SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ વડનગરનો નાગર જૈન સંઘઃ ૯૩ પ્રસ્તુત પ્રશસ્તિની ત્રીજી ગાથામાં જે દેવરાજ પ્રમુખ છે નામ આવે છે તેમાંના આદ્ય દેવરાજ હેમરાજ અને ગડરની = ઘટસિંહ આ ત્રણ ભાઈઓનો ઉલ્લેખ સોમસૌભાગ્યકાવ્યના છઠ્ઠા સર્ગના ૨૦-૨૧ પઘોમાં છે. તેથી કળ છ ભાઈઓ હશે પણ આચાર્યપદમહોત્સવના સમયમાં શેષ કન્યાકુમાર આદિ ત્રણ ભાઈઓ વિદ્યમાન ન હતા તે સમજી શકાય છે. પ્રશસ્તિઓમાં તે તે કુટુંબની જાત માત્ર વ્યક્તિઓનો નામોલ્લેખ કરવામાં આવે છે. એટલે અત્રે ઉલ્લેખો અસંગત નથી. અહીં જણાવેલી હકીકતોના આધારે તારવી શકાય કે વિક્રમના બારમા શતક પહેલાં પણ નાગરવણિકોનો મોટો વર્ગ જૈનધર્માનુયાયી હતો. અને ત્યાર પછી પણ સોળમા શતક સુધી તે જૈન પરંપરાનુયાયી રહેલો. વિક્રમના સોળમા-સત્તરમા શતકથી તેમાં પરિવર્તનો થવાનો પ્રારંભ થયો હશે છતાં વિક્રમના અઢારમા શતકમાં વડનગરમાં મોટા સમૂહરૂપે નાગરવણિકો જૈન હતા તેથી અન્યોન્ય સ્થળોમાં તથા પ્રકારના વર્ગનું અસ્તિત્વ માનવામાં બાધા આવે તેવું ન માની શકાય. અસ્તુ. વિક્રમના ઓગણીસમા અને વિસમાં શતકની વડનગરના નાગરવણિકોને સંબંધિત થોડી હકીકતો મળી છે તે જણાવીને આ લેખ પૂર્ણ કરીશ. આજે વડનગરમાં “અટાળાનું દેરાસર ” એ નામે ઓળખાતું જૈન મંદિર નાગરોનું હતું. અને તે શ્રી કુંથુનાથસ્વામીના મંદિર તરીકે ઓળખાતું હતું. આ મંદિરની જમણી બાજુ અડીને તેટલા જ પ્રમાણનું બીજું મંદિર છે, તેમાં મૂળનાયક શ્રી ઋષભદેવજી છે. તથા શ્રી કુંથુનાથસ્વામીના મંદિરના સામે પણ એક મંદિર છે તેમાં મૂળનાયક તરીકે શ્રી ઋષભદેવજીની લેપ કરેલી પ્રતિમા છે. આ ત્રણે મંદિરો ઘરમંદિર રૂપે છે. એક રીતે ત્રણ ગભારા કહી શકાય. વચમાં નાના ચોકવાળા એક મકાનના બે વિભાગોમાં આ ત્રણ મંદિરો છે એમ કહી શકાય. એક બાજુ બે અને સામેની બાજુ એક. એટલું માનવાને કારણ મળે છે કે, પહેલાં માત્ર શ્રી કુંથુનાથસ્વામીનું મંદિર હશે, અથવા તો આ ત્રણે મંદિરો શ્રી કુંથુનાથસ્વામીને. મંદિરના નામે ઓળખાતાં હશે. શ્રી કુંથુનાથસ્વામીના મંદિરની જમણી બાજુ આવેલા શ્રી ઋષભદેવજીના મંદિરની બિલકુલ સામે મંદિરને મૂળ પ્રવેશ માર્ગ છે, જેનો ઉપયોગ આજે થતો નથી. આ મંદિરોને અડીને શ્રી કુંથુનાથજીના મંદિરની ડાબી બાજુ એક જુદુ માને છે તેમાંથી જે પ્રવેશ થાય છે. આ મકાનને દેવી તેજકરણ વખતરામે (નાગરવણિક) વિ. સં. ૧૮૯૭માં ધર્મશાલારૂપે બાંધેલું અને કદાચ પોતાની માલિકીરૂપે રાખ્યું હશે. ત્યાર પછી મેના નામની દીકરીના જન્મ પછી વિ. સં. ૧૯૦૧માં આ ધર્મશાલાને સાધારણ ખાતે આપેલી. આ હકીકત દર્શાવતો નાનો શિલાલેખ આજે પ્રસ્તુત મકાનની ભીંતમાં છે. તેનો અક્ષરશ: પાઠ આ પ્રમાણે છે – (પંક્તિ ૬) શ્રીવડનાર શ્રીયંકુ(ઉં. ૨)નાથનનું રે છે તે પાસે ધામ(ઉં. ૩)સાઢા તેવી तेजकरण वखत(पं. ४)रांमे बंधावी छे संवत १८९७(पं. ५)ना वर्षे महा सुदि ५ दिने (पं. ६) वार बुध [1] श्रीसाधारणषा(पं. ७)ते संवत १९०१ना वैसाष सुद २ दि(पं. ८)ने बाइ मेना छोडी આવ્યાં તારે છે. આ ઉપરાંત વડનગરમાં આવેલા શ્રી મહાવીરસ્વામીજીના બાવન જિનાલયનો વિકમના ૧૯મા શતકના મધ્યભાગમાં જીર્ણોદ્ધાર થયેલો તેની દેવકુલિકાઓ પૈકી કેટલીક દેવકુલિકાઓ “દેવી’ સ્ટવાળા નાગરવણિકોએ કરાવ્યાના ઉલ્લેખો તે તે દેવકુલિકા ઉપર છે. ઉપરની હકીકતથી એટલું તો ચોક્કસ છે કે વિક્રમના વીસમા શતકના પ્રારંભ સુધી તો વડનગરના નાગરવણિકોમાં જૈન પરંપરાનુયાયી વર્ગ પણ હતો. ૫૩. જૈનતીર્થસર્વસંગ્રહના પહેલા ભાગમાં કોઠા નં. ૧૦૭૦માં દર્શાવેલું શ્રી આદિનાથજીનું મંદિર છે તે અહીં જણાવેલાં ત્રણ મંદિરોમાંનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012002
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages950
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy