં જે માસ બાકી રહેલા. બેઠી હશે ગણતી કુસુમો મૂકીને ઉંબરામાં.” પત્ર “ કલ્પી મારી કૃશ છબી, હશે કાઢતી ચિત્રમાંહે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy