SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષાના દ્વિરુક્ત શબ્દ અને તેમનું વગીકરણ : ૨૩૩ (૩) મળતા અર્થવાળા શબ્દો જેમાં બીજા શબ્દને ઉદ્દેશ પહેલા શબ્દના અર્થમાં ઉમેરો કરવાનો છે. નરસિંહરાવે ગણવેલ આ વર્ગના (ત્રીજા વર્ગના) સર્વ શબ્દો આ પેટાવિભાગમાં આવી શકે તેમાં વગેરે જેવો અર્થ પણ કોઈવાર નીકળે. જેમકે, માનમરતબો. નરસિંહરાવના ત્રીજા વર્ગમાં આટલું સંશોધન કરી નવલરામ તેમાં એક સ્વતંત્ર ચોથો વર્ગ ઉમેરે છે, જેમાં છૂટક બંને શબ્દ અર્થ વગરના હોય છે પણ ભેગા થાય ત્યારે તેમાંથી અર્થ નીકળે છે; જેમકે, અકદક, એકેડ, અાંગજાંગ, અડીદડી. નવલરામનું આ વર્ગીકરણ નરસિંહરાવના અનુસંધાનમાં જ છે અને મુખ્યત્વે અર્થાશ્રિત છે. નરસિંહરાવના ત્રીજા વર્ગના આપેલા ત્રણ પેટાવિભાગમાંના પ્રથમ પેટાવિભાગમાં સ્પષ્ટ રીતે ધ્વનિની દ્વિરુતિ છે, ત્યારે બીજા પેટાવિભાગમાં ભાષાન્તર-સમાસ છે. નવલરામે ચોથા વર્ગમાં દર્શાવેલ અકદક, અડીદડી સ્પષ્ટ રીતે નરસિંહરાવે જણાવેલા બીજા વર્ગનાં જ ઉદાહરણ છે. ટૂંકમાં નરસિંહરાવનાં વર્ગીકરણની મર્યાદાઓ આ વર્ગીકરણની પણ છે. અર્થની અસ્પષ્ટતા અને સાપેક્ષતાને લીધે વર્ગીકરણમાં ડગલે ડગલે મતભેદની સંભાવના રહે છે. આ ઉપરાંત મોટા ભાગના શબ્દો દ્વિરુક્ત નથી. શ્રી એસ. એમ. ક: શ્રી કએ આપેલી વર્ગીકરણની પદ્ધતિ સૂક્ષ્મદર્શ અને દિક્તિઓનાં સ્વરૂપ અને કાર્ય પર પ્રકાશ નાખનારી છે. આ વિષય પ્રત્યેનો તેમનો અભિગમ શાસ્ત્રીય અને આધુનિક ભાષાવિજ્ઞાનના સિદ્ધાંતોની ઊંડી સૂઝ ઉપર આધારિત છે. શ્રી ક દ્વિરુક્ત શબ્દોના મુખ્ય ચાર વર્ગ આ પ્રમાણે આપે છે : (૧) વર્ણ કે વર્ણસમૂહની દ્વિરુક્તિવાળા રવાનુકારી શબ્દો. (૨) સંજ્ઞામૂલક, વિશેષણમૂલક, સર્વનામૂલક, અને સાર્વનામિક વિશેષણમૂલક, સંખ્યાદર્શક મૂલક, ક્રિયામૂલક અને ક્રિયાવાચક પદમૂલક આક્રેડિત રચનાવાળા શબ્દો. (૩) બંને ઘટક સાર્થ હોય તેવા પ્રાસમૂલક શબ્દો. (૪) જેમાં એક જ ઘટક સાથે હોય તેવા પ્રતિધ્વન્યાત્મક શબ્દો. ઉદાહરણ નીચે પ્રમાણે છે: (૧) વર્ગનાં ઉદાહરણઃ ઇનઠન, ડભડભ, તડતડ વગેરે. (૨) વર્ગનાં ઉદાહરણ (૧) સંસામૂલક : ઘડીઘડી. (૨) વિશેષણમૂલક : જરાજરા, ગરમગરમ. (૩) સર્વનામમૂલક : આપઆપણું. (૪) સાર્વનામિક વિશેષણમૂલક (Pronominal Adjectives) : જેમજેમ, તેમતેમ. ૫ બુલેટન ઑફ ડેકકન કૉલેજ સર્ચ ઇન્સ્ટિટયુટ', પૂના. વૉલ્યુમ એકમનો લેખ-‘ઉડુપ્લીકેટિઝ ઈન ઈન્ડો-આર્યન', ઈ. સ૧૯૩૯-૪૦, ૫૦ ૬૦-૭૦, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy