SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ (૫) સંખ્યાદર્શકમૂલક એકએક, બેબે, (૬) ક્રિયાવાચક પદમૂલક (verbal Formation) : રમતરમત. (૩) વર્ગનાં ઉદાહરણ : જંતરમંતર, રહ્યું હું, રમતગમત. (૪) વર્ગના બે પ્રભેદ પડે છે : . (અ) પ્રથમ ઘટક સાથે હોય તેવા શબ્દો : જેમકે, નવુંસવું, સાચમાચ. (આ) બીજો ઘટક સાથે હોય તેવા શબ્દો જેમકે, આડોશ પાડોશી. દ્વિરુકત શબ્દોનાં ઘડતર, સ્વરૂપ અને અર્થ: વર્ગીકરણ દિક્તિ સંજ્ઞા આમ તો કોઈ પણ શબ્દ, શબ્દાંશ કે ઘટકના એક આવર્તનની વાચક છે. પણ આ ઉપરાંત આવૃત્ત કે દ્વિરુક્ત શબ્દોનાં બીજું પણ કેટલાંક લક્ષણો છે, એ ભુલાવું ન જોઈએ. આમાંનું એક, તરત નજરે ચડે તેવું લક્ષણ તે દ્વિરુક્તિઓમાં પ્રવર્તતું પ્રાસનું તત્ત્વ છે. દ્વિરુક્ત શબ્દોમાં તેમના ઘટકો વચ્ચે એક કે વધારે અક્ષરોનો પ્રાસ જોવા મળે છે. વળી કેટલીક દિક્તિઓમાં એક ઘટક બીજ ઘટકના બીબા ઉપરથી નવેસરથી ઘડાયો હોય એવું પણ જોવા મળે છે. આ ઉપરાંત દિ રક્ત શબ્દોના બે ઘટક વચ્ચેનો સંબંધ જુદી જુદી કક્ષાનો હોય છે. તદ્દન સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતા ઘટકોથી માંડીને ખાસ પૃથક્કરણથી જુદા પાડીએ તો જ જુદા પડે એવા ઘટકો સુધીની સંબંધની કક્ષાઓ જોઈ શકાય છે. એટલે રિક્ત શબ્દોના વર્ગીકરણની કોઈ પણ શાસ્ત્રીય યોજના આ હકીકતો ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરીને જ યોજાવી જોઈએ તે દેખીતું છે. પ્રસ્તુત લેખમાં દ્વિરુક્ત શબ્દોનાં વર્ગીકરણનો પ્રયાસ છે. વાક્ય અને વાક્યખંડના ધિરક્ત પ્રયોગોની આપણે આગળ ચર્ચા કરી પણ હકીકતમાં દ્વિરક્ત શબ્દો જેવો વર્ગીકરણનો પ્રશ્ન તેમના સંબંધે નહિ રહે. વ્યાકરણની દૃષ્ટિએ તેમના વર્ગો પાડવા સરળ છે. શ્રી કન્ટેના વર્ગીકરણનો બીજો પ્રકાર એટલે કે આતિ પ્રકારના દ્વિરુક્ત શબ્દોના પ્રકારમાં થોડો ફેરફાર આવશ્યક છે. મૂળ પાણિનિ પ્રમાણે વીસા કે આભી શ્ય સૂચવવા જે દિક્તિ થાય છે તેના બીજા પદને જ આક્રેડિત કહેવામાં આવે છે. વીપ્સા એટલે પ્રત્યેક (Distributive Sense) એવો અર્થ છે, ત્યારે આભીર્ય દ્વારા ક્રિયામાં સાતત્ય અને ઉત્કટતા સૂચવાય છે. ઘરઘર, ગામગામ વીસાનાં; અને મારામારી, દોડાદોડ, દોડદોડ આભીષ્યનાં ઉદાહરણ છે. આમ તો આ એક વ્યાકરણની પદ્ધતિ છે પણ તે દ્વારા જે રૂઢ પ્રયોગો બન્યા છે તેનો વીસામૂલક અથવા આવર્તનમૂલક દ્વિરુક્ત શબ્દો એવો વર્ગ ઊભો કરી શકાય. દ્વિરક્ત શબ્દોના ઘડતર દ્વારા કાં તો વીસા કે પ્રત્યેકતાનો અર્થ સધાય છે, કાં તો અભીય કે ક્રિયાના સાતત્ય અને ઉગ્રતા સધાય છે, કાં તો રવાનુકરણ વ્યક્ત થાય છે અથવા તો પ્રાસરચના અને તે દ્વારા કેટલીકવાર સમૂહભાવની અભિવ્યક્તિ સધાય છે. આ હેતુને અનુલક્ષીને દ્વિરુક્ત શબ્દોનું વર્ગીકરણ કરવું આવશ્યક અને ઇષ્ટ છે. શ્રી કન્ટેની યોજનામાં પણ આ જ ધોરણ મોટે ભાગે અનુસ્મૃત છે, ૬ તસ્ય પરમાહિત૬/ (૮-૧-૨) - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy