SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષાના દ્વિરુક્ત શબ્દ અને તેમનું વર્ગીકરણ : ૨૩૫ આટલી વિચારણાને લક્ષમાં રાખી ગુજરાતી ભાષાના દ્વિરુક્ત પ્રયોગોનું વર્ગીકરણ આ પ્રમાણે યોજી શકાય : (૧) વીપ્સાવાચક કે આવર્તનવાચક દ્વિરુકત શબ્દો : (ક) સંયોજક વિનાના દ્વિરુક્ત શબ્દો : (૧) મૂળ ઘટકની અવિકલ દ્વિરુક્તિવાળા : જેમકે, એકએક, એએ, ફરીફરી, માંડમાંડ ભલેભલે વગેરે. (૨) જેમાં મૂળ ધટકનો અંતિમ અંશ લુપ્ત થયો છે તેવા : જેમકે, એટએટલું કેટકેટલું, આપઆપણું, ઠેરઠરાવ, ઠેકઠેકાણે વગેરે. (ખ) સંયોજકવાળા દ્વિરુક્ત શબ્દો : : (૧) આ———સંયોજકવાળા જેમકે, અકડાઅકડી, ચડાચડી, ઊભાઊભ, ખેંચાખેંચી, મારામારી વગેરે, (૨) એ—સંયોજકવાળા : જેમકે, કાલેકાન, ગામેગામ, ધરેશ્વર વગેરે. (૩) ઓ——સંયોજકવાળા : જેમકે, અડધોઅડધ, કાનોકાન, અંગોઅંગ, નજરોનજર, ભવોભવ વગેરે. (૪) અનુસ્વાર—સંયોજકવાળા : જેમકે કૂદંકૂદા, ગાળંગાળી, ઠોકંઠોક, દો દોડ, પોલંપોલ વગેરે. (૨) રવાનુકારી દ્વિરુક્ત શબ્દો : (ક) ઘટકના અવિલ આવર્તનવાળા ॰િ શબ્દો : (૧) સંયોજક વિનાના : જેમકે, ખટખટ, ગટગટ, ધરધર વગેરે. (૨) સંયોજકવાળા : (અ) આ—સંયોજકવાળા : કચાકચ, કડાકડ, ચટાચટ, ધબાધબ, છનાન વગેરે. (આ) ઓ—સંયોજકવાળા : ટપોટપ, ચટોચટ, ફટોફટ, સબોસબ વગેરે. (ખ) ઘટકના આંશિક પરિવર્તનવાળાઃ (મૂળ શબ્દનું ધડતર રવાનુકારીનું, પણ એ ધટક વચ્ચે પ્રાસ) ખળભળ, ખટપટ, ગાબડ, ચડભડ વગેરે. (૩) પ્રાસસાધક દ્વિરુક્ત શબ્દો : (ક) જેમાં બંને ઘટકો પ્રચલિત કે સાર્થ હોય તેવા દ્વિરુક્ત શબ્દો : જેમકે, બળ્યુંજયું, રહ્યુંસહ્યું, આવકજાવક વગેરે. (ખ) જેનો એક ધટક પ્રચલિત કે સાર્થ છે અને બીજો ધટક પ્રતિધ્વન્યાત્મક (Echo or Jingle) છે તેવા દ્વિરુક્ત શબ્દો. (૧) પાછલો ઘટક પ્રતિધ્વન્યાત્મક : (અ) આદ્યવ્યંજનને સ્થાને અકારવાળા : ધરબર, કામય્યામ. (આ) આદ્યાક્ષરના સ્વરના પરિવર્તનથી સધાયેલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy